મિત્રો,
નમસ્તે.
હાલમાં હું ‘ગુજરાતના બાલરત્નો’ પર એક પુસ્તક લખી રહી છું.
આપના સ્વજનોમાંથી કોઇએ 16 વર્ષની વય સુધીમાં ( શાળા સમય દરમિયાન ) ઇંટરનેશનલ, નેશનલ કે ગુજરાત સ્ટેટ લેવલે વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરી હોય તો મારો સંપર્ક કરવા વિનંતી.
સુચનાઓ.
1. એ મૂળ ગુજરાતી હોય. ભલે હાલમાં એનો વસવાટ દુનિયામાં ક્યાંય પણ હોય.
2. એની સિધ્ધિ એની શાળા દરમિયાનની હોવી જોઇએ.
આપ કૉમેન્ટ મુકશો તો ઇમેઇલ દ્વારા માહિતી મોકલી આપીશ.
પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે છે એટલે ત્વરિત સંપર્ક કરવો.
આભાર.
લતા હિરાણી