Posted by: readsetu | ફેબ્રુવારી 13, 2014

કાવ્યસેતુ – 117 લતા હિરાણી

દિવ્ય ભાસ્કર > 24 ડિસેમ્બર 2013 >કાવ્યસેતુ – 117   લતા હિરાણી  

બંધ મુટ્ઠીમાં ભરાયું છે બધાનું આયખું
ચોળતા હાથે ચિરાયું છે બધાનું આયખું.
પાંદડું પીળું થતાં ઉપવન કરે ઉપાસના
મોહના ભડકે બળાયું છે બધાનું આયખું.
પ્રશ્ન કરવો ના ઘટે ઉત્તર જરા સીધો જ છે
ભરમના પ્હાણે દળાયું છે બધાનું આયખું.
આંખમાં દરિયો ગળ્યા ને શ્વાસમાં કાણાં પડ્યાં
સ્વાર્થના તાણે વણાયું છે બધાનું આયખું.
ઊંઘમાં અટવાઇ જાતા ભેદ સઘળાં ખૂલતાં
સ્વપ્ન થઇ સરકી છળાયું છે બધાનું આયખું. … પારુલ બારોટ 

જે જીવનનો હર હાલમાં મોહ છૂટતો નથી એની ક્ષણભંગુરતા અને એમાં વણાયેલા જાળાં વિશે કવયિત્રી પારુલ બારોટ અહીં કંઇક કહેવા માંગે છે. આમ તો આ વાત આપણા જુદા જુદા સંત કવિઓથી માંડીને આધુનિક કવિઓ સુધી સૌએ ગાઇ-પોકારીને કહી છે અને એ કહેવાયા જ રાખશે… છતાંયે મુદ્દો એ છે કે જીવન પણ આમ એ જ રફતારથી જીવાયા રાખશે.. સમજદારીનો પાલવ પકડવાનું બહુ ઓછાનું ગજું હોય છે. આપણુ એક સુભાષિત છે,

વૃદ્ધિથી હરખે નહિ, હાનિથી નહિ શોક
સમબુદ્ધિ જેની રહે, એવા વિરલા કોક’

હાથની રેખાઓમાં આખું જીવન છુપાયેલું હોય છે એવું હસ્તરેખાશાસ્ત્ર કહે છે. ‘બાંધી મુઠ્ઠી’ એ આપણી ભાષાનો મજાનો રૂઢિપ્રયોગ પણ છે. એ આબરુ, ઇજ્જત સાથે સંકળાયેલી વાત છે. જીવન આખું માયાની જાળ છે એ તો સૌએ અનુભવેલી વાત છે. જો કે મારા મતે પ્રકૃતિ આમાંથી બાકાત છે. પ્રકૃતિ અત્યંત સમતાભરી છે. મોહમાયાથી જોજનો દૂર. ઋતુ આવે, ઋતુ જાય, ફૂલો ખીલે કે બધું ઉજ્જડ થાય, એ નિશ્ચલ રહે છે. પણ સૌની દૃષ્ટિ અલગ છે.

અહીં કવયિત્રીને જુદું ભાસે છે. પાંદડાની પીળાશ ઉપવનથી ખમાતી નથી.. એ ઉપાસના કરે છે. કુદરતને પણ અહીં માયામાં લપેટાતી દર્શાવી છે.. અને હોઇ શકે.. પર્ણના ખરવા પર વૃક્ષ આંસુ સારતું યે હોય.. એને સ્થિર રહેવાનો શાપ મળ્યો છે એટલે કદાચ એ એની વેદના આપણા સુધી ન પહોંચાડી શકતું હોય !!

કેટકેટલા ભ્રમ આપણે જીવનભર પાળતા રહીએ છીએ ! શ્વાસ પૂરાં થવા આવે તોયે સ્વાર્થની જાળમાંથી કોઇ છૂટી શકતું નથી.. અલબત એમ કહેવું જોઇએ કે કોઇને છૂટવું નથી.. કંઇક મળવાની આશામાં આયખું ખતમ થઇ જાય છે. કંઇક મેળવ્યાનો ભ્રમ ચિતામાં માનવીની સાથે જ ખાખ થાય છે. જોનારાં બધું અનુભવે છે કે કેટલું ક્ષણિક છે આ સઘળું !! બધા સમજે છે કે કંઇ ઉપર સાથે નથી લઇ જવાનું. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે તો યે દોડ પૂરી થતી નથી. હરિફાઇ ખતમ થતી નથી.. એક જ સવાલ ને એનો એક જ જવાબ તો યે સ્વપ્ન જેવા આ જીવનમાં બધો જ સમય સહુ સંતાકૂકડી રમ્યા કરે છે.
લો, કવિ સુનિલ શાહની એક સરસ મજાની ગઝલ….

ધારણાઓ સ્પર્શની ક્યાં હર વખત સાચી પડી
આ હથેળી કાલ માફક આજ પણ પાછી પડી
જળસમું આ મન કદી સમજાયું નહીં હે જિંદગી
સર્વ ઇચ્છાઓ જુઓ વાદળસમી ફાટી પડી
આમ ભીનો આમ કોરો હોઉં છું હું રાતભર
થોડી ઈચ્છા, થોડી પીડા આમ લ્યો ઝાંખી પડી
ઝીલવું ને જીવવું એ બેઉમાં ધબકાર છે
એ સમજવામાં સમજદારી જરા નાની પડી
થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ બેફિકર
ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી…….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: