“મમ્મી, આજે દાળઢોકળી બનાવજે… પપ્પાને ય આજે રજા છે. આજે આપણે બધા ઘરમાં શાંતિથી સાથે રહેશું. કોઇ આઉટીંગ નહીં.” પાર્થ બોલ્યો.
”હા, આવ્યા ત્યારના દોડદોડ જ ચાલે છે. આમ જ જવાનો ટાઇમ થઇ જશે. ઇન્ડિયા આવ્યાનો સંતોષ જ નથી થતો.” વિશુએ ટેબલ પર ચા-નાસ્તો મુક્યા. બધા ગોઠવાયા.
“શું વિચારમાં પડી છે ?” જયંતભાઇ બોલ્યા
”કંઇ નહીં અમસ્તું જ…” અંજનાનો અવાજ ભારે હતો.
”ના મમ્મી, એમ ન ચાલે, કહેવું જ પડે.”
“વિશુની વાત સાચી છે મમ્મી, ચુપ ન રહેવાય.” પાર્થે ઉભા થઇને મમ્મીના હાથમાંથી ચાનો કપ લઇ લીધો.
“બોલ, પછી જ ચા પીવાની” પાર્થને તોફાન કર્યા વગર ચાલતું નહીં.
”બસ આ તો એમ થાય છે કે તારા પપ્પાને આ જુલાઇમાં 60 વર્ષ પૂરાં થશે. બહુ મન થાય છે કે ષષ્ઠીપૂર્તિ ઉજવીએ પણ અમારાં બચ્ચાં જ ન હોય તો ઉજવણી કરવાની મજા ન આવે અને હજી જાન્યુઆરીમાં તમે ઇન્ડિયા આવ્યા હો અને જુલાઇમાં ફરી આવો એ તો કેમ બને ?? અમેરિકા કંઇ નજીક છે !! “
”તું યે ખરી છે. પાર્થને હજી નવી નવી નોકરી છે. એને સેટ થવા દે. આવતા વર્ષે જ્યારે આવશે ત્યારે ઉજવશું.” જયંતભાઇથી ન રહેવાયું.
”અરે બાબા, એટલે તો ચુપ હતી. આ પાર્થ મોઢામાં આંગળી નાખીને બોલાવે એવો છે.”
”એમાં શું ? વાત તો થાય. કંઇ નહીં, લે હવે તારી ચા તો ઠરી ગઇ. વિશુ, મમ્મીની ચા ગરમ કરી દે.”
“મમ્મી, આપણે કંઇક જાદુ કરશું” વિશુ યે ઓછી તોફાની નહોતી.
પાર્થ-વિશુ ત્રણ વીક માટે આવ્યા હતા. દિવસો આંખના પલકારામાં પુરા થઇ ગયા. ગુંજતું ઘર ફરી સુમસામ થઇ ગયું. અંજના અને જયંતભાઇ ફરી પોતાના કામમાં જીવ પરોવવા મથતા. અંજનાને ઘણીવાર થતું કે શા માટે સંતાનોને પરદેશ જવા દીધા ? સારા માઠા દિવસોએ કોઇ દોડીને આવી શકે જ નહીં !! દીકરાનો દીકરો હવે દોઢ વર્ષનો રમાડવા જેવડો હતો પણ વચ્ચે બે દેશની દિવાલ…
જાન્યુઆરી પછી જુન-જુલાઇ આવતાં ઘણી વાર લાગી. દિવસ કામમાં નીકળી જતો પણ સાંજ પછી ઘરમાં જાણે સન્નાટો છવાઇ જતો. અંજના અને જયંતભાઇ બંને થાકી જતાં. કોઇને કંઇ વાત કરવાની ઇચ્છા થતી નહીં. જ્યારે ઓનલાઇન થવાનો મેસેજ આવતો ત્યારે બંનેના જીવમાં જીવ આવી જતો. પછી તો વાતો જ વાતો. વેબ કેમેરામાં સંતાનોના હસતા ચહેરા, નાનકડા આયુની રમતો અને એમનું રળિયામણું ઘર જોઇને બંનેને સંતોષ થઇ જતો.
એક વખત આમ જ ચેટ કરતાં પાર્થે પૂછ્યું, “મમ્મી, આ વખતે પપ્પાજીની બર્થ ડે પર શું કરવાના ?”
“વિચારીએ છીએ. ક્યાંક બહાર જઇશું.”
“ના હોં ! ત્યારે નહીં. અમે ડિસેમ્બરમાં આવીએ ત્યારે આપણે સાથે ફરવા જઇશું. એ દિવસે અમે રજા લઇશું અને ખૂબ ચેટ કરીશું.” વિશુ બોલી.
જયંતભાઇના શરીરમાં સુખનું લખલખું ફરી વળ્યું. અંજના બોલવા જતી હતી કે કાશ એ દિવસે તમે આવી શક્યા હોત !! પણ એ શબ્દો ગળી ગઇ. અમેરિકાથી આવવું શક્ય જ નહોતું.
ચોથી જુલાઇ. હંમેશા રાતના બાર વાગે સંતાનોનો ફોન આવે. આ વખતે કેમ ફોન રણક્યો નહીં ?? હોય એ તો. થાક્યા હશે. આમે ય આપણે સવારથી જ દિવસ ગણીએ છીએને !! અંજના ઘણીવાર કહેતી પણ ખરી.”બેટા આપણો દિવસ સૂર્યોદયથી ગણાય. આ તો પશ્ચિમની રીત.” જો કે એના બચ્ચાંઓ એને રાતના બાર વાગે ઉઠાડતાં જ. આ વખતે એ સુખ મળ્યું નહીં.
જયંતભાઇ ઘસઘસાટ ઉંઘતા હતા.સવારમાં છ વાગે બેલ વાગી. અત્યારમાં આ લાંબી બેલ કોણ મારે છે ? જરા અકળાઇને અંજનાએ બારણું ખોલ્યું. અત્યંત આશ્ચર્ય વચ્ચે નજર સામે પાર્થ વિશુ ઉભા હતા !!!!
“હેપ્પી બર્થ ડે પપ્પાજી” ઘર આખું ગુંજી ઉઠ્યું. અંજનાની બાથમાં પાર્થ વિશુ હતા અને આનંદ એની આંખોમાંથી વહ્યે જ જતો હતો. બપોર સુધીમાં તો પાર્થે દોડાદોડી કરીને પાર્ટી ગોઠવી યે દીધી. વિશુએ બધાને ફોન કરી દીધા. જેટલેગનું શું ? ”અમે ત્યાંથી જ ઉંઘનું પ્લાનીંગ કરી નાખ્યું છે !!”
પરદેશ ગયેલા સંતાનોની મા-બાપ પ્રત્યે ઉપેક્ષાના ઘણા કિસ્સા તમે જાણ્યા હશે. જવા દો, ભુલી જાઓ એને. અને જુઓ, આ સો ટકા સાચી ઘટના કેવી સુગંધીદાર છે !!!
08-08-07 > દિવ્ય ભાસ્કર > કળશ > સેતુ
vaah aunty… maja aavi gai!
By: ઊર્મિસાગર on February 16, 2008
at 11:57 pm
Lataben
saras vaarta…
majhaa avee gayi.
By: Vijay Shah on February 17, 2008
at 12:04 am
લતાબેન
આજકાલ આપની વાર્તાઓ મુંબઈના કળશ વિભાગમાં કેમ નથી આવતી?
By: shivshiva on February 17, 2008
at 6:48 am
Really heart touching…!!!
By: Hiral Thaker "Vasantiful" on February 17, 2008
at 9:14 am
May be Mumbai na “Kalash” karta ahin vadhare jarur chee… Mara jeva pardeshma rehva valane.. Aaje to tame aankho paladi didhi..
By: Mihir on February 18, 2008
at 3:54 am
How to touch the heart ? Some one needs to learn from you
By: Dost on February 22, 2008
at 12:14 am
beautiful …
very gud aunty …
By: કુણાલ on February 28, 2008
at 4:47 pm
i could not resist myself to go again through the same article.
boundryless life …
By: Dost on May 8, 2008
at 7:58 am
Very few things in life has repeat value. Your story is one of them. Every time I go through, I get new dimensions.
Once again you have touched the heart of readers.
By: Dost on June 12, 2008
at 11:26 am