પરદેશની એક પ્રાથમિક શાળાના બાળકોને ભગવાનને પત્ર લખવાનું કહેવામાં આવ્યું. પત્રોમાંના થોડાંક વાક્યો..
- હે ભગવાન, તું કેટલું બધું કામ કરે છે ! જગતની દરેકે દરેક પ્રવૃતિ તેમ જ વ્યક્તિનો તું ખ્યાલ રાખે છે. તો હેં પ્રભુ, તું વેકેશન પર જાય ત્યારે આ બધું કોણ સંભાળે છે ? – જેન
- સાચું કહું ભગવાન ? પ્રાર્થનાના સમય સિવાય પણ હું ઘણી બધી વખત તારા વિશે વિચારું છું. – ઇલિયોટ
- ભગવાન ! હું હંમેશા એવું માનતી હતી કે નારંગી અને જાંબલી રંગ એકસાથે ક્યારેય સારા ન લાગે. પણ ગઇકાલે તારી ખીલવેલ સંધ્યાના રંગો જોયા પછી મારી એ માન્યતા જ બદલાઇ ગઇ. – માર્ગારેટ
- એક ખાનગી વાત પૂછી લઉં ભગવાન ? તમે ખરેખર અદ્ર્શ્ય છો કે પછી એ કોઇ ચાલાકી, ટ્રીક છે ? !! – લ્યુસી
- હે ભગવાન, શું મારા પપ્પા નરકમાં જશે ? મારી મા કહેતી હતી કે જો મારા પપ્પા ઘરમાં ખરાબ શબ્દો બોલશે તો જરુર નરકમાં જશે. – અનિતા
- ભગવાન, સાચ્ચે સાચ્ચું કહેજો હોં !! તમે ખરેખર જિરાફને આવું જ બનાવવાનું નક્કી કરેલું કે પછી અકસ્માતે જ એ આવું લાંબી ડોક વાળું બની ગયું ? – નોર્મા
- હે ભગવાન, માણસોને મરી જવા દઇને નવા બનાવ્યા કરાવાની ઝંઝટ કરવા કરતાં હાલમાં જે જીવતા છે એ બધાને કાયમ રાખી દો તો કેવું ? – જેન
- હેં ભગવાન, આ બધા દેશોની આસપાસ રેખાઓ કોણ દોરે છે ? – નાન
- હેં ભગવાન, તમે રવિવારે જ પ્રાર્થનાનો દિવસ કેમ રાખ્યો છે ? અમારા માટે એકાદ દિવસ તો આખ્ખો રજાનો ન હોવો જોઇએ ? – ટૉમ
- હે પ્રભુ, મને એક નાનકડો વછેરો મોકલી આપો ને !! એમ કરો, મોકલી જ આપજો. કારણ કે મેં આ પહેલી જ વખત તમારી પાસે કંઇક માગ્યું છે. વિશ્વાસ ન આવે તો મારા ખાતાની ચોપડીમાં જોઇ લેજો !! – બ્રુસ
- સાચું કહું ભગવાન, મારો નાનો ભાઇ ઉંદરડો જ છે. મારી બધી વસ્તુઓ એ કાપી નાખે છે. બસ, એને એક પૂંછડી ઉગાડી દેજો, હા !! હા !!.. – ડેની
- ભગવાન હું મોટો થઇને મારા ડેડી જેવો બનવાની ઇચ્છા રાખું છું, પણ મને આખા શરીરે એમની જેટલા વાળ ન ઉગાડતા !! – સામ
- હે ભગવાન, તમે મારી જરા પણ ચિંતા કરતા નહીં !! રસ્તો ઓળંગતી વખતે હવે હું બંને તરફ બરાબર જોઇ લઉં છું ! – ડીન
- તમે તો બધાને જોઇ શકો છો ને બધું જ જોઇ શકો છો ને પ્રભુ ? આ રવિવાર તમે ચર્ચમાં જોજો, હું તમને મારા નવા બુટ બતાવીશ !! – મિકી
- તમે બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે હું પણ 900 વરસ જીવી શકું એવું કંઇક કરી આપજો ને ભગવાન !! – ક્રીસ
- ભગવાન, આજે અમને નિશાળમાં શીખવાડ્યું કે થોમસ આલ્વા એડીસને લાઇટબલ્બની શોધ કરી. પણ ચર્ચના પાદરી તો કહેતા હતા કે પ્રકાશ તમે બનાવ્યો છે. તો જોઇ લેજો, ક્યાંક એડિસને તમારી શોધ પોતાના નામે તો નથી ચડાવી દીધી ને ? – ડોના
- તમે મને નાનકડો ભાઇ મોકલી આપ્યો એ બદલ તમારો આભાર ભગવાન, પણ મારે તો નાનકડું ગલુડિયું જોઇતું હતું !! – જોઇસી
- ભગવાન, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ જગતની દરેકેદરેક વ્યક્તિને ચાહવી તારા માટે ખૂબ જ કપરું કામ બની રહેતું હશે નહીં ? અમારા ઘરમાં તો અમે ચાર જ જણ છીએ છતાં એકબીજાને ચાહી નથી શકતા !! – જ્હોન
બાળકો ભગવાનની કેટલા નજીક હોય છે !!!!
ડૉ. આઇ. કે. વીજળીવાળાના પુસ્તક ‘અંતરનો ઉજાસ’માંથી સાભાર
very very nice….
By: વિશ્વદીપ બારડ on November 7, 2009
at 9:20 pm
યથાર્થ… સરસ.
By: પંચમ શુક્લ on November 8, 2009
at 12:16 am
સાચે જ ખૂબ સરસ….
સીમા
By: sima shah on November 8, 2009
at 6:45 am
thank u Seema
By: readsetu on November 9, 2009
at 2:59 am
મજા પડી…
By: sunil shah on November 8, 2009
at 7:32 am
ખૂબ સરસ.
ઘર મસ્જીદ હૈ બહુત દુર,
ચલો કીસી રોતે હુએ બચ્ચે કો
હસાયા જાય..
By: pragnaju on November 8, 2009
at 3:49 pm
ભગવાન, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ જગતની દરેકેદરેક વ્યક્તિને ચાહવી તારા માટે ખૂબ જ કપરું કામ બની રહેતું હશે નહીં ? અમારા ઘરમાં તો અમે ચાર જ જણ છીએ છતાં એકબીજાને ચાહી નથી શકતા !! – જ્હોન
સત્ય છે માણસ બાલમન હજી ધરાવતો હોત તો ચાહી શકત..તે બહુ પ્રેક્ટીકલ થયો છે તે કોઇ પ્રેમ જાળ કે સમજણના તંતુમા બંધાવા નથી માંગતો..અદ્ભૂત સંવાદ બાલમન કરી શકે છે
ખુબ જ વિસ્મયકારક, વિચારશીલ ,રમુજયુક્ત, ખુબ જ ઉડા તત્વજ્ઞાન અને એમ લાગ્યુ કે બાલકો અને ભગવાન વચ્ચે કશુ જ અંતર ન હતુ કે કોઈ કર્મકામ્ડ કે શ્લોકોની જરુરત નહોતી..પહેલા કદિ આઉ નહિ વાંચ્યુ..અતિ સુંદર લેખ આપવા બદલ લતાબેન આપનો ખુબ ખુબ આભાર…
By: Dilip Gajjar on November 8, 2009
at 9:50 pm
બહેનશ્રી લતાબેન,
પ્રભુના પ્યારા અને કાલીઘેલી બોલીના એ નિખાલસ અને નિર્દોષ સર્જનોના હૈયેથી નિપજેલા એ પ્રાર્થનામોતીઓ ખરેખર પાણીદાર છે !
By: ચાંદ સૂરજ on November 8, 2009
at 9:59 pm
Bhagvan Ko Gussa kab aata hai ?
By: priyal on November 9, 2009
at 9:11 am
thank to all
By: readsetu on November 9, 2009
at 4:12 pm
તમારું વાંચન સારું છે.કોઈકને તો વિચાર કરતો કરી મૂકશે.જીવવાનુ પ્રોત્સાહન પુરું પાડવું એ પણ વાંચનારનું કર્તવ્ય છે, અને તમારામાં દેખાય છે, તમારી પસંદગી દ્વારા.
By: himanshupatel555 on November 11, 2009
at 10:10 am
સરસ
By: Bina on November 11, 2009
at 7:15 pm
લતાબહેન
બીજા વાંચકોની જેમ મને પણ આ નાની વાર્તા ગમી. અમેરિકામાં પણ ક્યારેક ભગવાન બાળકોની રક્ષા કરવા પૃથ્વી પર આવતા હશે તે માની શકાય તેવી વાત છે. આપણા દેશમાં આવા ચમત્કારો સ્વીકારી લેવામાં આવે છે પણ અમેરિકામાં આવી શ્રદ્ધાનો અનુભવ થાય તે એક અજાયબીની વાત છે. ને વાર્તામાં પણ અજાયબી છે!!
રોહિત બ્રિસ્ટલ
By: Dr Rohit Barot on November 17, 2009
at 3:31 am