Posted by: readsetu | જાન્યુઆરી 20, 2014

કોરો કાગળ – લતા હિરાણી

ભાવનગર શિશુવિહાર આયોજિત કવિસંમેલનમાં dt. 11 January 2014 પ્રસ્તુત કરેલું કાવ્ય. લગભગ વીસેક વર્ષ પહેલાં લખાયેલું મારું પ્રથમ અને મને ખૂબ ગમતું કાવ્ય. કવયિત્રી નલિની માડગાંવકર અને મહેશભાઇએ તેમની કૉલમ (જન્મભૂમિ પ્રવાસીમાં) આ કાવ્ય વિશે લખેલું. કવિ નીરવ પટેલે પણ આના વિશે નોંધ કરેલી એવા કોઇએ સમાચાર આપ્યા હતા.

સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન, મારી દિશા
હું જ નક્કી કરું
લીટીઓ દોરી આપે કોઇ મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
એટલું જ ઉતરવાનું કે ચડવાનું
મને મંજુર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
માનવી પણ જુઓને !!
એક એક અક્ષર નોખો એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રકટતા શબ્દો……

Advertisements

Responses

  1. હું એટલે મારામાં વહેતું ઝરણું
    મારામાં ઉગતું તરણું
    ને એમાંથી પ્રકટતા શબ્દો……

    બહુ ગમ્યુ….

  2. vah

    • thank you raz

  3. ખુબ સરસ. હું માટે આટલી વાત પુરતી છે..

    • Thank u very much Bharat bhai.

      On 28 Jun 2017 9:38 p.m., “સેતુ ~ લતા જ. હિરાણી” wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: