Posted by: readsetu | December 15, 2007

હું કેટલું મથું છું…

હું કેટલું મથું છું

કદાચ વરસોથી

ક્ષણોને તોડવા

ક્યારેક એમાંથી સુગંધ છૂટે

ક્યારેક દુર્ગંધ

ક્યારેક એમ પણ લાગે કે

હાશ…ક્ષણોને ફોડી નાખી

પણ પછી

ઉઘાડા ચહેરાઓથી છળી મરાય

ન વેઠાય

ને વળી

બખિયા મારી લઉં મૌનના

તો યે તે છૂટે નહીં ટેવ

ફરી પાછું એનું એ જ

આંખમાં ક્ષણો અને હાથમાં હથોડો….  

લતા

કવિલોક (જુલાઇ- ઑગસ્ટ 2002)માં પ્રકાશિત                                          


Responses

  1. સુંદર રચના…. સડસડાટ સમજાઈ જાય એવી અને પછી ભીતરે જઈને કળે એવી… ક્ષણોને ફોડવાની વાત પરથી મનોજ ખંડેરિયા પણ યાદ આવી ગયા… (ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે)


Leave a response

Your response:

Categories