Posted by: readsetu | માર્ચ 13, 2015

Kavyasetu 174 Aruna Rai

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24 ફેબ્રુઆરી 2015

કાવ્યસેતુ 174   લતા હિરાણી  

બોલાવવા છતાંય

પ્રતિ ઉત્તર ન મળે

તો હવે બહાર નહીં રખડું

બલ્કે ફરીશ પાછી

ભીતર હૃદયાંધકારમાં બેસી

જ્યાં

બળી તહયો હશે તું

ત્યાં જ

મધ્યમ આંચમાં બેસી

ઝાલીશ

તારા મૌનનો હાથ – અરુણા રાય (અનુ. વિવેક ટેલર)

હું સાદ કરું છું ને મને તારો કોઈ જવાબ નથી મળતો. તને મારો અવાજ સંભળાય છે ? ન સંભળાતો હોય એવું તો ન બને. મારા અવાજમાં તાકાત છે કેમ કે મારા પ્રેમમાં તાકાત છે. એ તારા સુધી જરૂર પહોંચે. મારો અવાજ તો શું મારું મૌન પણ તારા સુધી પહોંચે. મારી સંવેદનામાં એ શક્તિ છે પણ તારો કોઈ પ્રતિસાદ એ સચ્ચાઈ છે. મારી લાગણીનો કોઈ પડઘો નથી, એ વાસ્તવિકતા છે. એટલે એવું બને કે તું સાંભળવા છતાય ન સાંભળ્યુ કરતો હોય. તારે મારો સાદ સાંભળવો જ ન હોય.

તો ? એ સવાલ તારા માટે નથી. તેં તો મૌન રહીને મારા પોકારને પાછો ઠેલી દીધો છે. હવે મારે વિચારવાનું છે કે મારે શું કરવું ! બહારની દુનિયામાં મારો સ્વીકાર છે. મારું અસ્તિત્વ અર્થહીન નથી. નિરાશાની ગર્તામાં ડૂબી જવું એ મારો સ્વભાવ નથી. દુનિયાના દરવાજા ભલે ખુલ્લા હોય, મારે ક્યાંય જવું નથી. જવાબ દેવો કે ન દેવો, આવવું કે ન આવવું, તારી મરજી. મને એની ફરિયાદ નથી અને એય સતી છે કે હવે મને તારા સિવાય કંઇ જ કબૂલ નથી. 

હું અહીં જ રહીશ. મારી સાથે, મારી જાત સાથે. મારી અંદર પાછી વળી જઈશ, જ્યાં તારો મુકામ છે, જ્યાં તું વસ્યો છે. મારું મન ઉદાસ છે, તારી ચુપકીદીથી. મારા હૃદયમાં ધીમી આંચ સળગે છે ને એ મને બાળે છે. અજવાસની જગ્યાએ અંધાર પથરાયો છે. હું એ ખામી લઇશ. શાંત થઈને બેસીશ.

એક દિવસ તેં મારો હાથ ઝાલ્યો હતો અને આપણે સાથે આ વહેતી હવાની ખુશ્બુ માણી હતી. બીડાતું અંધારું મન ભરીને ઝીલ્યું હતું ને  ઉઘડતા અજવાસને અંગે વીંટયો હતો. હવે રાહ જોઈશ, તારા મૌનનો હાથ ઝાલીને તારી રાહ જોઈશ. કદાચ તું પાછો આવે એ આશામાં, એ પ્રતિક્ષામાં…

કવયિત્રીના શબ્દોમાંથી ઝરતો આ ભાવ છે, જે ભાવકને બાળે છે, એક ધીમી આંચમાં આ શબ્દો તપે છે અને વાચકને એનો તાપ પહોંચે છે.

કવિ વસંત ડહાકેની એક કવિતા અહીં ટાંકવાનું ગમે.

હવે મેં છાતીમાં ભરી દીધો છે ઠંડો અંધકાર

અને આંખો થઈ છે નિર્જન રસ્તાઓ

આ કૌટુંબિક ઘરોનાં શહેરો

છોડીને નીકળ્યાં છે મારાં વિરક્ત પગલાં.

આ વાટ તારી કને આવતી નથી

અને ઉદાસ એવો હું ભટકું છું

તે તારે માટે નહીં.

હવે પગલાં ફર્યા કરે છે તે

ફક્ત રસ્તાઓ છે માટે

અને રસ્તાઓ ક્યાં જાય છે

તે હું ભૂલી ગયો છું …       

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: