Posted by: readsetu | જૂન 12, 2014

કાવ્યસેતુ 140 મહાશ્વેતા જાની

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 10 જૂન 2014

કાવ્યસેતુ 140 – લતા હિરાણી

મારા શરીરના દરેક કોષમાં, શ્વસતી મારી પરી !
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
મારા શરીરના અંધકારમાં ઝળહળ ઝળહળ પરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
મારી છાતીના આચમનમાં તૃપ્ત મારી પરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
મારા વ્હાલસોયા ઘરમાં કિલકારીઓ છે ભરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
પાપા પગલી, મમ્મી-મમ્મી, કરતી મારી પરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !…… મહાશ્વેતા જાની

મહાશ્વેતા જાનીની મા-દીકરીના સ્નેહબંધનની આ કવિતા. દીકરી એટલે તુલસીક્યારો, દીકરી એટલે ગુલાબનું ફૂલ, દીકરી એટલે જૂઇની વેલ… કેટકેટલું કહેવાયું છે દીકરી માટે !! દીકરીમાં માને પોતાનું પ્રતિબિંબ દેખાય છે અને પિતાને એક ફૂંફાળો ખૂણો. ઘણીવાર એવુંયે બને છે કે દીકરી મા કરતાં બાપની નજીક વધુ હોય પણ સામાન્ય રીતે માતાની સાથે એના તાર વધુ સંધાયેલા હોય છે..

અહીં મા પોતાની દીકરી વિશે શબ્દોમાં હૃદય છલકાવે છે. પોતાના જ કોષમાંથી જે ઉત્પન્ન થઇ છે એ દીકરી શરીરમાં વહેતા લોહીની સાથે વહેતી હોય ને લેવાતા શ્વાસ સાથે સરતી હોય એ સ્વાભાવિક છે. હૃદયના પ્રત્યેક તાલબધ્ધ ધબકારની સાથે રીતે આ નાનકડી પરી ધબક્યા રાખે છે. માત્ર ધબકતી જ નથી, એ જીવનની ધરી બની રહી છે. એની આસપાસ જ માતાની બધી દિનચર્યા, એની પ્રત્યેક ક્રિયા વણાયેલી છે. માતાને એના સિવાય બીજું કંઇ સુઝતું નથી, એના સિવાય કંઇ દેખાતું નથી. અંદર વ્યાપેલા અવકાશમાં પોતાની પરી જ ઝળહળ થાય છે. છાતીમાંથી નીકળતી દૂધની ધારા અને એના આચમને જ જીવનની તૃપ્તિ છે.

ઘર એના થકી જ રૂડું છે, ભર્યુંભર્યું છે. એની કિલકારીઓથી ઘરની હવા હિલોળા લે છે. એના નટખટ અવાજોથી ઘરમાં સંગીત રેલાય છે. એ જ્યારે પાપા પગલી માંડે છે ત્યારે જીવનની સ્થગિતતા ખતમ થાય છે. એમાં ચેતનાનો સંચાર થાય છે. એ નાનકડી પરીનો જ પ્રતાપ છે કે જીવન એના પૂર્ણ અજવાસથી ઉઘડે છે. કેટકેટલું કહી શકાય પોતાની દીકરી વિશે. ગ્રંથોના ગ્રંથો ભરાય તોય આ વહાલની વાતો ખૂટે નહીં !! અને છતાંય આમ જુઓ તો એક અમીભરી નજરમાંય બધું સમાઇ જાય. કોઇ શબ્દોની જરૂર ન રહે…

દીકરી માટે સાંઇ મકરંદ દવેનું એક બીજું સરસ ગીત જોઇએ.
પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.
નભથી પધારી મારી તારલી રે લોલ
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.
લેજો રે લોક એનાં વારણા રે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.
ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ
વેણીના ફૂલની વધાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.
ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ
દુર્ગાના કંઠનો હુંકાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.
બાપુની ઢાલ બને દિકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.
ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ
આથમણી સાંજે અજવાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.
રમતી રાખો રે એની રાગિણી રે લોલ
આભથી ઊંચેરો એનો રાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

Advertisements

Responses

  1. સુંદર કાવ્યો. દીકરીની કવિતાઓ આંખમાં ઝળઝળીયા લાવી દે !

    • thank u rekha..

      On Sat, Jun 14, 2014 at 6:08 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: