ક્યારેક તું મને મળ્યો હશે
હવાની મીઠી સુગંધી લહેરમાં
ક્યારેક તારા સ્મરણોએ
કૂંપળ ફૂટ્યાની ભીનાશ ભીતરમાં ભરી દીધી હશે
હવે તું સાંભરે છે
ને છાતીમાં
કાળા અંધારિયા ધુમાડા ખદબદે છે
શ્વાસ એમાં અટવાય છે
સમયના મજબુત ચોસલા ખડકાયે જાય છે
ને અંદર ઉગતી જાય છે એક ભીંત
બારી વગરની ભીંત
હૈયા પર ચુસ્ત જડાયેલું
મણમણનું ઢાંકણ ખોલવાને હું સમર્થ નથી
ને જીવન ગંધાતુ જાય છે
બાળપણમાં પાટી પર
ચિતર્યા રાખ્યા’તા મીંડાઓ
રંગ વગરના મીંડાઓ
બધી સંખ્યાઓની પાર જઇને
ફરી ત્યાં જ પહોંચવાનું
મને શાપ મળ્યો છે
મારો પડછાયો પકડી લેવાનો
પકડીને એને ખતમ કરી દેવાનો
આ જ કરતાં રહેવાનું છે
પછી જ મુક્તિ……
ગુજરાત દિપોત્સવી 2008માં પ્રકાશિત
મને શાપ મળ્યો છે
મારો પડછાયો પકડી લેવાનો
પકડીને એને ખતમ કરી દેવાનો
આ જ કરતાં રહેવાનું છે
પછી જ મુક્તિ……
Amazine poetry !!
By: Neepra on April 18, 2009
at 6:34 pm
Sundar achhandas…!
By: ઊર્મિ on April 18, 2009
at 8:09 pm
બાળપણમાં પાટી પર
ચિતર્યા રાખ્યા’તા મીંડાઓ
રંગ વગરના મીંડાઓ
બધી સંખ્યાઓની પાર જઇને
ફરી ત્યાં જ પહોંચવાનું
મને શાપ મળ્યો છે
મારો પડછાયો પકડી લેવાનો
પકડીને એને ખતમ કરી દેવાનો
આ જ કરતાં રહેવાનું છે
પછી જ મુક્તિ……
ખૂબ સુંદર
By: pragnaju on April 19, 2009
at 5:45 am
મને શાપ મળ્યો છે
મારો પડછાયો પકડી લેવાનો
પકડીને એને ખતમ કરી દેવાનો
Why to have so much negative approach towards life. let people say ” vah”
I would like to say “aah”
Do some thing….
which can convert
This ” AAH”
In
“VAH”
Why to fight with shadow?
Light a small lamp.
The light of your soul..
and the shadow is…..
By: priyal on April 19, 2009
at 12:32 pm
કેમ બહેન આટલો બધો વીષાદ?
જીવન બહુ જટીલ હોય છે. તેનો તાગ પામવું સરળ નથી હોતું. કટુતા જ યાદ રાખ્યા કરીએ, એના કરતાં ક્ષણમાં જીવવાનો આનંદ માણીએ તો?
જેણે કદી ઉજાસ જોયો જ નહોતો તેવી, હેલન કેલરનું એક બહુ જ સરસ વાક્ય યાદ આવ્યું -
સુર્ય તરફ ચહેરો રાખીએ તો પડછાયો ન દેખાય.
By: સુરેશ જાની on April 19, 2009
at 3:22 pm
Lataben, Finely found your site..nice achhandasce..read and though what you want to say about..Sadhnaben oftern reminds about you.
By: Dilip Gajjar on April 19, 2009
at 6:32 pm
સુંદર અછાંદસ…….
મુક્તિની એક ભયાનક વિભાવના !!
By: Pinki on April 20, 2009
at 10:55 am
મિત્રો,
અંધારુ ને અજવાળું સાથે જ ચાલે છે..
એમ જ જીવનમાં સુખ અને દુખ.
કોઇ વસ્તુ જીવનમાં કાયમી નથી હોતી. ક્ષણો આવે છે અને જાય છે.
આ એવી કોઇ ક્ષણોની તસ્વીર છે..
કવિતા પીડામાં જલ્દી જન્મે છે.
જ્યારે એ કાવ્ય તરીકે જન્મે છે પછી એનું મુલ્ય કાવ્ય તરીકે જ..
એ શબ્દો મળીને કવિતા રચાઇ કે નહીં, એટલું જ અને એ જ અગત્યનું..
ક્ષણો માત્ર ભંગુર છે.. સુખની કે દુખની…
આ જવાબ મારા તમામ મિત્રો માટે..
મારા કાવ્યમાં રસ લઇ કૉમેંટ આપવા બદલ આપ સૌનો આભાર..
લતા હિરાણી
By: readsetu on April 20, 2009
at 3:56 pm
ક્ષણો ભંગુર છે ..
માટે એક જ ક્ષણ જીવીએ તો?
દરેક ક્ષણે નવો જન્મ .. નવો અવતાર .. નવી તાજગી ..
By: સુરેશ on April 20, 2009
at 5:30 pm