Posted by: readsetu | ફેબ્રુવારી 16, 2015

Kavyasetu 173 Niketa Vyas

દિવ્ય ભાસ્કર > > કાવ્યસેતુ > 17 ફેબ્રુઆરી 2015

કાવ્યસેતુ 173   લતા હિરાણી

એક મુઠ્ઠીમાં હું આખ્ખું આકાશ ભરી આવી,

તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી.

એક રેતીનુ નગર હતું ને પગલાં ભીના,

ફરતે મારી છે દરિયો ને હું તરસ વિના.

હુ ખોબામાં ક્ષિતીજને લે ભરી આવી.

તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી..

એક હતો રુમાલ અને એક હતી વીંટી,

ટાંગી દીધેલી મે યાદો ત્યાં જ હતી ખીંટી,

હળવો તે આપ્યો સાદ ને હુ સરી આવી !

તારી આંખોમા લે સાત દરિયા તરી આવી

હથેળીમા ઉગ્યા તો થયું કે તકદીર છે.

મુઠીમા ભર્યુ તો લાગ્યું કે નર્યુ નીર છે..

સાત પગલાંમાં સપ્તપદી ફરી આવી !

તારી આંખોમા લે સાત દરિયા તરી આવી ………….નિકેતા વ્યાસ

માનવી પ્રેમમાં પડે ત્યારે બધું જ શક્ય છે. આંખોમાં દરિયા, નદીઓ, ઝરણાં વહ્યા જ કરે ને મન એમાં તર્યા જ કરે. મુઠ્ઠીમાં આખું આકાશ સમાય ને એ આકાશમાં મુઠ્ઠી જેવડા હૈયાનો અફાટ વિસ્તાર પમાય. પડછાયાના વેશમાં પ્રેમ નામનો પદારથ પાછળ પાછળ પગલે પગલું દબાવીને ભમ્યા રાખે, સાથ ન છોડે. સમયની ક્ષિતિજ પર સ્નેહના મેઘધનુષ બારે માસ ને બધા જ દિવસોએ રચાયા રાખે. એને મોસમની મોહતાજી ન હોય.

રેતીના નગરમાં પ્રેમની પોઠો લઈ જિંદગી ચાલ્યા જ રાખે. આસપાસ ભલેને રણ હોય, એના હૈયાની ભીનાશથી પગલાં ભીંજાયા રાખે. દરિયાની તરસ ઊછળતા મોજાંની જેમ મનમાં ઘૂઘવે ને રોમેરોમ પ્યાસની અહાલેક જગાવે એવું બને અને એવું ય બને કે દિલ ભર્યું ભર્યું બાગ બાગ બની જાય, જ્યાં તરસ જેવી ચીજને કોઈ અવકાશ જ ન હોય ! જી હા, આ પ્રેમ છે.        

ક્ષિતિજે પથરાયેલા શમણાં સમેટીને મન એને ખોબામાં ભરી લે, હથેળીના મુલાયમ સ્પર્શે એ શમણાંઓને પાંખ આવી જાય, કલરવ કરતાં આકાશે ઉડવા લાગે એમ પણ બને. સાતે સાત દરિયા નાનકડી આંખની આવડીક કીકીમાં ભરી લેવાય, એમાં તારી લેવાય ને એમાં જ ડૂબી પણ લેવાય આ પ્રેમનો ચમત્કાર છે. પ્રેમી અત્તરથી મઘમઘતો રૂમાલ લઈને આવે અને પ્રેમિકાના આંસુ લૂછવા સઘળી સુગંધે શહાદત વહોરવી પડે એવું બની શકે. વીંટીની બ્યુટી આંગળીની નજાકતને ઓર ખીલવે અને બંનેના હાથોના ભીડાવાને અતૂટ બનાવે..

સ્મરણોનો ખજાનો ખીંટીએ ટાંગી શકાય ? એનાથી અળગા રહી શકાય ? ના, ના ને ના. એ મીઠી હોય કે કડવી, યાદો આખરે યાદો છે. દિલમાં જડાયેલી છે. અસ્તિત્વનો હિસ્સો બને ગઈ છે અને ક્યાંય જવાની એની ધરાર ના છે. એનું જ પરિણામ છે કે જરા અમથો સાદ પ્રિયાને ખેંચી જાય છે. સ્મરણો હથેળીમાં તકદીરની લકીર બનીને અંકાયા છે, ખૂલ્યા છે, ખીલ્યા છે. દરિયા જ સાત નથી, સપ્તપદીના પગલાં ય સાત છે. સાત સાત જનમના બંધન છે, એનું નામ પ્રેમ છે !

આ કૃતિની સંગાથે કવિ વિનોદ જોશીનું એક મીઠ્ઠું ગીત માણીએ.

આપી આપીને તમે પીંછુ આપો સજન ! પાંખો આપો તો અમે આવીએ…                                           

ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો ને એને મોગરાની કળી હલાવ્યા

આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઊંબરની કોર લાગી લાવ્યાં

આપી આપીને તમે ટેકો આપો સજન ! નાતો આપો તો અમે આવીએ………

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય અને લેખણમાં છોડી છે લૂ

આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો સજન ! આંખો આપો તો અમે આવીએ……

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: