Posted by: readsetu | ફેબ્રુવારી 26, 2014

કાવ્યસેતુ – 125 પ્રદીપ શેઠ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 18 ફેબ્રુઆરી 2014

કાવ્યસેતુ – 125 લતા હિરાણી

ઝાકળના આંગણિયે સૂરજ લીપીને સખી રોજ રોજ સપના હું વાવું
સાંબેલુ, ખારણિયો, ઘમ્મરવલોણું ને સુની અભરાયું સજાવું,
સખી રોજ રોજ સપનાં હું વાવું
વળગણીએ પોઢેલી તસતસતી ચોળીમાં સોળ સોળ આભલા જડાવું
નયનોના દર્પણમાં તુજને સમાવી, તારા નયનોમાં મુજને સમાવું,
સખી રોજ રોજ સપના હું વાવું
વગડાની વાટ્યુંમાં વાયરાને આંજીને ટહુકામાં જાત મલકાવું
થાંભલીયું, ટોડલીયા, ડેલી ને ઉંબરમાં, છાતીના થડકા જડાવું
સખી રોજ રોજ સપના હું વાવું
વાળેલી શેરીમાં, પગલાની છાપુમાં, સાતસાત દીવડા પ્રગટાવું
આભેથી દરિયો ઉતારીને નસ-નસની વહેતી નદીમાં સમાવું
સખી રોજ રોજ સપના હું વાવું…………પ્રદીપ શેઠ

કુંવારી કન્યાના મનના માણીગરને મળવાના – મેળવવાના કોડભર્યા ગીતોના રચયિતા કવિઓ વધુ હોય છે, કવયિત્રીઓની સરખામણીમાં. એમ કેમ હશે ? મને તો કવયિત્રીનું આવું ગીત હજુ સુધી મળ્યું નથી.. ભાવકો, કવિઓ, ઇજન છે, આપની જાણમાં હોય તો મને જરૂર જણાવશો.

‘વાત બહાર જાય નહીં’ અંતરંગ સખીના કાનમાં જ કહેવાય એવી વાત છે. મુગ્ધાએ સપનાં વાવ્યાં છે.. અને સપનાંનું જ ઘેઘૂર વન ઊગી નીકળ્યું છે એટલે ઝાકળના આંગણમાં સૂરજના લીંપણ થાય ! ઝાકળ જેવા ભીના મનમાં સૂરજનો હૂંફાળો તડકો પથરાય છે ને એ ભૂમિમાં સપનાંના વાવેતર થાય છે. કદીક સાંવરિયો આવી જાય તો પંડને તો શણગારવાનું છે જ. આખું ઘર પણ એને નોતરાં દેતું હોય, એના આગમનને વધાવતું હોય એ કેવું રૂડું !! એટલે સાંબેલું, ખારણિયો, વલોણું ને સૂની પડી ગયેલી અભરાઇઓ પણ કન્યા સજાવવા બેઠી છે.. એના ઘરનો એક એક ખૂણો પિયુની પ્રતીક્ષામાં આંખો પાથરીને બેઠો છે….

કન્યાનું હૈયું છલકાય છે, અરમાન ઊભરાય છે. કેટકેટલું કરવાના કોડ છે !! જુવાની પૂરબહારમાં મહોરી છે એટલે વળગણીએ લટકતી ચોળી હવે ઉભરતા અંગો પર તસતસતી વીંટળાય છે. એને થાય છે, એમાં સાત સાત આભલાં જડાવી લઉં ? તો સાંવરિયાની નજર ત્યાં વીંટળાઇ વળે !! એ મારી નજરુંમાં સમાયો છે ને મારેય એની આંખ્યુંના સરવરમાં સમાઇ જવું છે.. સપનાંના સાતેય રંગો ત્યાં વેરી દેવા છે.
ગીતમાં કલ્પના અને કલ્પનોની રાસલીલા પૂરબહારમાં ખીલી છે. વાદળને આંબતા કન્યાનાં સપનાં છે એટલે વગડાની કેડીમાં પતંગિયાની જેમ ઊડાઉડ કરતા વાયરાને આંખમાં આંજી લેવો છે ને પંખીના ટહુકારામાં જાતને રેડી દેવી છે. ખીલેલું મન કલરવ કરતું વૃક્ષની ડાળીએ ડાળીએ વેરાઇ જાય… આટલેથીયે ધરવ કેમ થાય ? એને તો ઘરની રૂપાળી થાંભલિયું, કોળેલા ટોડલા, આવકારતી ડેલી ને ઉભરાતા ઉંબરમાં છાતીના વલોવી નાખતા થડકા જડાવવા છે.. જેથી કણેકણમાંથી નીતરતો નેહ પિયુને ઘેરી વળે..

શેરીમાં પગલાં છે ને પગલાંની છાપુમાં મનના દીવડા ઝળહળે છે. જુઓ, અહીં દરિયો ધરતી પર નહીં, આભમાં છે !! ખરેખર તો દરિયો નાયિકાની આંખોમાં છે, હૈયામાં છે.. નસનસમાં વહે છે, ઉછળે છે.. એને કેમ કરીને બતાવવો ? આટાઆટલાં વાનાં કર્યા તો ય ધરપત નથી.. સપનાના દરિયાને ક્યાંય આરો-ઓવારો નથી.. એની મસ્તીને ક્યાંય વિરામ નથી.. એના ઘુઘવાટને કદી આરામ નથી.. પિયુની પ્રતીક્ષા અને તેના મિલનમાં એની આખીયે જાત ઓગળી ગઇ છે !!…………..

જુઓને, કવિ મુકેશ જોષીની આ કવિતા પણ આવી જ મઘમઘતી છે ને !
સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યું ઝીણું મોતી..
મોતીમાંથી દદડી પડતું, અજવાળાનું ઝરણું
મેં સાજનને પૂછ્યું, તારા સપનાંઓને પરણું ?
એણે એનાં સપનાંમાંથી, ચાંદો કાઢ્યો ગોતી
સુક્કી મારી સાંજને ઝાલી, ગુલાબજળમાં બોળી
ખટમીઠા સ્પર્શોની પૂરી, અંગો પર રંગોળી
સુરજની ના હોંઉ ! એવી રોમેરોમે જ્યોતિ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: