શિયાળાનો સમય હતો. ન્યુયોર્કની સડકો બરફથી છવાઇ ગઇ હતી. એ વખતે નવેક વરસનો છોકરો ટાઢથી ઠૂઠવાતો એક ડિપાર્ટમેંટલ સ્ટૉરના શોકેસના બહારના કાચની આરપાર તાકીને કંઇક જોઇ રહ્યો હતો. કાતિલ ઠંડીમાં એણે શરીર પર થોડાક ચીંથરા વીંટ્યા હતા. એના પગ ખુલ્લા હતા. ઠરી જતા આંગળાઓને રાહત આપવા એ વારંવાર એક પગ ઊંચો લઇ લેતો હતો. એના હોઠ ફાટી ગયા હતા. એ ખૂબ જ ભુખ્યો હશે એવું એના દેખાવ પરથી લાગતું હતું. ડિપાર્ટમેંટલ સ્ટોરના પારદર્શક કાચમાંથી નજરે પડતાં બુટ, ગરમ કપડાં, બ્રેડ વગેરે જોતાં જાણે એ ક્યાંક ખોવાઇ ગયો હતો.
‘બેટા, આટલી ઠંડીમાં તું શું જોઇ રહ્યો છે?’શ્રીમંત દેખાતી એક સ્ત્રીએ એના ખભા પર હાથ મુકી પૂછ્યું. પેલો છોકરો ચમકી ગયો અને બોલ્યો,”મેમ, હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે પેલા બુટ મને અપાવે. હવે મારાથી ઠંડી સહન નથી થતી એટલે એ જલ્દીથી મોકલાવે.”
પેલી સ્ત્રી થોડીક ક્ષણો વિચારમાં પડી ગઇ. પછી એ છોકરાનો હાથ પકડીને એને સ્ટોરની અંદર લઇ ગઇ. કાઉંટર પર બેઠેલા માણસને આ છોકરાના માપના સારામાં સારા બુટ અને મોજાં કાઢવાનું કહ્યું. આ દરમિયાન એણે નોકર પાસે બાથરુમમાં ગરમ પાણી કરાવી બાળકના હાથપગ ધોવડાવી એને ગરમ કપડાં અને કોટ પહેરાવ્યાં પછી સ્ટોરની કેંટિનમાં એને ગરમ ચોકલેટ અને સેંડવિચનો નાસ્તો કરાવ્યો. ત્યારબાદ બાળકને એના બુટ બરાબર બાંધી આપવાનું કહી પોતે બારણા તરફ આગળ વધી.
”અલ્યા છોકરા !! તું ઓળખે છે એ સ્ત્રીને ? એ સ્ત્રી કોણ હતી તને ખબર છે ?” બુટની દોરી બાંધતાં કાઉંટર પરના માણસે પ્રશ્ન કર્યો. એ બાળકે માથું હલાવી હા પાડી.
પોતાની અને આ સ્ટોરની માલિકણને આ શેરીમાં રખડતો છોકરો ક્યાંથી ઓળખે !! એ વાત એને સમજાતી નહોતી. એણે ખાતરી કરવા પૂછ્યું, “કોણ હતી, બોલ ?”
આંખમાં છલકાઇ આવેલા આંસુ સાથે એ બાળકે કહ્યું,” એ ભગવાનના પત્ની હતાં. મેં પ્રાર્થના કરી હતી એટલે મને બુટ આપવા આવ્યા હતા !!”
ડો. આઇ. કે. વિજળીવાળાના પુસ્તક ‘મનનો માળો’માંથી સાભાર
અદભૂત વાત..લક્ષ્મીજી જ જાણે ન્યુયોર્કમાં હતા…ઘ્ણો બોધ આપી જાય છે સાયકોલોજીકલી..લતાબેન ને ધન્યવાદ ખુબ ઉચી ગુણવત્તાની આ પોષ્ટ આપવા બદલ.
By: Dilip Gajjar on October 23, 2009
at 9:38 pm
wahhhh gajab ni vat hati..ruvada ubha thai gaya vachine…khub saras..me mari dikrio ne sambhadavi..e loko pase shabd j nahota ..khub saras …
http://neeta-kotecha.blogspot.com/
http://aakroshh.blogspot.com/
http://neetassms.blogspot.com/
http://neeta-myown.blogspot.com/
By: neetakotecha on October 24, 2009
at 5:06 am
We used to say” Bhagvan ni lathi kya..kyare padse te khabar nathi hoti ”
Similarly or rather I would put this before the lathi that…
Bhagvan kya swarupe tamaari kevi rite madad karse teni pan khabar nathi hoti.
Take it as it comes to you.
By: priyal on October 24, 2009
at 9:15 am
હા લતાબેન,
સાચી વાત ભગવાન કઈ ખુદ ન આવે એ પણ એ સ્ત્રી જેવા દૂત મોકલે.તમારી વાર્તા વાંચવી મને ગમે છે..એમાંથી છેવટે કોઈ સારપ નીકળે છે જે તમારાં નિખાલસ હ્રદયની આરસી બતાવે છે
સપના
By: sapana on October 24, 2009
at 10:13 pm
આંખમાં છલકાઇ આવેલા આંસુ સાથે એ બાળકે કહ્યું,” એ ભગવાનના પત્ની હતાં. મેં પ્રાર્થના કરી હતી એટલે મને બુટ આપવા આવ્યા હતા !!”……
Nice Post…& Salutation to Dr. Vijaliwala for the varta & THANKS to you, Lataben for publishing as a Post.
Invitin you to my CHANDRAPUKAR !
DR>CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
By: chandravadan on October 25, 2009
at 3:28 am
આને કહેવાય સાચી શ્રધ્ધા અને સાચું પુણ્ય ..
By: Sure Jani on October 25, 2009
at 6:48 am
neetakotecha.1968@gmail.com
maro id che…
By: neetakotecha on October 30, 2009
at 9:54 am
simply gr8… !
no words !!
By: Pinki on October 31, 2009
at 4:04 pm