આપણે બંને
એકબીજાને ચાહીએ છીએ ભરપુર
શા માટે ?
કેટલાંય કારણો છે એકમેકને ચાહવાના
અને આજ નહીં તો કાલ
કાલ નહીં તો પરમ
કે પછીની અનેક આવતીકાલોમાં
આપણે શોધી કાઢશું
એકમેકને નહીં ચાહી શકવાના અનેક કારણો
એટલે થઇ શકે તો એટલું કરીએ
જે જે કારણો છે આજે ચાહવાના
એમાંથી ઓછામાં ઓછું એક
સાચવીને સંભાળીને સલામત રાખીએ
એને તાજું ને હુંફાળું રાખીએ
સહજ નહીં તો પ્રયત્ન પૂર્વક પણ
માત્ર એક કારણ
જેથી આપણે એક્બીજાને કેટલાં ચાહીએ છીએ
એ આજનું સત્ય
જુઠું ન પડી જાય !!
લતા હિરાણી
congrats…very nice. as usual…
sahaj..nahi to…
By: nilam doshi on December 12, 2007
at 9:29 am