Posted by: readsetu | ઓગસ્ટ 28, 2013

કાવ્યસેતુ 101 – ઊર્મિ પંડિત

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 27 ઑગસ્ટ 2013

ચરણને અચાનક છળી જાય રસ્તો

મુસાફરનું મન કળી જાય રસ્તો !

નિહાળીને સંકેત આગળ વધો પણ

તમારી જ મંઝિલ, ગળી જાય રસ્તો !

સવારી તણા દબદબાથી પ્રભાવિત

અદબ જાળવીને, લળી જાય રસ્તો !

દગાબાજ શા લક્ષ્યને વસવસો છે

સતત ચાલવાથી ફળી જાય રસ્તો !

કદી જાણકારોય ભૂલા પડે ત્યાં

અજાણ્યાને સહેજે, મળી જાય રસ્તો ! …………………… ઊર્મિ પંડિત

ઊર્મિ પંડિતના કાવ્યની પ્રથમ પંક્તિ ‘ચરણને અચાનક છળી જાય રસ્તો’ વાંચતાં જ યાદ આવે ને કવિ મનોજ ખંડેરિયા…

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા

એક પગ બીજા પગને છળે એમ પણ બને…

પણ બસ આટલું જ.. પછી કવિની યાત્રા અલગ આરંભાય છે રસ્તાની તરફ… જ્યાં માર્ગ જ મંઝિલ છે… રસ્તો જ રાહબર છે.. આખીયે કવિતા રસ્તાના ચિંતન તરફ ફર્યા કરે છે.

તમને સંકેત મળે, દિશા મળે અને પછી તમે યાત્રા આરાંભ કરો પણ એવું યે બને કે તમારી મંઝિલ જ રસ્તો ગળી જાય !! તમને દિશાવિહિન કરી દે રસ્તો !! રસ્તાના રૂપ જુદાં જુદાં છે અને અહીં એ નોખી નોખી રીતે આલેખાયાં છે. સવારી આંજી દે તેવી હોય તો એનો દબદબો જોઇને રસ્તાને એની અદબ જાળવવાનું મન થાય, એ લળી પડે !!

વાત કંઇક આમ પણ રજૂ થાય છે કે જ્યારે લક્ષ્ય દગાબાજ હોય, છેતરામણું હોય ત્યારે એને ચિંતા રહે, અફસોસ પણ થાય કે આ સતત ચાલનારને તો રસ્તો ફળી ગયો !! ચરણ થાક્યા વગર મંડ્યા રહે તો આમ પણ બને !! કવિની કલ્પનામાં કદીક અજાણ્યાને ય સહેજે રસ્તો મળી જાય છે, જ્યાં જાણકારો પણ ભૂલા પડી જાય છે….

રસ્તો કહો કે પથ, જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. બાળપણમાં પા પા પગલી કરતા બાળકને ચાલવાને રસ્તો જોઇએ છે તો મોટા થયા પછી પોતાની કારકિર્દી, આજીવિકા અને જીવવાના સાધન તરીકે પણ રસ્તાની શોધ મુખ્ય બાબત બની રહે છે. ધીમે ધીમે એ જીવનના લક્ષ્યની શોધ તરફ પણ વળી શકે છે…. અલબત્ત દૃષ્ટિ ખુલવાની વાત છે.. એનો ઉઘાડ થાય તો રસ્તો આપોઆપ જડી રહે છે…  રસ્તા સંદર્ભે ચિંતન આદરીએ તો આખો નિબંધ લખી શકાય…  આ નાનકડી કવિતામાં યે એની એક ઝલક સરસ મજાની રીતે વ્યક્ત થઇ છે !!

રસ્તાના રસ્તાને જુદી જુદે  રીતે અલગ અલગ કલ્પનોમાં ગૂંથી સરસ રીતે રજૂ કરનાર આ કવિની બીજી રચના પણ અહીં જ માણીએ…

સરતી હવા પર, ગીત લખને

સૂની હથેળી, પ્રીત લખને !!

કોલાહલે ફૂલો મુરઝાયા

સંવાદનું સંગીત લખને !!

હૂંસાતૂંસી ને હડિયાપટ્ટી

સૌની સરખી જીત લખને !!

ડરવું પળેપળ મૃત્યુ જેવું

જીવી જવાની રીત લખને !!

જે જે ને હું સામો મળું

તેના ચહેરે સ્મિત લખને !! …………………

 

Advertisements

Responses

  1. ખૂબ સુંદર

  2. Dear Lataben,
    Your imagination and expression know no bounds.
    You are very creative,
    Congrates!
    Geeta


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: