Posted by: readsetu | સપ્ટેમ્બર 24, 2014

Kavysetu 155 Harshavi patel

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 23 સપ્ટેમ્બર 2014

કાવ્યસેતુ 155 લતા હિરાણી

ઝાપટું આવીને ગયું ઝાડ નીતરી રહ્યાં છે.
આભ મૌન રેલાવી રહ્યું છે….
વાદળ વગરની રાતે
ઘણીવાર ચંદ્ર ચાંદની રેલાવે છે તેમ…
ઘણીવાર પારીજાત ખીલે છે તેમ….
ઘણીવાર તું યાદ આવે છે તેમ..! – હર્ષવી પટેલ

આમ જ જમીન પર પારિજાતના નાનાં નાનાં સુગંધી ફૂલો ખરીને વેરાયા હોય.. એમ… કોઇ એમાંથી બુકે બનાવવાનું ન વિચારે.. એની માળા કરવા જઇએ તો ચિમળાઇ જાય.. બસ, હાથમાં લઇએ તો મહેકી ઊઠે એમ જ.. કંઇક એવું જ આ કાવ્યનું..

કંઇક બન્યું છે. મન પ્રસન્ન થઇ જાય, છાતી ધબકી ઊઠે ને રગોમાં ફરતા રક્તનો વેગ જરાક વધી જાય એવું બન્યું છે. રાજીપો એની નાની નાની સુગંધીદાર પાંખડીઓ સાથે ચારેકોર હળવેકથી વેરાઇ ગયો છે એવું કંઇક બન્યું છે. આકાશમાંથી એક વાદળી આવીને વરસી ગઇ છે. નહીં ધોધમાર, નહીં મૂશળધાર.. પણ હૈયું ભીંજાઇ ઊઠે એવું ઝાપટું આવીને પલાળી ગયું છે. એ પછી તો શું થાય ? વૃક્ષો નીતરી ઊઠે, પાંદડાઓ નવી લીલપ ઓઢી લે, ફૂલો હસી પડે, પક્ષીઓ ચહેકી ઊઠે અને મન નાચી ઊઠે.. જે બન્યું છે એની યાદમાં હોઠોં પર સ્મિત છવાઇ જાય..

અંધારી રાત્રે ખુલ્લા, વાદળ વગરના આકાશના હૃદયમાં વિસ્તરતો ચંદ્ર કેવો હળવેકથી ચાંદની વરસાવે છે !! તું મને એમ જ યાદ આવે છે.. નાયિકા ખુલ્લા અને હળવા અંદાજમાં પોતાના પ્રિયપાત્ર સાથેના મિલનની ગોઠડી સખીઓ સમક્ષ વહેંચે છે..

એક નાનકડી કવિતા અને એમાંથી પ્રસરતી ખુશી/સુગંધ બિલકુલ પારિજાતની સફેદ પાંખડીઓ જેવી, એની નાજુક કેસરી દાંડલીઓ જેવી.

કોઇ મોટી વાતો, ગૂંથણીઓ નથી.. કવયિત્રીને ખાસ કલ્પનો, પ્રતીકોની જરૂર નથી. બસ સીધી સાદી બાનીમાં, થોડાક શબ્દોમાં પોતાની નાનકડી ખુશીને વર્ણવી દેવી છે. આટલું જ કહેવું છે કવયિત્રીને. નાયિકાને વ્યક્ત થવું છે બસ.

આ વાંચીને કદાચ તમને પણ થાય કે આવું કંઇક તો મેં પણ અનુભવ્યું છે. સહેલું કામ છે. ચાલો હું પણ કવિતા રચું. ખાસ વાર નહીં લાગે. બહુ જલ્દી ખબર પડી જશે કે આટલી નાનકડી અભિવ્યક્તિ પણ સહેલી નથી. સરળ લખવું તો વધારે અઘરું છે.. હા, એને માણવી ગમે. સહેલી પડે એ ખરું…

મને હરીન્દ્ર દવેનું આ ફોરમતું ગીત યાદ આવે છે. હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે !
સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી ;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!…………

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: