Posted by: readsetu | એપ્રિલ 16, 2014

કાવ્યસેતુ 131 દિવ્યાક્ષી શુક્લ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 15 એપ્રિલ 2014

કાવ્યસેતુ – 131 લતા હિરાણી

મનની પાલખીમાં
પ્રવાસ કરતા શબ્દો
મોજ કરતાં કરતાં
પહોંચી જાય ઠેઠ
કાવ્ય-કેદારના
અદભુત યાત્રા-ધામે !….. ડૉ. દિવ્યાક્ષી શુક્લ

ડો. દિવ્યાક્ષી શુક્લની કલમ નાનાં નાનાં સ્પંદનો ઝીલતી કવિતામાં વિહર્યા કરે છે. દીર્ઘ કવિતાઓના ભારથી થાકેલાઓએ એમનો કાવ્યસંગ્રહ માણવા જેવો ખરો. જે ક્ષણની અનુભૂતિ એમની અંદર પ્રસરી એને એમ જ ઝીલી લીધી. કવિતા કરવાનો કોઇ પ્રયત્ન નથી અને છતાં મજાનું સંવેદન ઘણી જગ્યાએ ઉપસી આવે છે. આ સંગ્રહ મને ભેટ આપવા બદલ શ્રી હરીશ ખત્રીનો આભાર માનું. કવયિત્રી પોતે જ કહે છે, જુઓ..
મનની પાલખીમાં પ્રવાસ કરતા શબ્દો પહોંચી જાય ઠેઠ કાવ્ય-કેદારને અદભુત યાત્રાધામે…… આ વાતને એક ગદ્યલાઇન ગણી શકાય પણ એમાં કવયિત્રીના પોતાના શબ્દો પ્રત્યેના, પોતાની કવિતા પ્રત્યેના લગાવના ભાવો ભરપૂર વ્યક્ત થાય છે. કાવ્યત્વ વેરતા આ શબ્દોનો મનની પાલખીમાં પ્રવાસ અવિરત ચાલુ છે.. એને તો બસ મોજ કરવી છે.. આટલી વાત કહેવા માટે કવયિત્રીએ કવિતાનું સ્વરૂપ પકડ્યું છે કેમ કે એ સાધન હૈયાવગું છે પણ એનું અસલી લક્ષ્ય છે આનંદ અને માત્ર આનંદ… એટલે અત્યંત સાહજીકતાથી આ શબ્દો ઠેઠ કાવ્ય-કેદારના ધામે પહોંચી જાય છે. કાવ્ય એમના માટે કેદાર જેવું પવિત્ર યાત્રાધામ છે, અદભુત યાત્રાધામ છે અને એ કેટલી પ્રસન્ન કરી દે એવી બાબત છે !!

એમનું આવું જ બીજું ટચુકડું કાવ્ય.

અતીતની સિતાર સાથે
બંધાયેલા તાર તાદાત્મ્યના
આપોઆપ રણક્યા કરે !

ભૂતકાળ સુખદ છે કેમ કે એને સિતાર સાથે સરખાવ્યો છે. અલબત્ત સિતારમાં તો કરૂણ સ્વરો પણ ગૂંજે પરંતુ અહીં સિતારના તારમાંથી મધુર સ્વરો રણકે છે અને આપોઆપ રણકે છે. આખું પદ્ય એ ભાવને ઉપસાવે છે. જે કંઇ બન્યું છે એની સાથે મન તાદાત્મ્ય અનુભવે છે. જીવનમાં પીડા કે દુખ ન હોય એવું બને નહીં પણ અહીં કવયિત્રીને માત્ર સુખદ સ્મરણો સાથે સંકળાયેલ રહેવું ગમે છે જે સ્વભાવનું એક વિધેયાત્મક પાસું છે અને એ આવકારવા યોગ્ય છે.

જુઓ અહીં એ શું કહે છે !

ભેળી થઇ જાય સ્મરણ-તારલી
ઓચિંતી રાસે રમવાને
ખાલીખમ આકાશમાં !!…

અહીંયા પણ તમને સુખદ ભાવો જ અનુભવાશે. સ્મરણ સાથે તારલી શબ્દ જોડ્યો છે. સ્મરણ તારલીઓ ઓચિંતી ઉમટે પડે છે. સ્મરણોનું છલકાવું સહજ છે. એ મનનો વૈભવ પણ છે. અસ્તિત્વને એ ભરચક બનાવે છે તોયે મનના આકાશને ખાલીખમ બતાવ્યું છે. સ્મરણોની તો સંતાકૂકડી ચાલ્યા કરે. વર્તમાન કદાચ રળિયામળું ન પણ હોય !! પણ એવામાં યે પોઝીટીવીટી કાયમ છે. એટલે મનનું ખાલીખમ આકાશ આ તારલીઓને રાસ રમવા નિમંત્રે છે.. રાસ રમવાની ક્રિયા અતિ આનંદદાયક છે. અતીતરાગ અહીં પણ મધુરતા આલાપે છે.

અને આ રહ્યા કવયિત્રીના પરમ તરફના મનોભાવ….

યાત્રાધામ અનોખું
અંત:કરણનું !
પામે સંતુષ્ટિ યાત્રી
ઝાંખી થતાં ઝળહળતી
જગદીશની…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: