Posted by: readsetu | મે 11, 2015

Ghar

છાલક > ડિસેમ્બર 2014

 

ભીંતોએ ભૂતકાળ ખંખેરી

પહેરી લીધાં નવા રંગો

મારી કીકીઓમાં તર્યા

ઉપસી આવેલા

સંવેદનોના ધાબાં !

હિંચકાએ ખોઇ નાખી એની ઝૂલ

અને એકલી સાંકળ આથડ્યા કરે ચારે કોર

કબાટ, ખાનાં, બારી, બારણાં

બન્યાં સાવ અજાણ્યા !!

આ ઘર,

હા, આ જ ઘર

જેના ખૂણેખૂણાઓમાં રેડ્યો હતો મેં અજવાસ

અંદર ભમતાં પ્રત્યેક સંવેદન

મારી જ આંગળી ઝાલી

આ ઘરમાં મહાલ્યા હતા

ને હવે બધું જ નવું, ચકાચક..

હું ધૂળભરી બેસી પડી

એકાદ અવશેષ છાતીએ વળગાડી…

સરી પડ્યું

વહી ચાલ્યું, ફંગોળાતું

મારું આખું ઘર….        લતા હિરાણી

Advertisements

Responses

 1. ધન્યવાદ લત્તા, ખાલીપાની વેદનાના આંસુ આંખમાં લાવી દે તેવી ધારધાર રજૂઆત છે.

  • thank you very much Rekha…

   2015-05-11 18:28 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

   >

  • રેખા, તું સ્ત્રી છો અને ખૂબ સંવેદનશીલ એટલે તને આ પીડા સ્પર્શે જ.
   ગમ્યું, તે વાંચીને કોમેન્ટ આપી એ.

 2. કહે છે દુનિયાનો છેડો છે ઘર, મારું ઘર.માનવી ઘર સાથે અનેક સંભારણાઓ અને સંવેદનાઓ લઈ જીવે છે. પછી ભલે ઘર નાનુ હોય કે મોટું, મહોંગુ હોય કે સસ્તું, ખુબ સગવડો ભરેલું હોય કે નહિવત. પણ ઘર સાથેનો લગાવ લગભગ દરેક માનવીને હોય છે. અને ઘર તો ઘર છે ગમે ત્યારે ખાલી કરવું જ પડે છે.
  એક બીજું પણ ઘર છે આપણો દેહ. જેને આપણે મોટાભાગે “હું” સમજતા હોઈએ છીએ. ભાગ્યેજ ખ્યાલ આવે છે કે આ ઘર પણ ક્યારે ખાલી કરવું પડશે.
  મારા ગુરુ કહેતાં,” આપણે ઘર બાંધીએ છીએ સાથે સાથે આપણે પણ બંધાઈ જઈએ છીએ તે ખ્યાલ આવે છે ખરો?” બસ આમને આમજ આપણે બંધનો નિર્મિત કરતાં હોઈએ છીએ. ઘર બાંધીએ પણ આપણે ન બંધાઈએ તો સમજવું કે હવે દિલ્હી દુર નથી.

  • માનનીય શ્રી શરદભાઈ, આપે આ કાવ્યના સંદર્ભમાં રજૂ કરેલી ફિલોસોફી હું સારી રીતે સમજુ છું. મને ચિંતન, ફિલોસોફી ગમે છે…
   સાચી વાત છે. આ સ્થૂળ ઘર માનવીને બહુ બાંધે છે. એની સાથેનો લગાવ એને બીજે ક્યાય સંતોષથી ન રહેવા દે એટલો પ્રબળ હોય છે. ઘરનો ખૂણેખૂણો સંવેદનોથી ધબકતો હોય છે એટલે જ માનવી ત્યાં ‘હાશ’ અનુભવે છે. અને એવું જ આ દેહના ઘરનું… બધુ છોડીને ચોક્કસ જવાનું જ છે પણ એનો ટેકો પણ જબરો છે ! જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આ ઘર અને શરીર બંનેની માયા રહેવાની જ… હા, પૂણ્યશાળી આત્મા એનાથી કદાચ અલિપ્ત રહી શકે… એટલો સાક્ષીભાવ કેળવવા માટે તો ‘દિલ્હી હજી બહુ દૂર છે કે કદાચ ત્યાં પહોંચવા જેવુ ન યે બને !’
   જરા રમૂજ પણ કરી લઉં ? આજકાલ ‘દિલ્હી દૂર રહે એ જ સારું છે ને !’
   આપના જેવા ચિંતક મારા બ્લોગની મુલાકાત લે, રસ લઈને કોમેન્ટ પણ આપે એ મારા માટે બહુ આનંદની વાત છે…

   • પ્રિય લતાબહેન;
    પ્રેમ.
    ભાઈ કહો છે તો માનનીયનુ શિંગડું શા માટે? હું કોઈ મોટો ચિંતક ય નથી કે નથી કોઈ પુણ્યાત્મા. હા, સતગુરુઓની કૃપાથી અને તેમના સાનિધ્યમાં જે પ્રસાદ મળ્યો છે તે મિત્રો સાથે વહેંચુ છું કદાચ કોઈ તપતા જીવને એક નવી જીવન દૃષ્ટિ મળે અને તાપ ઓછો થાય.બાકી તો બુધ્ધના ચાર આર્ય સત્યો મુજબ…
    સંસાર દુખ છે.
    દુખનુ કારણ છે.
    દુખનો ઉપાય છે.
    દુખમાંથી મુક્તિ સંભવ છે.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

   • Nice of you. I got your point.

    I find It very useful.

  • હું હમણાં જ ‘વિપશ્યના’ (10 દિવસ) કરી આવી.. મને એ ફિલોસોફી ગળે ઉતરે છે.

   • ખુબ સુંદર. વિપશ્યના ધ્યાન, ભગવાન બુધ્ધની માનવજાતને અનુપમ ભેટ છે. આપની અંતરયાત્રામાં અવશ્ય સહાયક થશે.બસ એટલું ધ્યાન રહે કે,વિપશ્યના કરવાની નહી પણ હોવાની પ્રક્રિયા છે.( A shift from doing to being.)

  • and this is second time.

 3. વાહહહહ સુંદર કલ્પન

  • અશોકભાઇ, ખૂબ ખૂબ આભાર.
   તમારા જેવા ભાવકો લખવા પ્રેરે છે…

   • હું પણ ગઝલ પર હાથ અજમાવી રહ્યો છું. … મારા નામ પર ક્લિક કરવાથી મારો સંપૂર્ણ બ્લોગ વાંચી શકાય છે. .. વિદ્યાર્થી છું નવરાશે વાંચી કોઈ સજેશન હોય તો જણાવવા વિનંતી.

 4. રેખા, તું સ્ત્રી છો અને ખૂબ સંવેદનશીલ એટલે તને આ પીડા સ્પર્શે જ.
  ગમ્યું, તે વાંચીને કોમેન્ટ આપી એ.

  • ચોક્કસ અશોકભાઇ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: