હું સ્ત્રી છું
આદિ અનાદિ કાળથી એક સ્ત્રી
મારી ત્વચાના પ્રત્યેક છિદ્રમાંથી પ્રગટ્યા કરે મીરાં
ને મારા નૃત્ય, મારા ગીતને
ચિર તરસ એક સૂરની, યુગોયુગોથી
મારી નસનસમાં વહ્યા કરે રાધા
ને મારી આંખોમાં અંજન ચિર પ્રતિક્ષાનું
જાણે જળ જમુનાનું
મારા ગર્ભમાં ઉછર્યા કરે કૃષ્ણ
હું જન્મ આપ્યા કરું
ને એની ભાળ મળે ગોકુળમાં
મારી આંખમાંથી નિતર્યા કરે કાન
માખણ ને મટુકી થીજ્યાં જાણે હિમ
ને એ વસે જઇ મથુરા
આ ચિર વિરહ, ચિર પ્રતિક્ષા કે ચિર તપસ્યાનું ફળ મળે ?
આપો, તો વરદાન આપો
મારે ‘સ્ત્રી’ મટી જવું છે……
મીરા, રાધા, દેવકી અને યશોદામય થઈ કૃષ્ણપ્રેમ અને કૃષ્ણવિરહના અવઢવની ઓથે સ્ત્રીનું વાત્સલ્ય વરદાન છે કે અભિશાપ એવો ગહન પ્રશ્ન ઊભો કરી સ્ત્રીત્વને હચમચાવતી સંવેદના સુપેરે વ્યકત કરી છે. સપાટ વર્ણનની જગ્યાએ વ્યંજનાથી મધુર કાવ્યરસ ઉત્પન્ન થાય છે.
By: પંચમ શુક્લ on June 19, 2009
at 2:31 am
ન સ્ત્રી ન પુમાન અસ્મિ…નું મને સતત સ્મરણ રહે તો……આત્મા અલિપ્ત છે…જો ધ્યાનપૂર્વક જાગરણ રહે તો…કશો ભેદ નથી.
સમાધિ અવસ્થામા સામ્ય છે..જેમ નિંદ્રામાં…
સુંદર વિચારશીલ કાવ્ય..મંથનયુક્ત..અધ્યાત્મિક..લતાબેનને અભિનંદન.
By: Dilip Gajjar on June 19, 2009
at 2:15 pm
સુંદર રચના…
મારે સ્ત્રી મટી જવું છે! ક્યા બાત હૈ !
By: વિવેક ટેલર on June 19, 2009
at 6:52 pm
Wah Lataben,
khub saras.Can we do that?Wishful Thinking.
Sapana
By: sapana on June 19, 2009
at 8:02 pm
waaaaah….. !!
wonderful ,
no words……….. !!
kaaash, aisa bhi hota ….
but i don’t want !!!
By: Pinki on June 19, 2009
at 9:11 pm
it’s abeautiful poem! is it written by you?
if so..heartili congratulation Lata..
By: વિશ્વદીપ બારડ on June 19, 2009
at 10:18 pm
ખુબ જ સુંદર રચના થઈ છે…!
By: રાજીવ on June 20, 2009
at 7:16 am
Very nice poem!!! Excellent..
By: Hiral Vyas "Vasantiful" on June 20, 2009
at 8:25 am
સુંદર રચના. પણ એક અણિયાલો સવાલ પૂછું ? કદાચ ના કરે ને નારાયણ અને કોઈ એક સમયે સ્ત્રીઓને વિકલ્પ આપવામાં આવે કે આવતા જન્મમાં સ્ત્રીને સ્ત્રી તરીકે ના જન્મવું હોય તે પોતાની પસંદ ઈશ્વર સમક્ષ વ્યકત કરી દે તો કેટલી સ્ત્રીઓ સ્ત્રી તરીકે નહિ જન્મવાનો વિકલ્પ પસંદ કરશે આપના સહિત તે કહો
સ-સ્નેહ
અરવિંદ
By: arvindadalja on June 20, 2009
at 1:41 pm
સામાન્ય રીતે મને પદ્યમાં ઓછી ગતાગમ પડે છે પરંતુ અમુક ક્રિયેશન ખરેખર “હટકે” હોય છે.
એ કેટેગરીમાં તમારૂં આ કાવ્ય આવે છે અને એમાંયે અંત તો જાણે કોઇ શોર્ટ સ્ટોરી વાંચતા હોઇએ એવો જબરદસ્ત છે કે = ‘સ્ત્રી’ મટી જવું છે…
રિયલી જસ્ટ સુપર્બ.
By: Rajni Agravat on June 22, 2009
at 6:37 pm
સ્ત્રી સહજ ભાવ અભિવ્યક્તિનું સુંદર નિરૂપણ.
બનવા કે મટી જવાનાં વિકલ્પો જો હસ્તગત હોત તો,ઘણી ઉથલ-પાથલ થઈ જાત….!
By: ડો.મહેશ રાવલ on June 24, 2009
at 11:55 am
thank you to all friends.. thank you very much
By: readsetu on August 18, 2009
at 2:39 pm