Posted by: readsetu | August 1, 2008

મેરા ભારત મહાન

- હે ભગવાન, ક્યારે બસ આવશે ? પગે પાણી ઉતર્યા..

સાંજનો સમય છે. એક પછી એક બસ આવતી જાય છે અને બધી ભરચક્ક.

સ્ટેન્ડ પર ઉભેલા લોકો હાથ ઉંચા કરીને થાકી ગયા છે.. એકે ય બસ થોભવાનું નામ નથી લેતી.

- આ ડ્રાઇવરો એના મનમાં સમજે છે શું ? બસ ભગાવ્યે જાય છે. કોઇ સ્ટોપ પર અટકાવે જ નહીં એમ કેમ ચાલે !!

બેએક બસ જરા ધીમી પડી ને જુવાનિયા ચાલતી બસે દોડીને ચડી ગયા. પણ પેલા કાકા અને માજીનું શું ? એ કેમ દોડે ? ક્યારના બિચારા બસ માટે ઉભા છે.

- હશે ભાઇ, ઉભા રહેશું, એકાદ બસ તો લેશે ને !! આપણાથી દોડાય નહીં !!

- ભાઇ મારાથી હવે ઉભા રહેવાય એમ નથી. આ લાકડી ઝાલીને અડધી કલાકથી ઉભી છું.  કહેતાં એક માજી નીચે ધુળમાં જ બેસી ગયા. બીજાં જોતાં રહ્યા.

થોડી વાર થઇ ને ફરી બસ આવી. જરા ધીમી પડી. બે છોકરાઓ દોડીને ચડી શક્યા.

એમાંના એકનું લોહી ગરમ થઇ ગયું. કંડકટર સાથે ઝગડી પડ્યો.

- તમે આમ બસો દોડાવ્યે જાવ તે ઘરડા માણસો કેવી રીતે મુસાફરી કરે ?

- એય બકબક નહીં જોઇએ.. લઇ જા તારા બાપાને રિક્ષામાં, કોણે રોક્યો છે ?

 - જરાક માણસાઇ રાખો. ત્યાં સ્ટેન્ડ પર એક માજી એક કલાકથી ઉભા હતા….

- મને શિખામણ દે છે ! ઉતરી જા, અબી હાલ મારી બસમાંથી ઉતરી જા.

એણે ઘંટડી મારી બસ ઉભી રાખી દીધી.

પેલો છોકરો પણ ગુસ્સે થઇને – તમારું રાજ છે ? શેના મને બસમાંથી ઉતારો ? હું સાચી વાત કરું છું…

છોકરાનો કાંઠલો ઝાલીને – અબે સત્યવાદી હરિશ્ચંદર, તું હેઠો નહીં ઉતરે ત્યાં સુધી બસ આગળ નહીં જાય. – બસ આખ્ખે આખ્ખી ભરેલી હતી.

શું છે ભાઇ ? શાંતિ રાખો ને બસ આગળ જવા દો ભાઇ ! અરે નકામી બબાલ શું કરો છો 

કંડકટરની સત્તા પર કોઇએ પડકાર ફેંક્યો હતો. એ એમ સહન શાનો કરે ?

- નહીં જાય બસ આગળ. જ્યાં સુધી આ છોકરો બસમાંથી નહીં ઉતરે, બસ આગળ નહીં જાય..

અવાજો અવાજો અવાજો અવાજો…

 બધા જોતા રહી ગયાં અને એ છોકરાને અંતે કંડકટરે બાવડું પકડીને ઉતારી જ દીધો

- તમે કોઇ બોલતા જ નથી ને આ માણસ દાદાગીરી કરે છે !!

- આટલા લોકો છે પણ આ કંડકટરની દાદાગીરી સામે કેમ કોઇ બોલતું નથી ?

પેલો છોકરો ધુંધવાતો બસ પાછળ દોડે છે…

બધા પોતાની જગ્યાએ ગોઠવાઇ જાય છે. બસ આગળ ચાલે છે.

બસ દેખાય છે..બસ નથી દેખાતી..

ઓ સ્વતંત્ર ભારતના નાગરિક, તમે તો એમાં ક્યારેય નહોતા ને !!

 

 


Responses

  1. reality of today’s india. this kind stuff tells me why more educated people like to go abroad.

  2. To do injustice is crime and
    to accept injustice is even bigger crime..

    We don’t have to loose any thing by denying to accept.

    Let us start recounting from this moment.

    I fully agree with Lataji.

  3. અંગ્રેજોથી ભારત આઝાદ થઈ ગયું, પણ આ કંડકટરોની અંગ્રેજી ગુલામી માંથી કોણ છોડાવશે ?

    એક નેતા તેના પક્ષમાંથી નાના ઉમેદવારને તગેડી મુકે, તેમ આ કંડકટરો પણ તેમનું અનુકરણ કરીને પ્રજાને બસમાંથી ઉતારતા શીખી ગયા !!

  4. Lataji,

    Main aapse ek bat puchna chahati hoon

    agar aapki ijajat ho to.

  5. If public oppose ….

    They don’t have to loose anything then injustice.

    You saw a seed. Let us wait for ” Ankur”

  6. मन समर्पित, तन समर्पित
    और यह जीवन समर्पित
    चाहता हूँ देश की धरती, तुझे कुछ और भी दूँ

    मॉं तुम्हारा ऋण बहुत है, मैं अकिंचन
    किंतु इतना कर रहा, फिर भी निवेदन
    थाल में लाऊँ सजाकर भाल में जब भी
    कर दया स्वीकार लेना यह समर्पण

  7. I look to the new year and my wish for you;

    Peace within your heart
    Love from family and friends
    Faith to guide your way
    Hope to to make it through each day
    Sunshine to light the day
    Heavenly Stars to wish upon
    Rainbows to to let you know there is a tomorrow
    A tear to show compassion
    A heart to hold the love
    But most of all I wish for you
    to feel my hand in yours,
    To know I am here if you stumble or fall.
    To bring you cheer, to bring you love,
    to return the love you always share with me.

  8. કંડકટરનો વાંક નથી!

    યેસ્સ, કંડકટરનો બિલ્કુલ વાંક્ નથી. અપરાધ તો છે એ લોકોનો જેઓ મૂંગા મોં એ તમાશો જોઈ રહ્યા, આવા (જેમાં આપણે સૌ આવી જઈએ) લોકોના મોં પર તમાચો છે, જો આ રીતે પણ કોઇ સુધરે તો. ..


Leave a response

Your response:

Categories