Posted by: readsetu | એપ્રિલ 2, 2015

Kavyasetu 179 Vanshika Gaba

દિવ્ય ભાસ્કર > કાવ્ય સેતુ > 31 માર્ચ 2015

 

કાવ્યસેતુ 179   લતા હિરાણી

 

જ્યારે હું જન્મી હતી ત્યારે

મચી ગયું તોફાન મારાં કુટુંબમાં;

તેમણે દોષ ઢોળ્યો મારા પિતાની પત્ની પર.

હા, તે મારી મા હતી જે બની મારું કવચ.

હું છોકરો નહોતી એટલે મને સમજ્યા માત્ર રમકડું.

નથી જોઇતી એ અમારે ! કહ્યુંતું તેમણે નર્સને

કેમકે હતી હું તેમને માટે અભિશાપ.

માને હૈયે થતી ભારે પીડા, તેને કોણ ગણકારે?

પણ હું તો હતી ઇશ્વરની બાળકી

એટલે તેણે મને બચાવી નવું જીવન આપ્યું

જેથી બનું હું સારી દીકરી, મા અને પત્ની.

એક દેવી હતી પૃથ્વી પર –

હા, મારી મા, લડી જે મારે માટે.

સ્વજનોએ ન આપ્યું ધ્યાન

હતું નહીં અસ્તિત્વ મારું તેમને માટે તો !

ન મોકલી તેમણે મને સ્કૂલે,

તેમને તો મારાં ભાઇને જ ભણાવવો હતો ને !

થઇ જ્યાં હું મોટી, થઇ પડી તેમને મન ખોટી

મુક્ત સ્વભાવે મારા.

શોધી કાઢ્યો તેથી મારા માટે વર

પરણ્યા પછી જે ઉગામતો ઝાડૂ મારી પર.

દેહમાં થાય ભારે દરદ, બોલી શકું ના એક હરફ

પીડાઉં ને રડું, પણ મને જોવા કોણ નવરું ?

ત્યારે કર્યો નિરધાર મેં મારી જાતે –

અવતારીશ એક બાળકીને મારી કૂખેથી

જે વિહરશે મુક્ત પંખીની જેમ ઊંચે આકાશે,

આંબશે ઉચ્ચતમ સોપાન –

જે બનશે બુદ્ધિહીન લોકોના આ જગતમાં આદર્શરુપ

અને કહેશે, દીકરા કરતા દીકરી સહેજે ઊતરતી નથી ! ……વંશિકા ગાબા    અનુ : હરીશ ખત્રી

    

સ્વયંસ્પષ્ટ છે આ કાવ્ય. હમણાં જ 8 માર્ચનો મહિલા દિન ગયો અને આવી વાત કહેનારે ત્રણસો ને પાંસઠ દિવસ ચોવીસે કલાક નગારા વગાડીને કહેવી પડે એવી પરિસ્થિતિ હજુ છે જ. શહેરોમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો અવળો વાયરો વાતો દેખાય પણ એની ટકાવારી જોઈએ તો કુલ વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછી છે. ભણેલી ગણેલી, ઊંચા હોદ્દા પર નોકરી કરતી અને સારો પગાર લાવતી સ્ત્રી માટે પણ હજુ એના પોતાના ઘરમાં થતાં અન્યાયમાંથી મુક્તિ મળી નથી. આજેય દીકરા દીકરીના ઉછેરમાં થતાં ભેદભાવ ચાલુ જ છે.

 

વહુ દીકરીને જન્મ દે તો કુટુંબમાં અળખામણી થઈ જાય અને ફરી કુળદીપકને પામવાની માગણીઓ ચાલુ થઈ જાય એવી પરિસ્થિતિ ચાલુ જ છે. પહેલા તો દીકરીને જન્મતાં અટકાવવી અને જન્મી જાય તો પછી દીકરા-દીકરીના ઉછેરમાં નજરે ચડે એવા ભેદભાવ આચરાય. દીકરીને પ્રથમથી જ નાના નાના કામો શીખવાડવામાં આવે અને દીકરા મારે એવી કોઈ જરૂર નહી. ઘરમાં ભાઈબહેન હોય તો બહેનને વાતવાતમાં ‘એ તો છોકરો છે. તારાથી એમ ન કરાય.’ એવું સાંભળવું જ પડે. ઝગડો થાય તો સમાધાન બહેને જ કરવું પડે. રમકડામાં પણ છોકરાના અને છોકરીના જુદાં ! બીજા એવું કરે પણ ખુદ માતા પણ આ ભેદભાવ કરે છે. પોતે એક સ્ત્રી છે અને એટલે બાળકીને અન્યાય નહી કરવો જોઈએ એવી વાત એને સમજાતી નથી કેમ કે આ સંસ્કાર સદીઓથી ચાલ્યા આવે છે. લોહીમાં વણાયેલા છે. પહેલાં આપણે ઉછેર વખતે જ કરાતા ભેદભાવ દૂર કરવા મથીએ તો પછીનું પગલું આપોઆપ આવશે.

 

અહીંયા નોંધપાત્ર વાત એ છે કે સામાન્ય રીતે લગભગ દરેક સ્ત્રીઓએ વત્તેઓછે અંશે આ ભેદભાવ સહયો હોય છે તોય પોતાની દીકરી સાથે એવો વ્યવહાર કરતાં એ અચકાતી નથી. દરેક પેઢીએ એનું પુનરાવર્તન ચાલ્યા જ કરે છે જ્યારે અહીં કાવ્યનાયિકા નિર્ધાર કરે છે કે પોતે દીકરીને જ જન્મ આપશે અને એને એવી રીતે ઉછેરશે કે એ આકાશને આંબે. એના વિકાસમાં કોઈ અવરોધ ન હોય..        

 

 

 

  

Advertisements

Responses

 1. Very Nice

  • thank you Maukilbhai…

   On Fri, Apr 3, 2015 at 4:47 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

 2. હું મૂળ ગામડાનો છું અને હાલ વડોદરા રહું છું , આપે દીકરીઓ વિશે જે ચિત્રણ દોરેલ છે. તેનાથી સમંત છું. પણ તેનાથી વધારે વ્યથા એ વાત ની છે કે જે દીકરીઓ હાલ માં ગૃહિણી થયેલ છે તેમનાથી મોટા ભાગની સ્ત્રીઓ પતિ ના માં બાપ ને રાખવા તૈયાર નથી.

  • તમારી આ વ્યથા પણ સાચી છે. મૂળે માનવીમાં સમજ ન પ્રગટે ત્યાં સુધી બધી ડિગ્રીઓ નકામી. વ્યક્તિનો ઉછેર કેવો થયો છે એના પર પણ ઘણો આધાર છે. એણે સ્વાર્થ જોયો છે તો એ સ્વાર્થ શીખશે. સેવા ને સમજણ જોઈ છે તો એ શીખશે…આપણે તો સારા અને સાચા પ્રયત્ન કરી જોવા ….
   તમારી કોમેન્ટ માટે આભારી છું ..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: