સ્વપ્નાંઓની આહુતિ દીધા પછી યે
અગ્નિની સાક્ષીએ ઉચ્ચારેલાં શબ્દોની હૂંફ
ઓલવાઇ જાય છે
મારો હાથ પકડ અને ચાલ
આ વૃક્ષો અને વનરાઇની સાક્ષીએ
ઉગશે શબ્દો અપોઆપ
બીજમાંથી અંકુર થશે
વૃક્ષ થશે
અનંત ભણી વિસ્તરશે
અને જીવશે
હું અને તું નહીં હોઇએ ત્યારે પણ..
લતા હિરાણી