રોજ સવારે
ઉઘડતી બારીમાંથી રસ્તો કૂદે છે.
લંબાય છે, લંબાય છે…. સડક પર…
અનંત તરફ…
મન એની પાછળ
નદીની જેમ વહ્યા કરે છે ને નથી પહોંચી વળતું
ક્યારેક સમય એને સૂકવી નાખે છે……
રસ્તો રોજ નિરાશ થઇ, ક્ષિતિજમાં ઓગળી જાય છે
સાંજ પડે વસાતી જતી બારીમાંથી અંધારું
ભફાંગ કરતું જંપલાવે છે
સડકના વીંટલામાં સુકાયેલું મન લઇને…
આમ થયા જ કરે છે, થયા જ કરે છે
રોજ રોજ, રોજે રોજ….
અને ઘરના ખૂણે ટમટમતો નાનકડો દીવો
સવાર સાંજ, આ ખેલને
ટગરટગર તાક્યા કરે છે, તાક્યા જ કરે છે….
જો હું આ બહુ જ સરસ રચનાને ( એને ગદ્ય/ પદ્ય જેવા બીબામાં ઢાળ્યા વગર ! ) બરાબર સમજ્યો હોઉં તો, આ જીવન તરફ બહુ જ નીરાશાવાદી નજર છે. ( અવલોકન શબ્દ નથી વાપરતો – મારો ટ્રેડ માર્ક લાગી જવાની બીકે ! )
રોજની રફ્તારને સહજતાથી સ્વીકારી લેવામાં સાચી શરણાગતિ છે. ઝૂઝવું પડે તો ઝૂઝીને; હાર કે જીતની/ કશીયે સફળતાની ઈચ્છા કર્યા વિના કે નિષ્ફળતાના ડરથી નિષ્ક્રીય બન્યા વિના ઉલ્લાસથી આવી મળેલા મહામૂલા સવારના ઉજાસને સત્કારીએ અને રાત પડતાં એ જ ઉલ્લાસથી મહામૂલો આરામ માણીએ , એ ……
આર્ટ ઓફ લિવિંગ
By: સુરેશ જાની on February 11, 2012
at 1:15 am
સરસ અભિવ્યકતિ.
કવિતાને કવિતાની રીતે જ માણીએ તો? કવિએ *સતત* સ્યૂડોવિધાયક કે સમાજ સુધારક બનવાની જરૂર ખરી? ખોખલા ઉપદેશો માટે સાધુ-બાવાઓ અને ભ્રામક વિધાયકતામાં સમાજને ઢસડવા માટે લાઈફ ટ્રેઈનરોનો રાફડો ઓછો છે?
By: પંચમ શુક્લ on February 18, 2012
at 4:58 pm