Posted by: readsetu | December 13, 2007

ચપટીક તડકો

ચપટીક તડકો લઇને

એમાં મેં મારા શ્વાસ સીવી લીધા

વાદળના એક ટુકડાને તાણી

મેં મારા થડકારા વણી લીધા

કહ્યા વગર તૂટી પડતી વીજળીમાં

મેં મારું હૈયું કસીને બાંધી દીધું

અને હવે સંભાળીને

આ બધું તને મોકલું છું

ચંદ્રને સથવારે…..

મળી જાય એટલે

તારા બે ચંપાયેલા હોઠોની સહી

જરુર કરજે..   

લતા 

શબ્દસૃષ્ટિમાં પ્રકાશિત    


Responses

  1. khub saras lataaben!

  2. ખૂબ જ સુંદર કલ્પનો અને મજેદાર કાવ્ય…

  3. Lataji, excellent imagination and LAA JAWAAB poems. All the poems written by you are beautiful.


Leave a response

Your response:

Categories