Posted by: readsetu | ફેબ્રુવારી 16, 2015

Kavyasetu 169 Raxa Dave

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 13 જાન્યુઆરી 2015

કાવ્યસેતુ 169   લતા હિરાણી

ઘડપણ એની સોળે કળાએ મને બેઠું

કે થાય મને : કેમ કરી હવે એને વેઠું ?

ચાકડે ચડેલ હું તો પિંડો છું માટીનો

માટલું ઘડો કે ઘડો કૂંડું

પ્રજાપતિ, કોડિયું કે ઘાટ ઘડો તાવડીનો

કે પછી નાખી દો હેઠું…..

ચંદર થઈને પ્રભુ ! પોષો છો ઔષધ

તોય કેડે કેમ કષ્ટ આ પેઠું ?……….

આંખોમાં ઝાંખ જાણે તૂટી ગઈ પાંખ !

પડી ચામડીમાં કરચલીની ભાત્યું

વેણુગોપાલ ! કાન એમનેમ રાખજો

મારું વેણુ સુણવામાં મન પેઠુ……………  રક્ષાબહેન પ્ર. દવે 

એક જૂનું કાવ્ય, ‘આ ઘડપણ કોણે મોકલ્યું રે !’……. કવિનું નામ યાદ નથી પણ શરૂઆત આમ હતી… રક્ષાબહેનનું આ કાવ્ય વાંચતાં એનું સ્મરણ થઈ આવ્યું.

જીવનનું અફર ચક્ર બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા… એમાં ‘નથી રમવું’ કહ્યા વગર કોઈ વચ્ચેથી ખસી જાય એ જુદી વાત છે બાકી આમ ચાલવાનું. બાળપણમાં તો સ્વીકાર કરવા જેવુ કંઇ હોતું ન નથી. યુવાની ફાટફાટ કરતી આવે છે ને ઘટમાં ઘોડા થનગનાવે છે.. તરુણાઈ શરૂ થાય કે એની તો પ્રતીક્ષા હોય છે અને પછી એ જાણે કદી જવાની નથી એવું માનવીનું વર્તન હોય છે. ઘડપણ આવશે એની ખબર હોવા છતાં એનો સ્વીકાર બહુ અઘરો હોય છે.

ધારું તો પહાડ ઠેકી જઉ ને કહો તો દરિયો ઓળંગી જઉ એવી મનોઅવસ્થામાંથી પગ ચાલવાની આનાકાની કરે કે લાકડીનો ટેકો માગે એ કેમ કરીને સહેવું ? જે સ્કીનને સુંવાળી રાખવા, ચમકાવવા કંઇ કેટલાય ક્રીમ ને ઔષધ ઘસી માર્યા હોય એમાં આમ કરચલીઓ પાડવા માંડે ને લબડવા માંડે એ કેમ કરી વેઠાય ? વાળને જતન કરીને જાળવ્યા હોય, હાથમાં કાંસકો લઈને કલાકો એને સંવારવામાં કાઢ્યા હોય એ ખરતા ખરતા તાલ સુધી પહોંચે એ કેમ ખમાય ? અઘરું છે, બહુ અઘરું છે. અરીસો જે ક્યારેક કેવો મીઠો લાગતો એ હવે અળખામણો બની જાય છે.              મોંમાથી શબ્દો ભલે નીકળે કે ‘એ તો ભાઈ હવે એમ જ હોય ને ! ઉંમર થાય એટલે એવું જ વળી..’ પણ એ શબ્દો જ હોય છે, હ્રદયને સ્વીકારવું ઘણું મુશ્કેલ હોય છે..

અહીંયા કવયિત્રી બહુ સરસ કહ્યું છે, ‘ઘડપણ એની સોળે કળાએ મને બેઠું.’ ‘સોળે કળાએ’ શબ્દ યૌવન સાથે જ જોડાયેલો હોય અહી ઘડપણ માટેનો એનો ઉપયોગ નાવીન્ય અને રોચકતા લઈને આવે છે. ઘડીભર જાણે એ ઘડપણને તાજગી બક્ષી દે છે. કવિની વેણુગોપાલને એ જ પ્રાર્થના છે કે ભલે કેડે કષ્ટ પેઠું, આંખોમાં ભળી ઝાંખ ને  ચામડીમાં થઈ કરચલીઓની ભાત પણ પ્રભુ મારા કાન જરૂર સાબદા રાખજે. મારે તારી વેણુનો નાદ સાંભળવો છે.

હવે આ શરીરનો આકાર મારા હાથમાં નથી. સાચવ્યું સચવાય એમ નથી. તું ધારીશ તો સીધું રહેશે, તું ધારીશ તો નમી પડશે. તું ઘટનો ઘડનાર છો.. જેમ ઘડીશ એમ ઘડાઈશ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: