દિવ્ય ભાસ્કર > 13 એપ્રિલ 2004
ક્યારેક કંઇક થશે
ઇચ્છાઓના મોર ટોડલે ચોંટી ગયા છે
મૂંગામંતર ટોળાતા વાદળોમાં
એક આગિયો
સુરજ થવા મથી રહ્યો છે
હૈયે ઝળુંબતા ટીપાંને
આંખોની ડાળે લટકાવી દઉં ?
તોરણ ગુંથી લઉં ?
મોર તો ચીતરામણ થઇ ગયા
કદાચ ટોડલામાં જીવ આવે !! …………. લતા હિરાણી
ક્યાં લગી આપણી આ તરસ જીવતી?
ઝાંઝવાં પામવા સ્વપ્ન કો’ સેવતી…
By: અશ્વિન-મીનાક્ષી on February 28, 2012
at 6:39 pm