Posted by: readsetu | December 12, 2007

એમ થાય..

એમ થાય કે

આટલું બધું હૃદય સાવ નકામું

ડગલે ને પગલે નડ્યા જ કરે

શા કામનું આ રિમઝિમ ?

કોઇ છાંટો યે પલળે નહીં

ને હું છાકમછોળ !!

કોઇ આંખો ખોલે નહીં

ને હું ઝાકમઝોળ !!

પાછી વળું ??

વાળી ચોળીને હૃદયને દાબડીમાં પૂરી દઉં ??

સોઇ ઝાટકીને એને ટોપલીમાં ભરી લઉં ??

તો દોટ માંડવી કદાચ સહેલી થાય !!

પણ જવા દે

પછી તને પ્રેમ કેમ થાય ?

કેમ જીવાય ??  

લતા    


Responses

  1. સરસ કાવ્ય!

    દિવ્ય ભાસ્કરની “કળશ”નો હું પણ ફેન છું…


Leave a response

Your response:

Categories