Posted by: readsetu | માર્ચ 19, 2011

હું મૃત્યુ પામીશ અને….

હું મૃત્યુ પામીશ

અને તારા આંસુ વહેશે…

જેની મને ખબર નહિ પડે…

તું અત્યારે જ રડને !!

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ શકીશ નહિ

તું હમણાં જ મોકલ ને …

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહિ શકું

તું એ શબ્દો હમણાં જ કહે ને !!

હું મૃત્યુ પામીશ

અને તું મારી દોષો ભૂલી જઇશ

જે હું જાણી શકીશ નહિ

મને હમણાં જ માફ કરી દે ને !!

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

હું નહિ અનુભવી શકું

મને અત્યારે જ યાદ કર ને !!

હું મૃત્યુ પામીશ

અને તને થશે તેં મારી સાથે થોડો વધુ સમય વીતાવ્યો હોત તો  !!

અત્યારે જ એવું કર ને !!

Advertisements

Responses

  1. લતાબેન
    સુંદર વિચાર વ્યક્તિની અછત મરણ બાદ જ અનુભવાય

  2. તમે જેને ચાહો છો, જેને પ્રેમ કરો છો,
    એવી દરેક વ્યક્તિ માટે
    આ વિચારો
    અને એને અનુભવવા દો કે
    એ તમારા માટે કેટલા મૂલ્યવાન છે !!…

    ખુબ સરસ વાત કહી ….. આજે મેં પણ કઈ આવુંજ લખ્યું …. !

  3. હું મૃત્યુ પામીશ
    અને તું મારી કદર કરીશ
    જે હું સાંભળી નહિ શકું
    તું એ શબ્દો હમણાં જ કહે ને !!
    આવા વિચારે કોઈ જીવતા જીવ બારમું કરે અને મરશિયા પણ ગવડાવે .મરશિયાની વાત યાદ આવે…
    યુધ્ધમાં હમીરજી અને એક બે યોધ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનુ આખુ શરીર વેતરાઇને લીરા જેવુ થઈ ગયુ છે, છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામા ઘેરી લેવામાં આવ્યા અને તેમની માથે એક સામટી દશ તલવાર પડી. શિવલીંગનું રક્ષણ કરતો એ અંતિમ યોધ્ધો પણ ઢળી પડયો અને સોમનાથનું મંદીર ભાંગ્યું. આમ આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા. અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયાકે, રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા; કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત. વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં; હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
    સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા

  4. sundar vichar!! Comment ma lakheli vigat janvanu rasprad thai padyu!!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: