Posted by: readsetu | માર્ચ 13, 2015

Poem ‘Ghar’

છાલક > ડિસેમ્બર 2014

 

ભીંતોએ ભૂતકાળ ખંખેરી

પહેરી લીધાં નવા રંગો

મારી કીકીઓમાં તર્યા

ઉપસી આવેલા

સંવેદનોના ધાબાં !

હિંચકાએ ખોઇ નાખી એની ઝૂલ

અને એકલી સાંકળ આથડ્યા કરે ચારે કોર

કબાટ, ખાનાં, બારી, બારણાં

બન્યાં સાવ અજાણ્યા !!

આ ઘર,

હા, આ જ ઘર

જેના ખૂણેખૂણાઓમાં રેડ્યો હતો મેં અજવાસ

અંદર ભમતાં પ્રત્યેક સંવેદન

મારી જ આંગળી ઝાલી

આ ઘરમાં મહાલ્યા હતા

ને હવે બધું જ નવું, ચકાચક..

હું ધૂળભરી બેસી પડી

એકાદ તૂટેલા ખાનાનો અવશેષ

છાતીએ વળગાડી…

આખરે એય હઠે ચડ્યું,

કેટલું રોક્યું, ન માન્યું

ને સરી પડ્યું

વહી ચાલ્યું, ફંગોળાતું

મારું આખું ઘર….  લતા હિરાણી

Advertisements

Responses

  1. Very nice

    • Thank u Maulikbhai..

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: