Posted by: readsetu | એપ્રિલ 2, 2014

કાવ્યસેતુ 129 – મધુમતી મહેતા

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 1 એપ્રિલ 2014

કાવ્યસેતુ 129 લતા હિરાણી

આજે પહેલી એપ્રિલ.. ‘એપ્રિલ ફૂલ’ દિવસ. મૂળે તો કોઇને મૂરખ બનાવી મજા લૂંટવાનો દિવસ.. આપણે એવું નહીં કરીએ.. પણ એક હાસ્યકવિતાથી મજા કરશું.. હમણાં આઠમી માર્ચે મહિલાદિન ગયો. પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જાય છે.. મહિલાઓ હવે સબળા થતી જાય છે. અહીંયા તો પોતાનું રાજ ચલાવતી, અરે, માત્ર રાજ નહીં, પતિને ઠપકારતી મહિલા છે… પણ કવિતા મજા પડી જાય એવી છે ભઇ… લો, ત્યારે…

અહીંયા બેસી મારી વાટ્યું જોતા રે’જો એમ કહ્યું’તું
ચોરે જઇને હૌની પિંજણ કરતા રે’જો એમ કહ્યું’તું ?
ડાબા ગાલે લાફો ખાઇને જમણો ધરવો ઇ સાચું
પણ કાયમ ખાતે ધોલ ધપાટું ખાતા રે’જો એમ કહ્યું’તું ?
મંદિરમાં ભૈ દુહા ભજનો ગઇએ એમાં ક્યાં વાંધો છે ?
પટીયાં પાડી ફિલ્મી ગાણાં ગાતા રે’જો એમ કહ્યું’તું ?
પૈ પૈસો ધર્માદે નાખો તે નાખોને ક્યાં બંધી છે ?
દાતાના દીકરા થૈ હંધુય ખોતા રે’જો એમ કહ્યું’તું ?
એમ હતું કે આજ નહીં તો કાલે પણ બે પૈસે થાશું
આમ જ પૂરો ભવ મે’તાના મે’તા રે’જો એમ કહ્યું’તું ?… મધુમતી મહેતા

આ હાસ્યગઝલની નાયિકા જબરી છે. પોતાના ઇશારે નાચે એવા પતિને જ પસંદ કરનારી.. અને વળી પોતાના કહ્યા કરતાં જુદું કરે તો ઉધડો લઇ નાખનારી.. અહીંયા એમ જ એણે ધણીને ઠમઠોર્યો છે.

અહીંયા બેસીને મારી વાટ જોજો એમ જ કહ્યું’તું, ચૂપચાપ બેસવાને બદલે તમે ચોરે ચોવટ કરવા શેના બેસી ગયા ? ડાહ્યા માણસો કહે છે એ સાચી વાત કે કોઇ એક ગાલ પર મારે તો બીજો ધરવો પણ ઇ તો કો’કવાર ઠીક છે ભઇ, આમ સાવ કોઇ કાંકરો કાઢી નાખે તોય મૂંગા થોડું રહેવાનું હોય ? મંદિરમાં જઇને ભજન-બજન ગાવ એ તો સારું પણ હવે બહુ થયું, મૂંગા રહો, આમ હિરોની જેમ પટીયાં પાડી ફિલમના ગાણાં ગાવામાં કંઇ સારા નથી લાગતા !! ઠીક છે, કદી પૈ-પૈસાનો ધર્માદો કરો, એની ના કોણ પાડે છે ? પણ આમ દાતાના દીકરા થઇને બધું લૂંટાવી દેશો તો સારાસારી નહીં રહે, કહી દઉ છું હાં.. મોંઘવારીનો જમાનો છે તોય એમ હતું કે તમે કંઇક કરી બતાવશો, નસીબ આડેથી પાંદડુ ખસશે ને ધીમે ધીમે કોઠી ભરાશે પણ તમે તો પૂરો ભવ માસ્તરના માસ્તર રહ્યા.. આગળ વધવાની તેવડ જ નથી.. આમાં મારે કરવું તોય શું ? બળ્યું નસીબ.. તમારા જેવો ધણી ઠેબાં ન ખાય તો બીજું શું થાય ? સુધરો હવે, કાંઇક તો સુધરો……

પતિને શબ્દપ્રહારોથી ઠમઠોરતી પત્નીઓનીયે કમી નથી હોં.. આ ગઝલ એમને રજૂ કરે છે અને જે આવું કંઇક કહેવા થનગને છે પણ હજુ કહી શકતી નથી એમને આમાંથી કંઇક હિંમત બંધાશે એ નક્કી.. પણ એટલું ખરું કે પતિને પહેલી તારીખે આવા શબ્દો કહેવાનું ટાળવું. પગાર હાથમાં આવી જાય પછી રાજ્જા.. સોરી, રાણી.. પછી ઝૂડવાનું ઠીક રહે..

વાંચીએ, પતિ તરફથી પણ આવું જ કંઇક…
આખો દિવસ બસ બડબડ કરે, કઈંક કહો તો પછી લડલડ કરે.
વિચારે કશુંય તો કરીનેજ છોડે, દરેક વાતમાં ફક્ત તડફડ કરે.
ભુલથી જો જોવાઈ જાય કશેક, બાળે મને ને ખુદ ભડભડ બળે.
ઈચ્છા તો ઘણી કે લફરુ કરું કોઈ, છોડે તો જાઉંને, તે નડનડ કરે.
અને કદી છોડવાની વાત કરું તો, અઠવાડિયા સુધી તે રડરડ કરે.
ઉંઘવાય ન દે શાંતિથી કદી મને, રાત્રે પણ કાયમ તે બકબક કરે.
ગુસ્સો તો કાયમ નાક પર જ રહે, પારો તેના મગજનો ચડચડ કરે.
જંગલરાજ છે લગ્ન બાદ ’અખ્તર’, ભસે તે કાયમ ને મને હડહડ કરે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: