સેતુ ~ લતા હિરાણી

ઇઆન
નિસર્ગનું આ નવું ઘર હતું. બંને બહુ ખુશ હતા. થોડું દૂર હતું પણ ડાલ્કેથ ગામ એડિનબરોને અડીને જ આવ્યું કહેવાય.. કારમાં થોડાક માઇલ આમ કે તેમ પણ આ ઘર હતું એસ્ક નદીને કાંઠે, કહોને કે નદીને અડીને જ… સવારમાં આંખ ખુલતાં જ નદીના સામા કાંઠે ઉભેલી વૃક્ષોથી ભરચક પહાડી હાથ લંબાવી બોલાવતી દેખાય.. પ્રકૃતિપ્રેમીને પાગલ કરી મુકે એવું લોકેશન હતું.

આ સોસાયટીમાં લગભગ રીટાયર્ડ લોકો જ રહેતા હતા. કોઇ જોડીમાં તો કોઇ એકલા. સામે મળે તો સ્મિત આપે. સવારનો પહોર હોય તો ખુશખુશાલ થઇને ‘હાય ડિયર….મો….ર્નિંગ’ કહેતા હાથ હલાવતા પસાર થઇ જાય.. આમ તો ઘરની બહાર કોઇ ભાગ્યે જ જોવા મળે પણ જે દિવસે સરસ તડકો હોય ત્યારે ‘ફાઇન વેદર ફાઇન વેદર’ કહેતાં તડકાની જેમ જ ફેલાઇ જાય.. આવા દિવસે નિસર્ગ હિનાને આમ લોકોને બહાર ફરતા જોવાનું સુખ મળે.

બંને ભર્યા ભર્યા કુટુંબમાંથી આવેલા એટલે એમને એકલતા બહુ સાલતી.  રવિવારે મોડે સુધી ઊંઘ ખેંચીને, બ્રેકફાસ્ટ પતાવીને નિસર્ગ ઘરની બહાર નીકળ્યો.

બાજુના ઘર તરફ નજર ગઇ. બહારના પેસેજમાં એક નાના ટેબલ પર એક દાદા ચડવા જતા હતા. બે વખત પ્રયત્ન કર્યો પણ ન ચડી શક્યા. એકવાર તો પડતાં પડતાં રહી ગયા. એમના હાથમાં બલ્બ હતો. લાગતું હતું કે એમને ઉપર હોલ્ડરમાં બલ્બ લગાવવો છે. નિસર્ગને થયું, એમને મદદ કરું. બિચારા ક્યાંક પડશે તો હાથ પગ ભાંગશે. જો કે એને ખબર હતી કે આ ઇંડિયા નથી, આમ પુછવા જઇએ તો કોઇને ગમે નહીં. નો ઇંટરફીઅરંસ !! પણ એનાથી રહેવાયું નહીં.

નિસર્ગની ધારણા ખોટી પડી. દાદાને એ ‘ઇંટરફિઅરંસ’ ગમ્યું. નિસર્ગે પ્રેમથી ટેબલ ઉપાડીને ઘરમાં પણ મુકી દીધું. દાદા બહુ ખુશ થયા. વાતો થઇ. એમનું નામ ઇયાન હતું. પત્ની નહોતી. એક દીકરો હતો જે ક્યારેક આવતો. 76 વર્ષના ઇયાનની સાથે રહેતો એનો ડોગ ટોની. ઇયાનના જીવનની લગભગ બધી જરુરિયાતો એ પૂરી કરે.

એકલા રહેતા ઇયાનને  સરકાર તરફથી ટ્રેઇન્ડ ડોગ મળ્યો હતો. ઘરમાં ચશ્મા, લાકડી કે કોઇ પણ ચીજવસ્તુ ટોની લાવી આપે. બહાર જાય ત્યારે ટોની ઇયાનને રસ્તો ક્રોસ કરાવે.. એને બસમાં ચઢવામાં અને ઉતરવામાં યે ટોની મદદ કરે.

રવિવારે ગાર્ડનિંગ કરતાં કરતાં ઇયાન અને નિસર્ગની વાતોમાં હિના પણ જોડાતી. એને યાદ આવતાં એના નાનાજી, જેમની એ બહુ લાડકી હતી અને એ સરસ મજાની કોફી બનાવીને ઇયાન માટે લઇ આવતી. ક્યારેક એ ખમણઢોકળા યે ખવડાવતી અને “ઓ….. ઇંડિયન ડિશ, વેરી ટેસ્ટી” કહેતાં ઇયાન આફ્રિન થઇ જાય. નિસર્ગ કહે, “ધીસ ઇસ ગુજરાતી ડિશ !” ઇયાન કહે મારે આવતા જન્મે ઇંડિયન થવું છે. હિના ઉમેરો કરે, ઇંડિયન અને ગુજરાતી… પછી ‘ગુજરાતી’ શબ્દ ઉચ્ચારવા માટે ઇયાનની કસરત ચાલે..

એવો જ એક રવિવાર હતો. ઇંડિયા બધા સાથે લાંબી વાતો ચાલી. માને તાવ આવતો હતો એટલે કિર્તીમામી ટિફિન આપી જતા હતા. ઘરના બીજા કામો માટે ગીતામામી પહોંચી જતા. નિસર્ગને હાશ તો થઇ પણ તો યે એણે પપ્પાજીને કહ્યું, “તમે એકાદ બે દિવસ રજા રાખો ને ! માને સારું રહે અને તમારે ય થોડો આરામ થઇ જાય.”

રાજકોટ ફોન કર્યો તો ખબર પડી કે નેહાના લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલે છે. જ્યોત્સનાફોઇ કાકીની મદદમાં લગભગ ત્યાં જ હોય છે.. અમીની પરીક્ષ આવે છે એટલે જાગૃતિ રોકાવા માટે આવી ગઇ છે. બિચારી અમી, રાત્રે ઉજાગરા નથી કરી શકતી એથી જાગૃતિ એની સાથે જ બેસે છે. આ બોર્ડનું વરસ સચવાઇ જાય એટલે ભયોભયો.  એક તો ખૂબ વાતો કરી, વળી રજાનો દિવસ એટલે ઘરની પૂરી સફાઇ કરી…થાકીને ઠુસ..

રવિવારે સુતી વખતે નિસર્ગનો આ જ તકિયાકલામ “ઓ ભગવાન યે મન્ડેકો જરા રોકકર રખના ન…પ્લીઝ…” કહેતાં રજાઇમાં એ એવો ઘુસે કે જાણે આખું અઠવાડિયું સન્ડે જ રહેવાનો હોય !!  પણ સન્ડે લંબાવવાનું ભગવાનને પસંદ નથી.. વો હી રફતાર….

સોમવારે રાત્રે સુતી વખતે,

“હિના, આપણે સાત વાગે આવ્યા અને અત્યારે રાતના દસ થયા. ટોમીએ આજે મૌનવ્રત લીધું લાગે છે.”

વચ્ચેના દિવસોમાં ઇયાનને મળવાનું ખાસ ન થાય પણ રોજ સવારસાંજ એના ટોમીનો અવાજ તો સંભળાય..

“તું મૌનવ્રત લઇ લે નિસર્ગ, મારે સુઇ જવું છે.”

“બસ આ જ તકલીફ છે. આપણી વાત સીરીયસલી લેવાની જ નહીં ને !”

“તું અને સીરીયસ !! આવતા જન્મે થા તો યે સારું છે !!” હિના પડખું ફરી ગઇ.

“ચાલ, તું મને થોડી તારી સીરીયસનેસ આપ.”નિસર્ગ પલાંઠી વાળીને આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ બેસી ગયો.

“મારે માને પૂછવું છે, તને શું ખવડાવ્યું છે ? હવે જલ્દી સુઇ જા. મારે કાલે નવા પ્રોજેક્ટની ડિઝાઇન આપવાની છે.” સવારે ઓફિસે જતાં સુધી ટોમીનો અવાજ સંભળાયો નહીં. બંનેએ જોયું કે ઇયાનની કચરાપેટી બહાર નહોતી મુકાઇ. દર મંગળવારે વેન આવીને કચરો લઇ જાય. જો ચુકી ગયા તો આવતા મંગળવાર સુધી કચરો સાચવવો પડે.

હિનાને ચિંતા થઇ. ઇયાન બિમાર હશે ! સાંજે નિસર્ગથી રહેવાયું નહીં. એણે ઇયાનના ઘરની ડોરબેલ બે વાર વગાડી તો યે બારણું ન ખુલ્યું. હવે બેલ મારવી એ સભ્યતાનો ભંગ હતો. નિસર્ગ નક્કી નહોતો કરી શકતો કે શું કરવું.

સામેના ઘરમાંથી પીટર અને સેરા વૉક માટે બહાર નિકળ્યા, “હાય” …નિસર્ગે પણ હાથ ઉંચો કર્યો. “હાય”ઇયાનના બારણા પાસે બંનેને ઉભેલા જોઇને એ સમજી ગયા. “ઓ….યુ ડોંન્ટ નો !!”

સ્સોમવારે સરકારી મકાનનો કબજો લઇ લોક કરતા ઓફિસરને જોઇને પડોશીઓને જાણ થઇ હતી.

રવિવારે રાત્રે ટોમી ખાસ્સું ભસ્યો હતો. ઇયાનના નાક પાસે એણે ક્યાંય સુધી પોતાનું નાક રગડ્યું હશે. ઇયાનનું ઠંડુ પડતું જતું શરીર અને વિલિન થતાં જતા શ્વાસો એ નહીં જ ખમી શક્યો હોય !! તાલીમ પામેલા ટોમીએ જ પોલિસનો નંબર લગાવ્યો હતો.

ઇયાન માટે ભગવાન ગુજરાતની વ્યવસ્થા કરતા હશે ?? કોણ જાણે ?? એસ્ક તો વહ્યા જ કરે છે.

લતા હિરાણી

(દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત 28 માર્ચ 2007)

છલોછલ સુખ
“મમ્મી, આજે દાળઢોકળી બનાવજે… પપ્પાને ય આજે રજા છે. આજે આપણે બધા ઘરમાં શાંતિથી સાથે રહેશું. કોઇ આઉટીંગ નહીં.” પાર્થ બોલ્યો.

”હા, આવ્યા ત્યારના દોડદોડ જ ચાલે છે. આમ જ જવાનો ટાઇમ થઇ જશે. ઇન્ડિયા આવ્યાનો સંતોષ જ નથી થતો.” વિશુએ ટેબલ પર ચા-નાસ્તો મુક્યા. બધા ગોઠવાયા.

“શું વિચારમાં પડી છે ?” જયંતભાઇ બોલ્યા

”કંઇ નહીં અમસ્તું જ…” અંજનાનો અવાજ ભારે હતો.

”ના મમ્મી, એમ ન ચાલે, કહેવું જ પડે.”

“વિશુની વાત સાચી છે મમ્મી, ચુપ ન રહેવાય.” પાર્થે ઉભા થઇને મમ્મીના હાથમાંથી ચાનો કપ લઇ લીધો.

“બોલ, પછી જ ચા પીવાની” પાર્થને તોફાન કર્યા વગર ચાલતું નહીં.

”બસ આ તો એમ થાય છે કે તારા પપ્પાને આ જુલાઇમાં 60 વર્ષ પૂરાં થશે. બહુ મન થાય છે કે ષષ્ઠીપૂર્તિ ઉજવીએ પણ અમારાં બચ્ચાં જ ન હોય તો ઉજવણી કરવાની મજા ન આવે અને હજી જાન્યુઆરીમાં તમે ઇન્ડિયા આવ્યા હો અને જુલાઇમાં ફરી આવો એ તો કેમ બને ?? અમેરિકા કંઇ નજીક છે !! “

”તું યે ખરી છે. પાર્થને હજી નવી નવી નોકરી છે. એને સેટ થવા દે. આવતા વર્ષે જ્યારે આવશે ત્યારે ઉજવશું.” જયંતભાઇથી ન રહેવાયું.

”અરે બાબા, એટલે તો ચુપ હતી. આ પાર્થ મોઢામાં આંગળી નાખીને બોલાવે એવો છે.”

”એમાં શું ? વાત તો થાય. કંઇ નહીં, લે હવે તારી ચા તો ઠરી ગઇ. વિશુ, મમ્મીની ચા ગરમ કરી દે.”

“મમ્મી, આપણે કંઇક જાદુ કરશું” વિશુ યે ઓછી તોફાની નહોતી.

પાર્થ-વિશુ ત્રણ વીક માટે આવ્યા હતા. દિવસો આંખના પલકારામાં પુરા થઇ ગયા. ગુંજતું ઘર ફરી સુમસામ થઇ ગયું. અંજના અને જયંતભાઇ ફરી પોતાના કામમાં જીવ પરોવવા મથતા. અંજનાને ઘણીવાર થતું કે શા માટે સંતાનોને પરદેશ જવા દીધા ? સારા માઠા દિવસોએ કોઇ દોડીને આવી શકે જ નહીં !! દીકરાનો દીકરો હવે દોઢ વર્ષનો રમાડવા જેવડો હતો પણ વચ્ચે બે દેશની દિવાલ…

જાન્યુઆરી પછી જુન-જુલાઇ આવતાં ઘણી વાર લાગી. દિવસ કામમાં નીકળી જતો પણ સાંજ પછી ઘરમાં જાણે સન્નાટો છવાઇ જતો. અંજના અને જયંતભાઇ બંને થાકી જતાં. કોઇને કંઇ વાત કરવાની ઇચ્છા થતી નહીં. જ્યારે ઓનલાઇન થવાનો મેસેજ આવતો ત્યારે બંનેના જીવમાં જીવ આવી જતો. પછી તો વાતો જ વાતો. વેબ કેમેરામાં સંતાનોના હસતા ચહેરા, નાનકડા આયુની રમતો અને એમનું રળિયામણું ઘર જોઇને બંનેને સંતોષ થઇ જતો.

એક વખત આમ જ ચેટ કરતાં પાર્થે પૂછ્યું, “મમ્મી, આ વખતે પપ્પાજીની બર્થ ડે પર શું કરવાના ?”

“વિચારીએ છીએ. ક્યાંક બહાર જઇશું.”

“ના હોં ! ત્યારે નહીં. અમે ડિસેમ્બરમાં આવીએ ત્યારે આપણે સાથે ફરવા જઇશું. એ દિવસે અમે રજા લઇશું અને ખૂબ ચેટ કરીશું.” વિશુ બોલી.

જયંતભાઇના શરીરમાં સુખનું લખલખું ફરી વળ્યું. અંજના બોલવા જતી હતી કે કાશ એ દિવસે તમે આવી શક્યા હોત !! પણ એ શબ્દો ગળી ગઇ. અમેરિકાથી આવવું શક્ય જ નહોતું.

ચોથી જુલાઇ. હંમેશા રાતના બાર વાગે સંતાનોનો ફોન આવે. આ વખતે કેમ ફોન રણક્યો નહીં ?? હોય એ તો. થાક્યા હશે. આમે ય આપણે સવારથી જ દિવસ ગણીએ છીએને !! અંજના ઘણીવાર કહેતી પણ ખરી.”બેટા આપણો દિવસ સૂર્યોદયથી ગણાય. આ તો પશ્ચિમની રીત.” જો કે એના બચ્ચાંઓ એને રાતના બાર વાગે ઉઠાડતાં જ. આ વખતે એ સુખ મળ્યું નહીં.

જયંતભાઇ ઘસઘસાટ ઉંઘતા હતા.સવારમાં છ વાગે બેલ વાગી. અત્યારમાં આ લાંબી બેલ કોણ મારે છે ? જરા અકળાઇને અંજનાએ બારણું ખોલ્યું. અત્યંત આશ્ચર્ય વચ્ચે નજર સામે પાર્થ વિશુ ઉભા હતા !!!!

“હેપ્પી બર્થ ડે પપ્પાજી” ઘર આખું ગુંજી ઉઠ્યું. અંજનાની બાથમાં પાર્થ વિશુ હતા અને આનંદ એની આંખોમાંથી વહ્યે જ જતો હતો. બપોર સુધીમાં તો પાર્થે દોડાદોડી કરીને પાર્ટી ગોઠવી યે દીધી. વિશુએ બધાને ફોન કરી દીધા. જેટલેગનું શું ? ”અમે ત્યાંથી જ ઉંઘનું પ્લાનીંગ કરી નાખ્યું છે !!”

પરદેશ ગયેલા સંતાનોની મા-બાપ પ્રત્યે ઉપેક્ષાના ઘણા કિસ્સા તમે જાણ્યા હશે. જવા દો, ભુલી જાઓ એને. અને જુઓ, આ સો ટકા સાચી ઘટના કેવી સુગંધીદાર છે !!!

08-08-07 > દિવ્ય ભાસ્કર > કળશ > સેતુ

તું કહે અગર
“શું કરીશું ફીમેલ વોઇસ માટે ?” હેમલે પુછ્યું

“અરે યાર બહુ મુશ્કેલી છે..એક તો ગાયિકાઓ ઓછી અને સીઝનમાં બધી બીઝી……”

“બીજા પ્રોગ્રામમાં આપણે સંભાળી લઇએ પણ આ લગ્નગીતોના પ્રોગ્રામમાં લેડી સીંગર વગર ન ચાલે…”

“પોરબંદરમાં છે એક….  નિશા….. મેં સાંભળી છે એને.. સારું ગાય છે.. બોલાવશું ?”

”એ ફ્રી હશે ? જુનાગઢ આવશે ?” મોટાભાઇએ શંકા વ્યક્ત કરી..

“ટ્રાય કરીએ.. આવી શકે તો અત્યારનું સંકટ તો ટળે..” અને હેમલે નિશાનો ફોન નંબર મેળવ્યો..

નિશા માટે આ અવસર હતો. હેમલનું સંગીતની દુનિયામાં મોટું નામ હતું. આવા સારા કલાકારનું કહેણ આવે ત્યારે વિચારવાનું હોય જ નહીં. મુશ્કેલી મમ્મી પપ્પાને મનાવવાની હતી. એમને પોતાની જુવાન દીકરી આમ પ્રોગ્રામ આપવા બહારગામ એકલી જાય એ બહુ ગમે નહીં પણ નાની બહેન સાથે આવશે એ શરતે હા પાડી.

ગાવાનો નિશાનો શોખ અને વ્યવસાય. નાની હતી ત્યારથી એણે માઇક સંભાળી લીધું હતું. એ સારું ગાતી અને સંચાલન પણ સરસ કરતી. કવિતાનો શોખ એટલે કાર્યક્રમના સંચાલનમાં શાયરીઓ સાથે એ ખીલી ઉઠતી. નિશા બસમાં જુનાગઢ આવી.

હેમલ લેવા આવ્યો હતો. “રહેવાનું…. હોટલમાં રૂમ બુક કરાવું કે અમારા બધાની સાથે ઘરે ફાવશે ?”

“હોટલની જરુર નથી. તમારા ઘરે ફાવશે….” પહેલી મુલાકાત છતાં નજર મળતાં જ બંને વચ્ચે કોઇ અદીઠ તાર જાણે શબ્દોની યે પહેલાં સ્થપાઇ ચુક્યો….

હેમલની બહેનના રૂમમાંથી ફ્રેશ થઇને નિશા બહાર આવી. બધા જમવા બેઠા. હેમલે ઓળખાણ કરાવી. “બા, મોટાભાઇ, ભાભી, બાળકો…….” એ ચમકી !!.. ઓહ, તો હેમલ હજી સીંગલ છે !!

બા કહે, “જો ને આ હેમલને કોઇ છોકરી પસંદ જ નથી પડતી. એના સુરમાં સુર પુરાવે એવી કન્યા કોણ જાણે ક્યારે મળશે ?”

નિશા ખળખળ વહેતું ઝરણું બની ગઇ… નિશાને માટે, પોતાના સંગીતના શોખને વિકસવા દે એવો છોકરો જ્ઞાતિમાં મળવો મુશ્કેલ હતો…ઉંમર વધતી જતી હતી અને મા-બાપની ચિંતા પણ..

હેમલ બીજી જ્ઞાતિનો હતો અને બંનેના કુટુંબો રુઢિચુસ્ત હતા. સમી સાંજ હતી. નહોતું પુરું અજવાળું કે નહોતું પુરું અંધારું.. પ્રોગ્રામમાં જતાં નિકળતી વખતે બાએ મંદિરમાં દીવો કર્યો. અજવાળું રેલાઇ રહ્યું. હેમલ બાને પગે લાગ્યો, નિશા પણ….. “ઇશ્વર તમારા અરમાન પૂરાં કરે….” બાના આશિર્વાદ નિશાના મનમાં પડઘાતા રહ્યા. લગ્નમાં મંગલાષ્ટક ગાતાં ગળાના ટહુકા સાથે એના મનના માળામાં બેઠેલું પંખી યે ટહુકવા લાગ્યું.  બે ત્રણ કાર્યક્રમો થયાં અને શ્રોતાઓને આ જોડી જચી ગઇ.

એકવાર આમ જ, પ્રોગ્રામ પૂરો કરી મોડી રાત્રે કાફલો ગાડીમાં ગોઠવાયો.  નિશાને આગલી રાતનો યે ઉજાગરો હતો. એના ડોલતા માથાને હેમલે હળવેથી પોતાના ખભાનો ટેકો આપી દીધો. નિશા લીલાછમ્મ વૃક્ષની તલાશમાં હતી અને હેમલની આંખમાં છલકાતી હતી વસંત.. બીજે દિવસે નિશાએ ડાયરીમાં લખ્યું, “હે ઇશ્વર, સ્વર્ગને અને મારે માત્ર બે આંગળનું છેટું છે. એ પાર કરવાનું હવે તને સોંપ્યું.”

ફરી એક વાર કાર્યક્રમનું કહેણ આવ્યું.. ઢળતી રાત સુધી સંગીતની મહેફિલ ચાલી. વહેલી સવારે હેમલ નિશાને બસમાં મુકવા ગયો..બસ આવવાને હજી વાર હતી. નિશા બહુ થાકી હતી. ટેબલ પર માથું ઢાળી બેઠી હતી…. હેમલના મનમાં ક્યાંય સુધી ગડમથલ ચાલતી રહી.

”આટલા થાક્યા છો તો રોકાઇ જાવને !”  એ શબ્દોના જંગલમાં ફાંફા મારતો હતો

.“ક્યાં સુધી રોકાવાનું ?” નિશા જાતને ન સંભાળી શકી.

”તને કબુલ હોય તો જીવનભર…..”  હેમલને અચાનક કેડી લાધી ગઇ.

નિશા ધરતી પરથી ઉંચકાઇ ગઇ..પરોઢનું કુણું  અજવાળું એના અસ્તિત્વમાં પથરાઇ ગયું.”મારા માથા પર હાથ મુકીને કહો…”

”આ તારા માથા પર હાથ મુક્યો અને કહે તો કોરા કાગળ પર લખીને સહી કરી દઉં.” પંખીઓનું આખું ઝૂંડ કલરવ કરતું માથા પરથી પસાર થઇ ગયું. કાગળ પર નહીં હૈયા પર કોતરાયેલા શબ્દો લઇ નિશાએ ડગલાં માંડ્યા….

હેમલે નિશાના હાથમાંથી બેગ ઉંચકી લીધી. બસસ્ટેંડ પર નિશાને જોઇતી બસ મુકાઇ ગઇ હતી…..

21 માર્ચ 2007  >  દિવ્ય ભાસ્કર >  કળશ

દમદાર વાતો
એક દાદા છે. નામ એમનું રમણભાઇ.. એમનો મોટો સંયુક્ત પરિવાર. બહુ મજાની છે એમની વાતો. એમના ઘરમાં અમુક નિયમો છે. એક નિયમ એવો  કે રોજ સવારમાં દીકરાએ પિતાને ભેટવાનું !! છે ને સોનાની વાત !! ભેટવાની અસર કેવી હોય એ ચકાસવું હોય તો ઘરમાં જેની સાથે ઝગડો થયો હોય એને ભેટી જોજો… અને ચમત્કાર જોજો !!! રમણદાદાનું કહેવું એમ છે કે જે ઘરમાં દીકરો રોજ બાપને ભેટે એ બાપને કદી હાર્ટએટેક ન આવે !!!  તાણ અને ટેન્શનથી ભરપુર જીવનમાં આ ઉપાય અજમાવવા જેવો !! અરે ઘરમાં બધા જ એકબીજાને ભેટી લે તો કેવું રુડું !! પણ જોજો, એને ઇચ્છા પર નહીં છોડતા નહીંતર થઇ રહ્યું… નિયમ જ કરવો …ક્યારેક યાંત્રિક લાગે તો યે આ અપનાવવા જેવું છે.. નુકશાન કંઇ નહીં.. ફાયદા પાર વગરના….

બીજો નિયમ એમનો એવો છે રોજ સવારમાં ઉઠીને દરેક નાની વ્યક્તિ પોતાનાથી મોટાને પગે લાગે. પાંચ વર્ષની દીકરી હોય તો એણે છ વર્ષના ભાઇને પણ પગે લાગવાનું જ. બહુ શાણપણવાળી વાત છે. આમ કરવાથી એક બીજા માટે કંઇ પણ મનદુખ હોય તો પરસ્પર ભાવ બદલાય. ગુસ્સો ઓછો થઇ જાય અને મન પણ હળવા થાય. નાનાના મનમાં વિવેક અને મોટાના મનમાં ઉદારતા પ્રસરતી જાય.

આ જ કુટુંબની શ્રધ્ધા પણ એક મિસાલ જેવી છે….ધરતીકંપ વખતે દસ માળનું આખું બિલ્ડીંગ ખાલી થઇ ગયું હતું ત્યારે એ એક જ ઘર ભરેલું હતું… “મોતને કોઇ હાથતાળી દઇ શકતું નથી અને જીવન હોય તો ક્યાંય ઊની આંચ આવતી નથી. મરવાનું હશે તો રસ્તા ઉપર પણ બચી નહીં શકાય !!” ડહાપણની વાતો તો આપણે બધા કરીએ છીએ પણ આવો અમલ કરવા જેટલી મજબુત આપણી શ્રધ્ધા છે ખરી ???

બીજા એક અમારા મિત્ર દિનેશભાઇ છે. સવારમાં મોર્નિંગવૉકમાં નિકળે ત્યારે સામે મળતી દરેક વ્યક્તિને સ્માઇલ આપવાનો નિયમ એમણે રાખ્યો છે. જાણીતી હોય કે અજાણી, ઓળખવાની કોઇ જરુર નહીં… સામેવાળાને તો ફાયદો થાય કે ન થાય, આવું કરવાથી આપણું મન સવાર સવારમાં પ્રસન્નતાથી ભરાઇ જાય ખરું. દિનેશભાઇને લાફિંગ ક્લબમાં જવાની જરુર નહીં. સવારમાં મન આવી તાકાતથી ભરી પછી દિવસ આખો પોતાની ફેકટરીમાં ભરપુર કામ કર્યા રાખે !!

વર્ષો પહેલાંની વાત છે. કકુ અંગ્રેજીમાં ફેઇલ થઇ. રીઝલ્ટ લઇને ઘરે આવી. કકુનો જરા રમતિયાળ જીવ. બહુ ચિંતા કરવાનો સ્વભાવ નહીં. ફેઇલ થવાનું દુખ હતું પણ હવે શું થઇ શકે ?? પપ્પાને બતાવ્યું. પપ્પાએ પુછ્યું “બેટા કેમ આવું થયું ?” કકુએ જવાબ આપ્યો, “પપ્પા, મારી પાસે ઘડિયાળ નહોતી એટલે ટાઇમની ન ખબર પડી અને લખવાનું અધુરું છુટી ગયું.”  કકુને એ જ દિવસે એના પપ્પાએ ઘડિયાળ ભેટમાં આપી. કકુબહેન પછી ઇંગ્લિશના પ્રોફેસર થયાં !! સલામ એમના પપ્પાને !!

પાર્થનાં લગ્ન વિશાખા સાથે થયાં. વિશાખાના કુટુંબમાં સૌ કહેતાં તો ખરાં કે પાર્થની બહુ હેન્ડસમ પર્સનાલિટી છે. વળી એ બધામાં ખૂબ ભળી જાય. હસમુખો સ્વભાવ એટલે સૌને ગમે. વિશાખાના દાદીમાએ પ્રેમથી કહી દીધું, “પાર્થ, તમે બહુ વહાલા લાગો છો !!!” સામાન્ય રીતે જમાઇ સાથે થોડું અંતર રાખીને જ વર્તાય એવું આપણા સમાજમાં મનાય છે. એક ઘરડા દાદીમા પોતાની પૌત્રીના વરને આમ નિખાલસતાથી વહાલની અભિવ્યક્તિ કરી દે એ કેવું સરસ !!!

નિસર્ગ હજી પાંચમા ધોરણમાં ભણતો ત્યારની વાત. નાનાજીના જન્મદિને સહુ મળવા ગયા ત્યાં એણે પોતાના દફતરમાં સંતાડીને રાખેલી ફાઇલ કાઢી. “બાપુજી, આ તમારી બર્થડે ગીફ્ટ !!” ના પાડવા છતાં  દફતર સાથે શું કામ લે છે ?? એ ત્યારે મમ્મીને સમજાયું… હંમેશા કામમાં રહેતા બાપુજીને ગિફ્ટમાં શું આપી શકાય એ એણે બરાબર પારખ્યું !!

બંગલાઓમાં ઘરકામ કરતા લાલજીને કોઇએ પૂછ્યું, “આ ઉપરવાળાની દિકરીને દુબઇ લઇ જવા માટે નોકર જોઇએ છે. તારા યે જાણીતા લોકો છે. તને તારી વહુ સાથે લઇ જાય તો જતો રહે, પૈસા સારા મળશે !!” લાલજીનો જવાબ હતો, “ના મારે નથી જવું. પછી મારા ઘરડા મા-બાપનું કોણ કરે ??” કહેવું પડે લાલજી…..

30-05-07 > દિવ્ય ભાસ્કર > કળશ > સેતુ

રૂપલી દરજણ
દેખાય છે તમને ? એ રહી રૂપલી. આ ભરપુર ટ્રાફિકવાળા મોટા રોડની ફૂટપાથ પર ઝાડને છાંયે જુઓ, સંચો લઇને એ સીવે જાય… બાજુમાં જુના કપડાંનો ઢગલો પડ્યો છે. એક બાજુથી કપડું ઉપાડે છે, ઉંધુચતું કરીને તપાસી લે છે ને ઝીણી આંખે મેચીંગ દોરો શોધી સોય નીચે ગોઠવતી, પગને જીવન આપે છે.

કોણ જાણે એની ફોઇને એનામાં શું યે દેખાણું હશે કે એનું નામ રૂપલી પાડ્યું !! ડાચાના ઠેકાણા નહીં ને રંગ જાય તો પૈસા પાછા !! સાવરણી જેવા ઉડાઉડ વાળમાં તેલ પચપચાવી રંગીન રીબીન બાંધે ત્યારે બિચારો અરીસો ય શરમાતો હશે.. હશે પણ એથી નામ થોડું બદલાય છે ?? એને રૂપલી જ કહેવી પડે !!

લુગડાં આવતાં થયાં ને ભાઇએ એને ઠેકાણે પાડી દીધી. મા બાપ તો ક્યારના સિધાવી ગયા’તા ને ભાભી આ નણંદનો પથરો ક્યાં સુધી ગળે બાંધી રાખે ? બિચારી એક ઘરેથી બીજે ઘરે વેઠ કરતી થઇ. વરસ ઉપર વરસ ઉકલતાં ગયાં પણ રૂપલીની કુખ ન ઉકલી. એની સાથે ઉઘલેલી બેનપણીઓના ખોળા છૈયાઓના મુતરથી લથબથ થઇ ગયા પણ રુપલી કોરીધાકોર રહી અને ધણી જેનું નામ !! વારસદાર માટે કેટલી વાટ જુએ ? રૂપલી રખડી પડી.

રૂપલી માટે આ કંઇ દુખ નહોતું. આમે ય દિવસના ઘરના સૌની વેઠ ને રાતના ધણીની વેઠ… સવાદે ય શું હતો જિંદગીમાં !! હા એક આશરો હતો, માથે છાપરું હતું એટલું જ. હવે ભાભી આમેય નહીં સંઘરે એના કરતાં રૂપલીએ લોકોના વાસણ કપડાં કરીને પોતાના માટે ભાડાની એક ઓરડીમાં ચપટીક સુખ શોધ્યું.

એને મળ્યું યે ખરું. લોકોનો એંઠવાડ સાફ કરીને શેઠાણીઓની મે’રબાનીથી એ રોટલા ભેગી થઇ જતી. થોડાંક વાસણ વસાવ્યા ને ચાંદીના દાગીના ય ઘડાવ્યા. પોતાની ઓરડીમાં પહોંચીને રુપલીને થતું, હાશ… હવે કોઇની સાડીબાર નહીં. સાડલો માથે વીંટી નિરાંતે ઉંઘી જતી.હમણાં કંઇક એની નિરાંત નંદવાઇ હતી.

આવતાંજતાં ઓલો નટિયો દરજી એની સામે ધારીધારીને જોયા કરતો. રૂપલીને દેહ ધરીને આજ લગી કોઇ નજર નાખવાવાળો યે નહોતો મળ્યો એટલે એને એ મીઠું લાગતું. રાતમાં હવે એ પડખાં ઘસ્યા કરતી. ઝાઝી લપ્પનછપ્પન કર્યા વગર એણે એક દિ’ નટિયાનું ઘર માંડી દીધું. એને પ્રેમપદારથ મળી ગયો ને નટિયાને જે જોઇતું’તું એ… બહુ જલ્દી રૂપલીના બેંકના ખાતામાંથી બધી રકમ ચાંઉ કરી, ઘરની ઘરવખરી ને રૂપલીએ હોંશે ઘડાવેલા દાગીના લઇ નટિયો છૂ થઇ ગયો..

રૂપલી રાતા પાણીએ રોઇ… પણ હવે નટિયો હાથમાં આવે ? રૂપલીમાં ભગવાને કંઇક રૂપ ભર્યું’તું. એ હવે ઉઘડ્યું. ઠોકરો ખાઇખાઇને એણે હવે ધાર્યું કરવાના પાઠ શીખ્યા હતા. કાળજું કઠણ થયું’તું. એણે જીભ કચરી, ” એ દરજીડો એના મનમાં સમજે છે શું ? એલા વાતવાતમાં મને મેણાં મારતો’તો, કામવાળી કહીને, જાણે પોતે મોટો નગરશેઠ હોય !! હવે તને દરજણ થઇને ન બતાવું તો મારું નામ રૂપલી નહીં.. આ લોકોના એંઠવાડા બંધ ને હવે સિલાઇકામ શીખી જ જઉં.

કળ વળતાં જ કેડ ફરતે છેડો કસીને વીંટાળીને એણે સીવણક્લાસ ચલાવતા બેનને ત્યાં ફીના બદલામાં સિલાઇ શીખવાનું નક્કી કરી લીધું. એના મનની ખરાઇ જ તો વળી નહીંતર આટલો જલ્દી રસ્તો શેનો મળે !! કદાચ ઉપરવાળો ય એના ઉપર દુખ નાખી થાક્યો હશે. જો કે રૂપલીએ કદી ઉપરવાળાને ગુનેગાર નહોતો ઠરાવ્યો એ જુદી વાત !! એને પોતાના આગલા જનમના કરમ જ નડતા લાગતા.

રૂપલી શીખી ગઇ. હાડકા ઉપર ચોંટેલા ચામડા જેવી કાયા પાસે એણે કાળી મજુરી કરાવી. દયાળુ શેઠાણી પાસે માગીને ઉછીના રુપિયા લીધા. અડધા આંટાનો સંચો ખરીદી તુટેલું મન આખું કરી લીધું. “ના મારી ઓરડીમાં નહીં, નટિયો બેસતો ઇ જ જગાએ મારો ગલ્લો ખોલીશ.” ખોખલી લાગતી બાઇનો નિરધાર નકોર પાણા જેવો થઇ ગયો’તો. “એલી, ફૂટપાથ પર પોલીસ રંજાડશે ત્યારે શું કરીશ ?” “બોલો જ મા, ઇ તો પડશે એવા દેવાશે. પોલિસે ય માણસ તો ખરીને !! મારે તો હેવાનના પનારા પડ્યા’તા !! જે થાય એ, પણ હું એની જ જ્ગ્યાએ બેસીને દરજીકામ કરીશ એટલું નક્કી.

તે દિવસની રૂપલી એ જ જગ્યાએ બેસીને સંચો ચલાવે છે. લોકોના ફાટેલા તુટેલા કપડાં સાથે પોતાનું ફાટેલું જીવન પણ સાંધતી રહે છે. હવે એની સિલાઇ સફાઇદાર થઇ ગઇ છે. નજર રસ્તા પર હોય તો યે એના પગ મશીનને બરાબર ફેરવે છે. રસ્તા પર એ શોધ્યા કરે છે કે એકવાર ઓલો નટિયો આવીને જોઇ જાય કે હવે હું કામવાળી નથી રહી. પાકી દરજણ થઇ એની જેમ ગલ્લો ખોલીને બેઠી છું, પછી શાંતિ થાય…

રૂપલી, જીવને ધરપત રાખ. સમાચાર મળ્યા એ ભેગો નટિયો ક્યારનો સંતાઇને તને જોઇને ગયો છે ને લજવાઇને નીચી મુંડીએ પાછો ભાગી ગયો છે !!! રૂપલી, એની આંખો અંજાઇ ગઇ’તી, તારા આતમના અજવાળાથી !!

વિનુ વડેસરી
‘વિન્યા, હવે તું હું કરવાનો ? તારું ભણવાનું હવે તો પુરું થ્યું ને ?’

બાપાએ ટ્રેક્ટર નીચે રહ્યે રહ્યે જ વાત માંડી.

’તે ઇ રીપેરીંગનું કામ પછી કરો તો નો હાલે ? મારી હારે વાત કરવા બારા તો નીકળો.’’

‘તી વાત તો થાય છે ડોબા જેવા ! તારું ડાચું જોઇને મારે હું કરવું છ ?

’કામ તો મારે ય છે બાપા’

’હા, છોડિયું પાછળ આંટા મારવાનું, ગધાડાની જ્યમ !”

વિનુ ફુંફાડા નાખતો ડેલી બહાર નીકળી ગયો. આમ જુઓ તો બાપ બેટો બેય સરખા હતા. મિજાજનો પાર નહીં. પોતાને મોટા ભુપ સમજે ! એમાં આ વછેરા જેવા વિનુમાં વાયડાઇ ભારોભાર! મોરબીમાં બી. કૉમ થઇને ગામડે આવ્યો હતો પણ રુઆબ પરદેશમાં પી.એચ.ડી કર્યું હોય એવો.

બાપાએ વિન્યા માટે છોકરીઓ જોવા માંડી હતી ને વિન્યો કહેતો, ‘મારે ભણેલી ને સુધરેલી છોકરી જોઇએ. ગામડાની ગમાર નંઇ હાલે! હું ઇંટરવ્યુ લઉં ને એને પાસ કરું પછે જ વાત આગળ હાલે.’ગામડાગામમાં લોકોને ઇંટરવ્યુની વાતથી જરા કૌતુક થાય. ‘આ ભણેલા છોકરાંવના ફેન ફતુર ઝાઝાં!’

વિનુએ એક પછી એક છોકરીઓ જોવા માંડી ને દેકારો બોલાવી દીધો. ધડાધડ બધી ય નાપાસ !! નાતમાં વિનુ વગોવાઇ ગયો.

વિનુના ગામથી થોડુંક દુર સરદણ ગામ. એના પશા પટેલની છોડી કલા. ભારે ડાહી. વિવેકી યે એટલી જ. વિનુ સાથે એનો ઇન્ટરવ્યુ ગોઠવાયો. વિનુની ખ્યાતિ ત્યાં પહોંચી ગઇ હતી પણ પશા પટેલે વિચાર્યું, ખોરડું તો આબરુદાર છે. છોકરો જરા ચડી વાગેલ છે પણ એ તો હોય! ગધાપચીસી ઉતરશે ને માથે ધુંસરી પડશે એટલે ઠેકાણે આવી જશે ! આપણી કલા ય સમજદાર છે. બધું ય સમુંસુતરું પાર ઉતારશે.

એ દિવસ આવી પહોંચ્યો. વિનુના દોસ્તાર એના ભેગા આવ્યા હતા. બાએ એમને આવકાર આપ્યો. ઓસરીમાં ઢોલિયે બેસાડી ચા પાણી પાયાં. ‘સોનકી, મે’માનને અંદર લઇ જા.’  ‘હાલો’ કહેતી સોનકી હાજર થઇ. કૉલર સરખા કરતો વિનુ ઉભો થયો ને રુઆબથી ડગલાં માંડ્યા.

‘જરા, જોડા બા’ર કાઢજો ને મે’માન !” વેંતએકની સોનકીના વેણથી વિનુ વઢાઇ ગયો પણ છુટકો નહોતો. પોતાના ઘરમાં ય મા જોડા સાથે અંદર આવવા નહોતી દેતી ! મોં કટાણું કરતો વિનુ અંદર જવા ગયો એમાં ઉંચુ જોતાં ભુલી ગયો ને લમણું બારસાખે ભટકાણું. આ બધાનું પરિણામ એ આવ્યું કે વિનુ ભુરાયો થયો.

ઓરડામાં એક ખુરશી ને એક ટિપાઇ રાખ્યા હતા. વિનુ ખુરશીમાં ખડકાયો. કલાને ય સોનકી મુકવા આવી. ઘડીક વિનુ સામે તો ઘડીક કલા સામે જોતી સોનકી મુંઝાઇ, હવે શું કરવું ? કલાએ આંખથી બહાર જવાનો ઇશારો કર્યો. બહાર તો એ નીકળી પણ એનો દબાવેલો ખિખિયાટો બેયને સંભળાઇ ગયો. એમ તો કલાએ જાળિયામાંથી કાકીને ય ડોકું તાણતાં જોયાં ને એનો જીવ ઉંચો થઇ ગયો પણ સારું થયું વિનુની એ તરફ પીઠ હતી.

વિનુએ ખોંખારો ખાધો.’બીજી ખુરશી નથી ઘરમાં ?’કલાને આ ન ગમ્યું પણ ગળી ગઇ. ટિપાઇ પર બેસી ગઇ. વળી સોનકી આવી ને ચેવડો પેંડા મુકી ગઇ. વિનુનો ચહેરો જોઇ કલાને લાગ્યું કે હવે જો સોનકી આવશે તો આ જણ પરબારો હાલતો થઇ જશે. આમે ય વિનુ વિશે થોડી ઉડતી વાતો એના કાનમાં આવી હતી.

‘શું ભણ્યા છો ?’

’બાપુજીએ નથી વાત કરી ? બી.એડનું હાલ જ પુરું કર્યું.’

’ઠીક છે, ઠીક છે. એ ભણવાનું તો બરોબર પણ ટાંકો ટેભો આવડે ને ? રાંધવાનું બધુંય આવડવું જોઇએ. વાનગીઓ બનાવવામાં કેવોક રસ ?’

’આમ તો સારું આવડે. બાકી શીખી લઇશ.’

’તો બોલો, ચણાના લોટની કઇ કઇ વાનગી બને ?’ વિનુએ પ્રશ્નપત્ર ઉઘાડ્યું.

’મોહનથાળ, ખાંડવી, ઢોકળાં…’ કલા ઉત્સાહમાં આવી ગઇ.

’બીજું બોલો.’’ગાંઠિયા, ભજીયા…..’

’આટલું જ ? ન ચાલે’

’મગસ, બુંદી…’  અકળાયેલી કલા જવાબ દેતી ગઇ પણ વિનુએ વાનગીનો કેડો ન છોડ્યો.

‘હજી બોલો. માએ શું શીખવાડ્યું છે ?’

’પુડલા’ કલા જરા જોરથી બોલી.

વિનુ હજી તોરમાં જ હતો.’પછી ?’

’પછી ? એલા, તારો બાપ મરે ત્યારે ચણાના લોટની કઢી ય બને પણ તું અબઘડી અહીંથી હાલતો થા.’ કલા ગરજી.

કલાની રાડ સાંભળી જાળિયામાંથી માથું ખેંચી કાકી, સોનકી ને નાનકો યે દોડતા આવી પહોંચ્યા.  બધા બહારથી કાન માંડીને કલાનો ઇંટરવ્યુ સાંભળતા હતા..

’તમારો એક જોડો કુતરું તાણી ગ્યું છ મેમાન !’ કહેતાં સોનકીએ ખુલ્લો ખિખિયાટો કર્યો.

‘હશે ભાઇ, જાવ તમારા બાપા વાટ જોતા હશે.’ કહેતાં બાએ વાત વાળી ને વિન્યાને શેરીમાંથી પાધરો વળાવ્યો….