Posted by: readsetu | February 18, 2012

આંખોમાં ક્ષિતિજ ભરી લઇએ

કવિ (ઑગસ્ટ 2006)માં પ્રકાશિત 

આંખોમાં ક્ષિતિજ ભરી લઇએ

ને છાતીમાં આકાશ

પછી પ્રકટ્યા જ કરે

દસે દિશાઓથી ઝળહળતો સૂર્ય

લિપિ કે શબ્દકોશથી સાવ અજાણ

પૃથ્વીના કોઇપણ પડમાં

મહોરતી જ રહે છે સ્પર્શની ભાષા

ઇચ્છાઓના વનની સરહદ કોઇએ જોઇ ?

ઊગ્યા કરે અડાબીડ

ને દળ્યા કરે હૈયે હૈયાં, સઘળા

વૃક્ષોના પાન પાસે કોઇ નિયમાવલિ નથી

બસ ખુલે છે, ખીલે છે, ખરે છે

મથી મથીને હારી જશો

કે ડિગ્રીઓ કુરબાન કરી દેશો

તો યે નહીં કરી શકો ફૂલોના હાસ્યનો અનુવાદ

ઝાડનો છાંયો કે માનવીનો પડછાયો

એમાં ક્યાંય ન હોય વિખવાદ

ને તો યે આ વાડો, આ સરહદો

કોણ વાવ્યા કરે છે ?

કોણ ખેડ્યા કરે છે

જંગલિયતની ખેતી ?   ……………..  લતા હિરાણી 


Responses

  1. Where the world is not broken up
    into narrow, domestic walls.

    —-

    Into that heaven of freedom , O ! Father,
    Let my country awake.
    - R.Tagore

    રસ્તા પર ગાડી ચલાવતાં મકાનોની વાડો દેખાણી. જાતજાતની વાડો. કો’ક સાવ નવી, કો’ક કાલે પડી જાય તેવી, કો’ક બહુ મોંઘી જાતની – ઉપર આડા પાટા વાળી, કો’ક સફેદ, તો કો’ક ગંદી ગોબરી, કો’ક વાડ તારની તો કોઈ જાડા સળીયાની.

    દેશની વાડો ય યાદ આવી ગઈ. થોરની, મેંદીની, પાકી ઈંટોની, પ્લાસ્ટર વાળી, રંગેલી….

    જાત જાતની વાડો. પણ …..

    ——————————–

    વાડો એટલે વાડો! ગમે તે રંગ કે રુપ હોય. એક ઘરને બીજા ઘરથી જુદા કરતી વાડો. એક હૈયાને બીજા હૈયાથી જુદા કરતી વાડો. ધર્મની-સંપ્રદાયોની વાડો, માન્યતાઓની વાડો, પુર્વગ્રહોની વાડો. ગમા અને અણગમાની વાડો.

    જીવનના એક અંશને બીજા અંશથી જુદા કરતી, ઝગડા કરાવતી વાડો.

    શું ક્યારે ય, ઉત્ક્રાન્તીના કોઇ તબક્કે, આ હંધી ય વાડો જમીનદોસ્ત થઈ જીવન તેના સર્વોચ્ચ આનંદ, ચૈતન્ય અને સત્યમાં મ્હાલતું નહીં બને?

    આપણે બધી નહીં તો થોડીકે ય બીનજરુરી વાડોને તોડી જોઇએ તો?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers