Posted by: readsetu | જાન્યુઆરી 15, 2014

કાવ્યસેતુ 120 – વર્ષા બારોટ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 14 જાન્યુઆરી 2014

કાવ્યસેતુ 120 લતા હિરાણી

તારે જે કહેવું છે મને
એ જ મારે કહેવું છે તને
અને મારે જે કહેવું છે
એ જ કદાચ તારે પણ મને….
પણ એકેય શબ્દ મળતો નથી
અને મૌન એવા આપણે
એકબીજાને બતાવીએ છીએ
સૂર્ય ફૂલો, પતંગિયાઓ,
વૃક્ષો વેલી, નદી, તળાવ, પંખીઓ
દૂર ક્ષિતિજે રેલાતા રંગો
અને હસી પડતા ચાંદ – તારાઓ ………. વર્ષા બારોટ

એકબીજા પ્રત્યે વ્યક્ત થવાની ઝંખના… દરેક સંબંધમાં હોય પણ જ્યારે બે દિલ પ્રેમના બંધને બંધાય ત્યારે એ અત્યંત પ્રબળ બની જાય. કવયિત્રી વર્ષા બારોટની નાયિકાની મૂંઝવણ કેવી સરસ રીતે અભિવ્યક્ત થઇ છે !! કહેવું છે, વ્યક્ત થવું છે પણ શબ્દ સંતાઇ ગયા છે. મનમાં ભાવના દરિયાની ભરતી છે પણ કિનારે પથરાયો છે સુંવાળી રેતીનો લાંબો પટ… ત્યાં પહોંચીને દરિયાનો ઘુઘવાટ પણ શમી જાય છે.. ફેલાય જાય છે અપાર અગાધ મૌન.. આ દરિયો છે સ્નેહનો…..

મને એક ફિલ્મી ગીત યાદ આવે છે. ‘મુઝે કુછ કહેના હૈ, મુઝે ભી કુછ કહેના હૈ, પહલે તુમ, પહલે તુમ…..’ થોડું તોફાની પણ કંઇક આવો જ ભાવ લઇને ગુનગુનાવવાનું મન થાય એવું ગીત…..

આમ જુઓ તો સાવ સરળ રજૂઆત છે આ કાવ્યમાં પણ એની અસરકારકતા આ સરળતાને લીધે જ છે. થોડાક નાજુક શબ્દોમાં હળવેથી મનની વાત તરતી મૂકી દીધી છે. વાત સુખની છે, સંતોષની છે, મનમાં ખીલી ઊઠતા મેઘધનુષ્યની છે એટલે હોઠ પરથી શબ્દો નથી સરતા પણ આંખોમાં ઉઘડે છે – ઉગતો સૂર્ય, ખીલેલાં ફૂલો, લીલાંછમ્મ વૃક્ષો, એને વળગેલી વેલી, લહેરાતું સરોવર, આકાશે મુક્ત ઉડતાં પક્ષીઓ કે દૂર ક્ષિતિજે રેલાઇ ઊઠતાં રંગો… એક મીઠાં રંગીન શમણાંની દુનિયા લહેરાય છે આ પ્રતીકોમાં. ઉગતા સૂર્યથી હસી પડતાં ચાંદ-તારાઓ સુધી અને પાસે ઊભેલા વૃક્ષોથી માંડીને દૂર સુદૂર ક્ષિતિજે રેલાતાં રંગો સુધી આ દુનિયા ફેલાયેલી છે. શું બાકી છે આ સ્વર્ગમાં ? કશું જ નહીં.

પ્રેમની ભરતીમાં શબ્દોની સ્કેરસીટી કેટકેટલા કવિઓએ અભિવ્યક્ત કરી છે !! હરીન્દ્ર દવેનું આ મધમીઠું કાવ્ય તો અહીં આપવું જ પડે..

હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક કયાંક દીઠો લાગે!
સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું સંસાર આ અજીઠો લાગે……
રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો છલકાતો રંગ જો મજીઠો લાગે!……..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: