Posted by: readsetu | જુલાઇ 2, 2014

કાવ્યસેતુ 143 રક્ષા શુક્લ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 જુલાઇ 2014
કાવ્ય સેતુ – 143 લતા હિરાણી
વાત માંથી વાત તારી નીકળે,
એ પછી તો એક ધારી નીકળે.
ઘા હતા જીવલેણ, ‘ને હું આ ઉભી,
મોત સાથે old યારી નીકળે.
કોઈપણ ગામે ગલીએ જાઉં છું,
એક એના ઘરની બારી નીકળે.
એ પૂછે ભીનાશ ઓઢી ‘કેમ છો?’
જીભ એ કાતિલ કટારી નીકળે.
એક આ મારાપણાનાં દેશમાં,
લાગણી કાયમ ફરારી નીકળે.
એક પીછું છાતીમાં મુકું અને,
તે પછીના ઘાવ કારી નીકળે. – રક્ષા શુક્લ

ક્યારે થશે આ પીડાનો અંત ? લાગણીના દેશમાં વસનારને આ સજા કાયમની જ છે !! હૈયામાં દરિયો ઉછળ્યા જ કરે. કદી છલકાતા અરમાનોનો, કદી આવેશની ભરતીનો ને કદી વહેતા આંસુઓનો.. જગતમાં પ્રેમ અને પીડા એ બે એકબીજા સાથે જોડાયેલા, એક સિક્કાના બે પહેલુ જેવા વિષયો છે. એ સનાતન છે, જ્યાં સુધી આ પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ રહેશે… વાત અને સ્ત્રીની જાત.. આ યે એકબીજા સાથે જોડાયેલાં છે. કોઇને કહેવું, કહેતા રહેવું, પોતાનું હૃદય ખોલવું ને ખોલતા રહેવું.. સ્ત્રીને કેટલી મોટી જરૂર હોય છે, પોતાને સાંભળનાર કોઇ હોય, સમજનાર કોઇ હોય.. સમસંવેદન બહુ મોટા સુખનું નામ છે. કવયિત્રી રક્ષા શુક્લ કહે છે, વાત કોઇપણ હોય, એમાંથી તારી વાત ન નીકળે એવું તો ન જ બને અને પછી એ એકધારી નીકળ્યા જ કરે. પ્રેમની તરસ આ અખૂટ વાતોને શોષ્યા જ કરે.. અને તોય કદી છિપાય નહીં.

આ જીવન છે અને એમાં ઘવાવાનું તો બને જ. નાયિકાની હિંમત ઘણી છે. ઘા ગમે એટલા જીવલેણ હતા પણ એ ડરી નથી, હારી નથી. ઘા ઝીલતાં ઝીલતાં યે એણે જાત જાળવી રાખી છે. મોત સાથેય દોસ્તી કરી લીધી છે એટલે જ ખુમારી સાથે એ કહી શકે ને કે ભલે તેં ગમે એટલા આકરા ઘા કર્યા, લે હું આ ઊભી !! જુઓ, સંબંધમાં કોઇ ગમે એટલી બાદબાકી કેમ ન કર્યા કરે, એ પછીયે સ્નેહના ઝરા સુકાતા નથી જ.. એટલે જ કોઇ શાયરે કહ્યું છે, હજાર શુક્ર કિ માયુસ કર દિયા તુને, યે ઔર બાત થી કિ તુમસે ભી કુછ ઉમ્મીદેં થી.. નાયિકા કહે છે, હું ગમે ત્યાં જાઉં પણ તારી સાથેના સંબંધની લહેરખી મનની આસપાસ વીંટાયેલી જ રહે છે. અલબત્ત આ છે મારી વાત. તારી વાત કંઇક જુદી છે. ગમે એટલી મીઠાશ, ભીનાશથી તું મારા ખબર પૂછે પણ એ બહારનું આવરણ રહે છે. સુંવાળા આવરણ હેઠળ કાતિલ કટારી છુપાયેલી છે અને એની ધાર આવરણની આડશ પછીયે વાગ્યા વગર રહેતી નથી.. કદાચ કવયિત્રી એમ કહેવા માગે છે કે ‘શા માટે આવો દેખાડો કરે છે ? ‘હૈયે જુદું ને હોઠે જુદું’ એવો વ્યવહાર શા માટે કરે છે ? તું નથી જાણતો કે કોઇને મારું પોતાનું અનુભવવું એ મારી શ્વાસ જેટલી સહજ જરૂરિયાત છે અને તોય આખરે મારે હારવું પડે છે. હું જે પકડવા જાઉં છું, જેને પકડી રાખવા મથું છું, એ મારા હાથમાંથી હંમેશા સરકી જાય છે.. કેવી વિડંબના છે ! છાતીમાં કોઇનું નામ સમાય અને એનો જ સ્પર્શ પીંછાની મુલાયમતાને બદલે છરીની ધાર બની વીંધી નાખે.

વાત પ્રેમની અને પ્રેમના નામે મળતા ઘાવોની છે. વાત સ્નેહની અને સ્નેહને નામે શોષાઇને રણ થઇ જતા અસ્તિત્વની છે.

એક સરસ મજાની ફિલ્મી ગઝલની પંક્તિઓ ટાંકવાનું મન થાય છે…

અશ્કોંને જો પાયા હૈ વો ગીતોંને દિયા હૈ,
ઉસ પર ભી સુના હૈ કિ જમાને કો ગિલા હૈ…
હમ ફૂલ હૈ ઔરોંકે લિયે લાયે હૈ ખુશ્બુ,
અપને લિયે લે દે કે બસ ઇક દાગ મિલા હૈ..
જો તાર સે નિકલી હૈ વો ધુન સબને સુની હૈ,
જો સાજસે ગુજરી હૈ વો કિસ દિલકો પતા હૈ..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: