Posted by: readsetu | માર્ચ 20, 2014

કાવ્યસેતુ – 128 દીના શાહ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 11 માર્ચ 2014

કાવ્યસેતુ – 128 લતા હિરાણી

સૂર્ય ઊગે છે, આથમે છે પણ
આ ક્ષણોની રમત ગમે છે પણ
આ તડપ જંપવા નથી દેતી
દર્દ પીડે અને શમે છે પણ
કેન્દ્રમાં કોઇ સ્થિર ઊભું છે
ચોતરફ એ વળી ભમે છે પણ
દોડવાનું ઇનામ તો જીત્યા
પીઠ પર સોળ ચમચમે છે પણ
મૌન બેસું ‘દીના’ લઇ તસ્બીહ
નામ તારું સતત રમે છે… ડો. દીના શાહ

પ્રેમ, પ્રેમ ને પ્રેમ.. ત્રાસ છે આ પ્રેમ નામના તત્વનો !!! દુખી કરવામાં એ પાછું વાળીને જોતો નથી છતાંય પાગલ મન એના નામની માળા લઇને નિરંતર જપ્યા કરે છે !! સૂર્ય ઊગે છે ને આથમે છે, પ્રકાશ અને અંધકાર, સુખ અને દુખની આવનજાવન રહ્યા જ કરે છે… આ રમત ગમેય છે પણ આ તડપ નથી જંપવા દેતી, નથી છૂટતી.. દર્દ એવું છે જે ઘડીક પીડે છે, ઘડીક શમી જાય છે.. આમ જુઓ તો કશું જ સ્થિર નથી.. જીવનને ડહોળ્યા રાખે છે. પ્રેમ નામની હવા કદીક શ્વાસ છોડાવી દે તો કદીક વંટોળ બનીને ઊભરી આવે..

આ આખીયે રમતમાં, મમતમાં, એના કેન્દ્રમાં કોઇ એક નામ એવું છે, જે સ્થિર ઊભું છે.. એક અસ્તિત્વ એવું છે જે સ્થિર પણ છે અને ચારે તરફ ભમે પણ છે. કોઇ પણ રીતે એ કેન્દ્રમાં રહે છે. આંખ સામેથી, હૃદય પાસેથી ખસતું નથી..એના માટેની દોટ અટકતી જ નથી. એને પામવાની ઝંખનાનો ક્યાંય આરો-ઓવારો નજરે ચડતો નથી.. મૃગજળ પાછળ હરણ ભટકે એમ જીવ એની પાછળ રઝળ્યા કરે છે. સવાલ એ છે કે આમ દોટ માંડીને મેળવ્યું શું ? પહોંચ્યા તો ક્યાં પહોંચ્યા ? પીઠ પર સોળ અને આ ચમચમતા સોળની વધારાની પીડા !! એ કોને કહેવી ને કેમ સહેવી ?

અહીં એક શેર યાદ આવી જાય છે,

અગર કુછ થી તો બસ યે થી આખરી તમન્ના અપની
કિ વો સાહિલ પે હોતે ઔર કશ્તી ડુબતી અપની….

કહેવા પૂરતી આ જીત છે પણ આ જીત સુખ આપનારી નથી.. શાંતિ આપનારી નથી.. ખરેખર આ દારુણ જીત છે.. જે મેળવ્યા વગર પણ નથી રહેવાતું ને મેળવીને પછી શ્વાસ લેવા પણ મુશ્કેલ બની જાય છે. વાત આટલી જ છે.. હાથમાં માળા લઇને તારું નામ જપ્યા કરું છું.. મૌન બેસું છું પણ અંદર નિરંતર સંવાદ ચાલે છે..

આખીયે ગઝલમાં ફરિયાદ, પીડા ભરેલાં છે પણ સ્વસ્થતા ચુકાયા વગર. જીત્યા પછીની હારનીયે ખૂબ સંયત રજૂઆત છે. પ્રેમમાં દર્દ ન હોય એવું તો બને જ કેમ ? સિવાય કે એ પ્રેમને નામે છળ હોય !! પ્રેમ અને આંસુને અવિભાજ્ય સંબંધ છે. પ્રેમમાં પીડાની આ વાત યુગો યુગોથી કહેવાતી આવી છે અને યુગો યુગો સુધી કહેવાતી રહેશે. દરેક માનવીએ વત્તા ઓછા અંશે અનુભવેલી આ વ્યથા…. આ એ જ વાત છે છતાં કે કદાચ એટલે જ સંતર્પક બની છે.

લો, આ શાયર અહમદ ફરાઝની ખુબસુરત ગઝલ..

રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લિયે આ
આ ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ….
કુછ તો મેરે પિન્દારે મુહબ્બત કા ભરમ રખ
તૂ ભી તો કભી મુઝકો મનાને કે લિયે આ….
કિસ કિસ કો બતાયેંગે જુદાઈ કા સબબ હમ
તૂ મુઝસે ખફા હૈ તો ઝમાને કે લિયે આ….
ઈક ઉમ્ર સે હું લઝ્ઝતે ગિરયા સે ભી મહરુમ
અય રાહતે જાં મુઝકો રુલાને કે લિયે આ…..
અબ તક દિલે ખુશફહમ કો તુઝસે હૈ ઉમ્મીદેં
યે આખરી શમા ભી બુઝાને કે લિયે આ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: