Posted by: readsetu | ફેબ્રુવારી 16, 2015

Kavyasetu 171 Gangasatee

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 3 ફેબ્રુઆરી 2015

કાવ્યસેતુ 171   લતા હિરાણી 

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે

મરને ભાંગી રે પડે ભરમાંડ રે

વિપદ પડે પણ વણસે નહીં

ઇ તો હરિજનનાં પરમાણ રે….

ભાઇ રે ! હરખ શોકની નાવે જેને હેડકી રે

શીશ તો કર્યા કુરબાન રે

સતગુરુ વચનમાં શૂરા થઇ ચાલે

જેણે મેલ્યાં અંતરનાં માન રે…

ભાઇ રે ! નિત્ય રેવું સતસંગમાં ને

જેને આઠે પોર આનંદ રે

સંકલપ વિકલપ એકે નહીં ઉરમાં

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે !…

ભાઇ રે ! ભગતી કરો તો એવી રીતે કરજો પાનબાઇ

રાખજો વચનોમાં વિશવાસ રે

ગંગાસતી એમ બોલિયાં

તમે થાજો સતગુરુજીનાં દાસ રે…….. ગંગાસતી     

મીરાંબાઈ કૃષ્ણપ્રીતમાં સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની તો અહીં પરમાનંદની જ્યોત પ્રગટાવી છે ગંગાસતીએ. મનની અડગતામાં વિશ્વાસ રાખતી આ સતી સ્ત્રીએ પહાડની ઊંચાઈથી શરૂઆત કરી છે. ‘મેરુ રે ડગે પણ જેના મન ના ડગે રે…’ દાખલો નાનોસૂનો નથી આપ્યો… ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે… આ ધરા ધ્રુજી ઊઠે કે પર્વત પાતાળે પહોંચે, અરે, આ આખું બ્રહ્માણ્ડ ભાંગી પડે તોય જેના મન અડગ છે, જેનો વિશ્વાસ અડગ છે એ ખરો હરિનો જન છે. ઈશ્વર પર એની શ્રદ્ધા એટલી અતૂટ છે કે વિપદા પહાડ તૂટી પડે તોય એનું રૂવાડુંય ન ફરકે !

જેની પ્રભુમાં પ્રીતિ છે એને માટે હરખ-શોક સમાન છે. દુખ કે સુખની એના મન પર કોઈ અસર જ નથી થતી. એને માટે સદગુરુનું વચન જ બ્રહ્મવાક્ય છે. સ્વને ઓગાળી એ જીવે છે. સઘળું કુરબાન કરીને જીવે છે. નિત્ય સત્સંગ એ આવા હરિજનના જીવનનો, રોજિંદો ક્રમ છે. એ એના આનંદમા જ લીન છે. એ સિવાય બીજી કોઈ વાત જ ચિત્તમાં નથી એટલે ત્યાં કોઈ સંકલ્પ, વિકલ્પને ય સ્થાન નથી.. માયાના બંધન ઓગળી ગયા છે. ભક્તિ કરો તો એવી કરજો  કે ગુરુચરણમાં જીવન વ્યતીત અને સમર્પિત હોય..

આપણાં પ્રચલિત ભજનો માનવીના જીવનમાં એવા વણાઈ ગયાં છે કે એના શબ્દો વિષે કંઇ લખવાની જરૂર રહેતી નથી. મજૂરથી માંડીને મહાજન સુધી, ભજનો આપણાં જીવનનો ભાગ બની ગયાં છે. સામાન્ય જન માટે એમાં મીઠાં શબ્દોની રસલ્હાણ છે, શીખનો સમંદર છે ને સંગીતનું મધુરું ઝરણું છે. લોકજીવનમાં એ એટલી હદે વણાઈ ચૂક્યા છે કે ક્યાંક દૂરથી એ સ્વરો ગૂંજતા હોય તોય શબ્દો આપોઆપ મનમાં સરતા જાય. નરસિંહ, મીરા, કબીર, ગંગાસતી, પાનબાઈ જેવા આપણાં સંતોએ સીધો ઉપદેશ આપવાને બદલે આવાં પદો આપ્યાં જે અત્યંત સહજતાથી લોકજીવનમાં વણાઈ ગયાં. મૂળ વાત એ છે કે એમણે ક્યારેય ઉપદેશ આપવા કે લોકને સુધારવા કશું કર્યું જ નથી. એમણે જે કર્યું એ નિજાનંદે કર્યું, પોતાની કેડી કંડારવા કર્યું, ઈશ્વરને પામવા કર્યું એટલે એમાં આટલી ઊંડી અસર પેદા થઈ. લોકોએ તો બસ ઝીલ્યું. એ શબ્દો હૃદયથી નીકળ્યા હતા એટલે હૃદય સુધી વિસ્તર્યા અને અમર બની ગયાં.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: