મેં મારું એકાંત
બધી દિશાઓમાં વેરી દીધું
અને પછી કણેકણમાં ફૂટ્યા
અવાજ વગરના ટહુકાઓ……………
મેઘધનુષ આવીને મને પૂછી ગયું
આ પહાડ પર ગુંજે છે એ તારાં ગીત ??
મેં કહ્યું ના, આ લોહીના લયમાં ચુપચાપ વહે છે
એ જ મારાં ગીત
પાંદડીએ હળવેથી મલકી
સાક્ષી પૂરી દીધી……
એણે ફરી પૂછ્યું
આ પર્વત, નદી, ઝરણાં ને વનરાઇ
તાર જ રક્તના લયને તાલ પુરાવે છે ને !!
હું ઉઘડતા મૌનથી ઉભરાઇ ગઇ…
દિશાઓ સાક્ષીભાવે ગુંજી રહી….
મને ખબર છે, હું અનુભવું છું
મારા લખચોરાશી કાળના કઠેડાથી
મારી પર વરસ્યા કરે છે એ સુર
ને મારા એકાંતમાં એ ઓગળી જાય છે
પછી ફેલાય છે સુર્યનું વ્હાલ
ને ચંદ્રનું સ્મિત……
મારું શાંત સરોવર હિલોળે ચડે છે
અને એક અનુબંધ રચાય છે
જોડાઇ જઇએ છીએ
હું અને આકાશ, હું અને ધરતી
વચ્ચે ગુંજ્યા કરે છે કોઇ
અનહદનો નાદ થઇ…..
મેં મારું એકાંત
બધી દિશાઓમાં વેરી દીધું
અને પછી કણેકણમાં ફૂટ્યા
અવાજ વગરના ટહુકાઓ……………
Kamaal ni abhivyakti
Mazaa aavi gai.
By: Harnish Jani on April 27, 2009
at 10:09 pm
waah !!
panchmahabhutma ekakaar !!
By: Pinki on April 27, 2009
at 10:57 pm
વાહ..!
સુંદર અભિવ્યક્તિસભર અછાંદસ.
અભિનંદન.
By: DR.MAHESH RAWAL on April 27, 2009
at 11:45 pm
સાચે જ સુંદર…
By: સુનિલ શાહ on April 28, 2009
at 3:48 am
Very nice.
“પછી ફેલાય છે સુર્યનું વ્હાલ
ને ચંદ્રનું સ્મિત……
મારું શાંત સરોવર હિલોળે ચડે છે
અને એક અનુબંધ રચાય છે
જોડાઇ જઇએ છીએ
હું અને આકાશ, હું અને ધરતી
વચ્ચે ગુંજ્યા કરે છે કોઇ
અનહદનો નાદ થઇ”
By: Hiral Vyas "Vasantiful" on April 28, 2009
at 9:03 am
saras!
By: vijayshah on April 28, 2009
at 7:09 pm
Saras achhandas
By: Dilip Gajjar on April 28, 2009
at 7:17 pm
Very nice Lataben,
I love your blog. Specially yours introduction. with shabdo….love it
Sapana
By: sapana on April 28, 2009
at 7:52 pm
I dont think your poems need any comments.
Are You in your poems or otherway round ?
BIG ……………………….!!!!!!!!!!!!!!!!!
By: priyal on April 29, 2009
at 1:57 pm