Posted by: readsetu | ઓક્ટોબર 21, 2014

Kavyasetu 157 Swati Medh

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 7 ઓક્ટોબર 2014

કાવ્યસેતુ 157 લતા હિરાણી

મારા રસોડામાં સરખું કંઇ થાય નહીં
વાસણ બહુ ખખડે પણ સરખું રંધાય નહીં..
કૂકરને મિક્સર બે એવા રંજાડે
દેખાડે મુજને તારા ધોળે દહાડે
સીટી ન વાગે સરખી, ચટણી વટાય નહીં
રાંધી ન જાણું ઝાઝું એમ તો બોલાય નહીં….
જોઉં ‘રસોઇ શો’ ને થાય ઘણી હોંશું
વાનગી બનાવવાના ચડે મને જોશું
(પણ) મોંઘા મસાલા ને મેવા પોસાય નહીં
એના વિનાની કોઇ વાનગી વખણાય નહીં……
મેવા મસાલા વિના વાનગી શું કરવી ?
ઘરના જમનારાની સામે શું ધરવી ?
સાસુ વખાણે નહીં (એ તો ઠીક છે હવે)
(પણ) એનો દીકરોય રિઝાય નહીં………
આવું તો હાલ્યે રાખે, ચિંતા કરાય નહીં
કોઇનાય રસોડામાં સરખું સૌ થાય નહીં
વાસણ ન ખખડે તો વાસણ કહેવાય નહીં…….. સ્વાતિ મેઢ

લો બોલો, આ સ્વાતિબહેન કહે છે, થાકી ગયા સ્ત્રીઓની પીડા ને દુખોની વાતો વાંચી વાંચીને ! હવે ભઇ, એમાં હું શું કરું ? એ તો કવયિત્રીઓ જેવા કાવ્યો લખે એનો મારે આસ્વાદ કરાવવાનો ને ? સ્વાતિબહેન મને કહે, ‘સ્ત્રીઓને આ સિવાય બીજું કંઇ લખવાનું નથી ? તમે હવે ઘડીક એ વેદનાની વાતોને તડકે મૂકો અને આ મારી રચનાને ‘તડકા દે દો !!’ મને લાગ્યું, એમની વાતમાં કંઇક તો દમ છે. જરા મજા પણ જોઇએ ને જીવનમાં !! સાહિત્યકારોએ મા અને પત્નીના હાથની રસોઇ ખવડાવી અમૃતના ઓડકાર તો બહુ અપાવ્યા પણ અંદરકી બાત, રાઝકી બાત …. જાન લો આજ…

સ્વાતિબહેન પોતે તો સરસ જ રાંધતા હશે પણ આ રચનાની નાયિકા જેવી સેંકડો, હજારો, લાખો સ્ત્રીઓ હશે જેમના માટે રસોઇ માથાનો દુખાવો હશે. કદાચ એવી સ્ત્રીઓ ઓછી હશે જેમના હાથે ત્રણસો ને પાંસઠેય દિવસ એકધારી સ્વાદિષ્ટ રસોઇ બને !! તમે ખુશીથી એમાં મારું નામ લખી શકો છો !! એટલે કે ઉપર જણાવેલા બંને પ્રકારમાંથી કયા પ્રકારમાં, એ નિર્ણય તમારા પર છોડું છું.

સવારે હોંશે હોંશે રસોડામાં દાખલ થયેલી સ્ત્રી બપોર થતાં થતાં પરસેવે રેબઝેબ, થાકથી ત્રસ્ત, કંટાળતી, અકળાતી કામથી પરવારે ત્યારે સુજ્ઞજનો એની અડફેટે ચડવાનું ટાળે. સારું જ છે કે એ સમયે પતિ ઓફિસમાં અને બાળકો શાળાએ ગયા હોય. સાસુ ઘરમાં કદાચ હાજર હોય તોય ‘એ તો ઠીક છે હવે..’ પણ સાંજ પડતાં ઘરે આવેલ પતિ પણ રસોઇથી નારાજ રહે ત્યારે કંઇક વિચારવું પડે !! વિચારવામાં તો બીજું શું ? જેવા ખાનારના નસીબ. કિસ્મતસે પહલે ઔર કિસ્મતસે જ્યાદા કિસીકો કુછ મિલતા નહીં. આ વાત યાદ રાખીને ચાલવું નહીંતર ઉકાળીને કઢેલુ દૂધ બિલાડી આવીને પી જાય એવું બને !! ઇરાદો તો ન જ હોય પણ શાકમાં મીઠાને કે મરચાની ફરિયાદ ફરી ફરીને કરવા જતાં વેલણ આડુંઅવળું છૂટી જાય એવુંયે બને !!

રસોઇ શો આવે છે, એમ તો વાનગીઓની કોલમોથી પૂર્તિઓ ભરેલી હોય છે પણ એને મહારાજો માટે અનામત રાખવી. હા, સરસ મજાના રંગીન ફોટા જોવાનો લ્હાવો લેવામાં વાંધો નહીં અને કદીક રેસ્ટોરંટમાં ઓર્ડર આપવા યે કામ લાગે !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: