Posted by: readsetu | October 29, 2009

કદાચ આવતી કાલની સવાર મારા વગરની ઊગે !!

પ્રિય,

જો આવતી કાલની સવાર કદાચ મારા વગરની ઊગે, હું તને જોવા ન મળું, સૂર્ય ઊગે પણ હું ન હોઉં, એવી ક્ષણ આવે તો હે પ્રિયે !! ખુબ જધ્યાનથી સાંભળજે… તું મારા માટે રડીશ એ મને બિલકુલ નહીં ગમે… આમેય તું રડે છે એ મને ક્યારેય નથી ગમતું. તું મને ખુબ ચાહે છે તેની મને જાણ છે. હું પણ તને ખુબ ચાહું છું. તારી સાથે પસાર કરેલી જિંદગીની સૌથી અદભુત ક્ષણોની યાદગીરી, આપણે સાથે જોયેલાં સપનાં, એ પળેપળ તને મારી યાદથી ભરી દેશે. મને પણ દરેક ક્ષણે તારી યાદ આવશે જ …

 પણ જો કદાચ આવતી કાલ ખરેખર મારા વિના ઊગે તો હે પ્રિયે ! એટલું સમજવાની કોશિશ કરજે કે સ્વર્ગમાંથી એક ફિરસ્તો મારું નામ લઇને આવ્યો હતો. મારે હવે સ્વર્ગમાં રહેવા જવાનું છે એવું મને કહેતો હતો. મારા ચહિતા અને મને ચાહતા સૌને છોડીને સાવ એકલા જ મારે એનો હાથ પકડીને જવાનું હતું. હું જાણતો હતો કે મારે હવે જવું જ પડશે તો પણ મારી આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. આખી જિંદગી મેં એવું જ વિચારેલું કે મારે ક્યારેય મરવાનું નથી. ઘણું જીવવું છે, ખુબ પૈસા કમાવા છે. નામ મેળવવું છે. ખુબ સંપત્તિ એકઠી કરવી છે. આવી આવી તો હજાર ઝંખનાઓને મેં પાળી પોષી હતી.

 એવું થાય છે કે જો એકાદ દિવસ પણ વધારે મળી જાય તો આ બધી ઇચ્છાઓને ત્યજીને મારે તારી સાથે રહેવું છે. કામ અને કમાવાની દોડાદોડીમાં દિવસો કાઢવાને બદલે તને ખુબ જ વહાલ કરવું છે. દિલથી ભેટીને તને આવજો કહેવું છે. હું હવે એ જાણે ગયો છું કે હવે આ વાત શક્ય નથી. હવે તો તારી યાદગીરી જ મારી સાથે રહેશે.

 હવે દુનિયાની ઝાકઝમાળ, દુખ આનંદ કંઇ પણ મને સ્પર્શી શકશે નહીં. આજે જ્યારે હું સ્વર્ગના દરવાજામાંથી અંદર ગયો ત્યારે ખુદ ભગવાને મને આવકાર્યો. મંદ મંદ સ્મિત સાથે એમણે એમનો હાથ લંબાવ્યો. કહ્યું, ‘આ જગ્યા એ તારી અનંત યાત્રાની અનંત શરુઆત છે.. આનું જ મેં તમને વચન આપ્યું હતું. યાદ છે ને ? દુનિયાની તારી જિંદગી હવે હંમેશ માટે ભુતકાળ છે. અહીં કોઇ ભવિષ્યકાળ જ નથી… અહીંયા બધા દિવસો સરખાં છે. તું હંમેશા મારામાં વિશ્વાસ ધરાવતો રહ્યો છે. ઘણી બધી વખત મને ન ગમતાં કૃત્યો જાણવા છતાં તેં કર્યા છે. પણ જા !! આજે તને એ બધાની માફી આપું છું. હવે મારો હાથ પકડીને આ અનંતને સ્પર્શી જો. તને હંમેશ માટે હું મારામાં સમાવી લઉં છું.”

 એટલે હે પ્રિયે, આવતી કાલની સવાર કદાચ મારા વગરની ઊગે તો મને બહાર ક્યાંય ન શોધતી. તારા હૃદયમાં જોજે. ભગવાનની જોડાજોડ હું પણ ત્યાં હોઇશ !! ચોક્કસ ત્યાં જ હોઇશ !!

ડૉ. આઇ. કે વિજળીવાળાના પુસ્તક ‘મોતીચારો’માંથી સાભાર


Responses

  1. Inspiring thoughts

    and reality of life too

  2. ઘણી બધી વખત મને ન ગમતાં કૃત્યો જાણવા છતાં તેં કર્યા છે. પણ જા !!

    સુંદર અભિવ્યક્તિ..લતાબેન સુંદર પોષ્ટ વાંચવી ગમી. આભાર….ટુંકમા અનંતની સમજણ તરફ લઈ જાય છે..કેવો દષ્ટીકોણ હોય તો વિયોગ ન સાલે તેવુ આશ્વાસન આપના પ્રિયતમ આપનને આપી જાય છે…ચાહનાર આપનને ફિરસ્તો જ લાગે તે આવકાર્ય પનને યોગ્ય પણ આપણને ચાહના મળી..જીવનનો સંગાથ મળ્યો જે કોઈનો તે પરમ ભાગ્ય છે..બહુ વ્યસ્ત રહેવાની જરુર નથી..પ્રભુ અને જગત તેનાથી જુદા નથી તેથી જ અદ્વૈત..બે નહિ..આપણને પસંદગી ગમે સ્વર્ગ અને નરક..આ દેશ અને પ્રદેશ..
    સ્વર્ગ ને નરકથી જે પર ગયા તે અમરત્વના પ્રદેશમા ગયા..જેણે બંને સ્વીકાર્યા તે બમ્ન્નેની પર ગયા બન્ને ને છૉડીને..પસંદગી અશક્ય છે..ગયા તેનો શોકની અને મળ્યા તેના હર્ષની..હોવુ તે પણ આનંદ ન હોવુ તે પણ આનંદ..જે કૃષ્ણ્મૂર્તી કહે ,ચોઈસલેસ ચોઈસ…

  3. very nice..touchy

  4. ડૉ. આઇ. કે વિજળીવાળાનુ લખાણ વિચારપ્રેરક અને સંવેદનશીલ છે.
    પસંદગી ગમી.

  5. khub saras..jane hraday ni aakho khuli gai..

  6. એટલે હે પ્રિયે, આવતી કાલની સવાર કદાચ મારા વગરની ઊગે તો મને બહાર ક્યાંય ન શોધતી. તારા હૃદયમાં જોજે. ભગવાનની જોડાજોડ હું પણ ત્યાં હોઇશ !! ચોક્કસ ત્યાં જ હોઇશ !!

    v.nice !

  7. લતાબેન તમારી આ ચીઠ્ઠિ વાંચી ગદગદિત થઈ ગઈ.ખરેખર આપણે જિંદગીની ભાગદોડમામ આપણા પ્રિયને વહાલ કરવાનુ ભૂલી જૈએ છિએ
    સપના


Leave a response

Your response:

Categories