Posted by: readsetu | માર્ચ 25, 2014

કાવ્યસેતુ 129 ફિલિપ ક્લાર્ક

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 25 માર્ચ 2014
કાવ્યસેતુ 129 લતા હિરાણી

તારું
ન હોવું
એટલે જ
તારું હોવું
અડોઅડ,
તારું
ન હોવું
એટલે
સૂર્ય વિનાનો દિવસ
અને
તારા વિનાની રાત
તારું
ન હોવું
એટલે
ઝરતી હવાઓ
ને
પડી ગયેલો પવન. ………ફિલિપ ક્લાર્ક

આ અછાંદસ કાવ્ય એક વિરહથી પીડાતા મનનું છે. વિરહની પીડા સ્ત્રી-પુરુષ બંને અનુભવે પરંતુ આમાં મને સ્ત્રીનું મન વધુ વંચાયું છે. મને એક ગીત યાદ આવે છે,

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ..

કોઇનું પાસે હોવું, સાથે હોવું કે દૂર હોવું એમાં કેટલું છેતરામણાપણું છે !! સાથે હોવા છતાં દૂર રહ્યાનું દુખ અને દૂર હોવા છતાં સાથ પામ્યાની સુગંધ !! પ્રેમ કરનારા દરેકને આ અનુભુતિ અનેક વાર થઇ હશે. સવાલ છે સાથે હોવું એટલે શું ? શરીરનો સાથ એ સાથ છે ખરો ? જવાબ હામાં અને નામાં પણ. પ્રિય નજર સામે હોય પણ એની નજરમાં ન હોય આવકાર, ન અનુભવાય ઉષ્મા, ન પમાય સ્નેહની શિકરો તો એવો સાથ સતત અનાથ હોવાનું જ સંવેદન ઉપસાવે…. આવે વખતે મજબુરીનું નામ આપનાર પ્રેમી પોતાના દિલને જ પૂછે, સાચો જવાબ મળશે..

પ્રેમીઓને સમાજ જરૂર નડે છે પણ પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ મર્યાદા કદી નથી નડતી.. બે આંખોમાં છલકાતા ભાવ, વાતચીતના શબ્દો, એનો ટોન, એનો પ્રવાહ… ક્યાંક અછડતોયે સ્પર્શ…… પ્રેમ ઝીણી ઝીણી એક હજાર રીતે વ્યક્ત કરી શકાય છે. એની અભિવ્યક્તિને કોઇ સીમા, કોઇ મજબૂરી નથી નડતી.. અને હવે તો હજાર સાધનો યે સુલભ છે… જો વ્યક્ત કરવો જ હોય તો !! એ ક્યાં શીખવા જવું પડે છે.. એ તો હૈયમાંથી આપોઆપ ઉદભવે છે !! બસ એ તરફનો પ્રવાહ જોઇએ. એ ન હોય તો મજબૂરીનાં ઘણાં નામ હોય છે. એ પણ ક્યાંય શોધવા જવા નથી પડતાં.. આ તો વાત થઇ શરીરથી નજીક હોય ત્યારની. માઇલો દૂર બેઠેલાં પ્રેમી પાસે પણ દિલને પહોંચાડવાના, નિસ્બત દેખાડવાના હજારો રસ્તા હોય છે.. સવાલ માત્ર ઇચ્છવાનો છે.. દૂર હોય કે નજીક.. પ્રેમીને વ્યક્ત થવા માટે, લાગણી પહોંચાડવા માટે સ્થળ, સમય, સ્થિતિ કશું નડતું નથી. એટલે જ કહ્યું છે, જેવું ઇચ્છો એવું પામો. તીવ્ર ઇચ્છાને રસ્તો મળી જ જાય છે.

અહીંયા પણ કવિએ સાથ ને સંગાથની વાત કરી છે કંઇક આવી જ. કવિ કહે છે, તું નથી, શારીરિક રીતે તું પાસે નથી પણ તારું અસ્તિત્વ મારી આસપાસ વીંટળાયેલું છે. તું મારી સાવ અડોઅડ છે. તને આટલું નિકટ અનુભવવા છતાં તારો વિરહ પણ ઓછો પીડતો નથી, તારું સાથે ન હોવું એટલે કે સૂર્ય વિનાનો દિવસ. દિવસ છે પણ તારું અજવાળું નથી. રાત છે પણ સુખથી ભરી દેતા તારા નથી.. ‘છે અને નથી / નથી અને છે’ની વચ્ચે પીડાય છે નાયક. ભીંસાય છે એનું હૈયું. પ્રિય વગર એ અનુભવે છે, આંસુ ઝરતી હવા અને વેગ વિનાનો પવન.. અનુભુતિ અને અભિવ્યક્તિની તીવ્રતા છે અને તોયે એની નીચે એક શાંત લય વહ્યા કરે છે. એ જ એની સુંદરતા છે. એક બે-એક બે શબ્દોમાં રચાતી પંક્તિઓ અને એમાં વણાયેલાં સ્પર્શી જાય એવાં કલ્પનોથી કવિતા દરેક પ્રેમ કરનારના મનમાં ફોરી ઊઠે…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: