Posted by: readsetu | જાન્યુઆરી 12, 2015

Kavyasetu 168 Jigna Maheta

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 6 january 2015
કાવ્યસેતુ 168 લતા હિરાણી
નવા મકાનમાં રહેવા ગયાં
ત્યારે પૂરત સાથે લઈ ગયેલા
માતાથી વિખૂટા પડયાની તારીખ
દરેક વાસણ યાદ અપાવતા.
મા સાફસૂફી કરતી હોય, પૂજા કરવા બેઠી હોય
કે ગોદડી બનાવતી હોય –
મા સાથેનો દરેક પ્રસંગ
હમ્મેશા શૈશવરૂપે તાજો થતો.
એકવાર માએ મને
સોયમાં દોરો પરોવવા કહ્યું હતું.
આજે એ સોયાના નાનકડા નાકામાંથી
આખે આખા પરિવારને પરોવી દીધાનો આનંદ થાય છે.
ગોદડી બનાવતી વખતે મા
પોતાનો મુલાયમ સાડલો પાથરતી
પછી તેમાં દાદાનો સદરો, બાનો સાડલો,
પપ્પાનો ઝભ્ભો, મારું ફ્રૉક, ભાઇનો બુશકોટ
લાઈનબંધ મૂકી, સાડલાને ચારેબાજુથી ઢાંકી
દોરા વડે સીવી દેતી જેથી કોઈ આઘું-પાછું ન થાય
આજે દરેક વેકેશનમાં આખું કુટુંબ મળે છે.
મા ભલે આજે કોઈને દેખાતી નથી
પણ માનો સાડલો પહેરીને કબાટમાં બેઠેલી ગોદડી
ઉઘાડવાસ થતાં બારણામાંથી બધાનું ધ્યાન રાખે છે
ને રાત્રે પોતાની ગોદમાં આખા કુટુંબને સાચવી લે છે…. જિજ્ઞા મહેતા
કવિતાનું શીર્ષક છે, ‘ગોદડી’ સમય બદલાઈ ગયો પરંતુ ગોદડી કેટકેટલી પેઢીઓને શરણ આપ્યું છે, હૂંફ આપી છે એની કિમત તો જેણે એની નીચે આખો શિયાળો કાઢ્યો હોય એ જાણે. જીવનના પટ પર હવે રજાઈનો વૈભવ ભલે છવાઈ રહ્યો પરંતુ ગોદડીનું અસ્તિત્વ જે રીતે ઊઘડે છે અને સૌને ઢાંકે છે, ઢબૂરે છે એ ગોદડીને ઘરવખરીના સામાન કરતાં કઈક વિશેષ મહત્વ આપે છે.
ઘરના તમામ કામો માના હાથે આટોપાય. પછી એ પૂજા હોય કે સાફસફાઇ. જૂનાં કપડાં ફેંકી દેવાને બદલે એ પ્રથા કેટલી સમજણભરી હતી. પહેલા સાડલો પથરાય પછી એની ઉપર બાપુજીના, બાના, પપ્પાના અને ભાઈબહેનોના જૂનાં કપડાની સિલાઈ ખોલી સમથળ કરી, સાડલા ઉપર પાથરી દેવાતા અને છેલ્લે એના ઉપર ફરી સાડલાનું બીજું પડ ! અંતે સોય દોરો લઈ એને ચારે બાજુથી સીવી લેવાય જેથી અંદરના બધા કપડાં એના યથાસ્થાને જળવાઈ રહે.
કવયિત્રી કહે છે કે એકવાર માને સોયામાં દોરો પરોવી આપ્યો ને હવે લાગે છે કે એ નાકામાં આખું કુટુંબ પરોવાય ગયું. માં હવે નથી પણ એની બનાવેલી ગોદડીઓ, એનો સાડલો પહેરીને બેઠેલી ગોદડીઓ ઉઘાડવાસ થતાં કબાટમાંથી સૌનું ધ્યાન રાખી રહી છે. એની નજર ને એનો સ્પર્શ સૌને હૂંફ આપી રહ્યો છે. માની સ્મૃતિને કવિએ ઉત્તમ રીતે વણી છે.

Advertisements

Responses

 1. ખુબ જ હ્રદયસ્પર્શી કાવ્ય. શિર્ષકથી માંડીને આદિથી અંત સુધી દરેક શબ્દેશબ્દમાં લાગણી અને ભીનાશ નીતરે છે. હૈયાની આરપાર નીકળી જતી નીચેની પંક્તિઓ આંખને નીચોવ્યા વગર રહેતી નથી.
  “માનો સાડલો પહેરીને કબાટમાં બેઠેલી ગોદડી
  ઉઘાડવાસ થતાં બારણામાંથી બધાનું ધ્યાન રાખે છે
  ને રાત્રે પોતાની ગોદમાં આખા કુટુંબને સાચવી લે છે….”
  કવયિત્રીને સલામ.

  • Thank you.

   Sent from Samsung Mobile

 2. માંની તોલે કોઈન આવી શકે.માં તે માં બીજા બધા વગડાના વા.આવી કહેવત એટલેજ પડી હશેને?

  • Thank you very much.

   Sent from Samsung Mobile

 3. સુંદર રચના લાગણી નીતરતું કવ્ય…

  • આભાર અશોકભાઇ…

   On Tue, Mar 17, 2015 at 2:35 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

 4. Hradaysparshi rachna ane ethi y adkero aaswad.. waaah..

  • So nice of u rajul..

   Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: