Posted by: readsetu | ફેબ્રુવારી 16, 2015

Kavyasetu 172 Sudhir Patel

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 10 ફેબ્રુઆરી 2015

કાવ્યસેતુ > 172   લતા હિરાણી

છોકરી બહુ તેજ છે

ફાગણની મસ્તી, ચૈતરની સુસ્તી

શ્રાવણી ભીનાશ ને વાસંતી આશ

એવું બધું એનામાં સહેજ સહેજ છે…………    છોકરી બહુ તેજ છે….

દિવસ આખો કરતી શમણાંની વાતો

આંખોમાં આંજે એ રાતોની રાતો

ચાંદો પણ ઉતરે એની અગાશીએ

સમય પણ ત્યાં બહુ ધીરે ધીરે વાતો

માહોલ સદા એનો સનસનીખેજ છે.   ….. છોકરી બહુ તેજ છે….

આળસ મરડે ત્યાં ખીલે છે ફૂલો

પગલું પાડે ત્યાં બંધાતો ઝૂલો

નજર પડે જો ભૂલથી પણ એકવા

દુનિયા તો ઠીક, તમે તમનેય ભૂલો

અજબ ગજબ એનામાં કંઇક ક્રેઝ છે….. છોકરી બહુ તેજ છે  ………                સુધીર પટેલ  

 

ક્યા બાત હૈ દોસ્તો… લડકી બહુ તેજ છે….. મિત્રો, આ યૌવન, મસ્તી, પ્રેમ, ઇશ્કેમિજાજ જિંદગીના સદાબહાર ભાવો છે. બારેમાસની મોસમ પ્રેમને એકદમ માફક…..  શિશિરનો શીતળ વાયુ એના અંગોમાં આગ લગાડે, વૈશાખની તરસ એના હૈયામાં ફાગ જગાડે, ને અષાઢની હેલી એના રૂદિયામાં બાગ ખીલાવે. પ્રેમ આંખોમાં ઉગે, રૂંવાડે રૂંવાડે પ્રસરે ને તનમનને તરબતર કરી મુકે. પ્રેમ પ્રગટવા માટે બસ એક ક્ષણ જોઈએ. અંધારી અમાસમાં પણ એવી ક્ષણ ઉઘડી જાય તો દિલ ઝળાંહળાં થઈ જાય.

પહેલાં પ્રેમ પછી ધૂમ મસ્તી, શાદી, હનીમૂન અને ધીમે ધીમે મૂન પરથી અર્થ (Earth) પર ઉતરાણ શરૂ થાય. અર્થ સમજાતો જાય, અર્થ ઊઘડતો જાય, ખૂલતો જાય….. કદીક સુંવાળી સેજ તો કદીક ખડકાળ પથ્થરો પર પણ જીવવાનું તકદીરની લકીરોમાં અંકાતું જાય અને ચારેબાજુ આ સઘળું જોયાજાણ્યા પછીયે દુનિયામાં માનવીનો પ્રેમનો ઝંડો ક્યારેય નીચે ન ઉતરે. એ લહેરાયા જ રાખે. કાચાકુંવારા હૈયાથી માંડીને તપી તપીને તાંબું થયેલા હૃદયમાં પણ પ્રેમની તરસ જાગી શકે… અચાનક દરિયાનાં મોજાંની જેમ કિનારાને ખળભળાવી દે. ગાંડીતૂર નદીના વેગીલા પ્રવાહની જેમ જીવનને બે કાંઠે છલકાવી દે. 

પ્રેમમાં પડવાની ઉંમર કઇ ? જે ક્ષણે આંખોમાં ઊંઘને બદલે ચાંદની અંજાવા માંડે, પીન ડ્રોપ સાયલન્સ કાનમાં  ગીતો ગુંજવા લાગે ને હોઠ એક અજાણી તરસથી વ્યાકુળ થવા લાગે… મન કોઈની શોધ પાછળ પાગલ બની જાય …. છોકરી માટે છોકરો ને છોકરા માટે છોકરી શ્વાસનો પર્યાય બની જાય !!

લો, તમને આ વેલેન્ટાઇન ડેની ગીફ્ટ ! અહીં કવિ છોકરાની મસ્તી ને છોકરીની ચુસ્તીનું અલ્લડ ચિત્ર આલેખે છે…. છોકરી કેવી છે ? છોકરી તેજતર્રાર છે. અંગડાઇની સંગ સંગ એનામાં હોળીના રંગ અભરે ભર્યા છે.. એના દિવસ ને રાતમાં ઝાઝો ફેર નથી. આંખોમાં રાત આંજીને એ દિવસ આખો શમણાંની વાતો કરતી ફરે છે. ચંદ્ર એની એકલીનો છે ને સમય એની પાબંદીમાં છે. એ આળસ નથી મરડતી, ફૂલો ખીલવે છે. એ પગલાં પાડે છે ને જોનારના દિલને હીંચકે ઝૂલાવે છે. એનો ક્રેઝ એવો છે કે એને જુઓ ને ખુદને ભૂલો… એ છોકરી તમે પોતે હો કે તમારી પોતાની હોય… સાચ્ચે જ બહુ તેજ છે… કવિનો રોમાંસની ખુશબુથી ભરેલો ફૂલગુલાબી મિજાજ આ વાત પૂરી બુલંદીથી કહે છે…

Advertisements

Responses

  1. Enjoyed very nice article on my song!
    Thank you!

    Sudhir Patel


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: