Posted by: readsetu | મે 23, 2015

Kavyasetu 185 Hina Modi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 12 મે 2015

કાવ્યસેતુ 185  લતા હીરાણી

આંખની ગોખલીમાં

લપાયેલા સગપણ

ક્યારેક –

મન ઝરૂખે

ડોકિયું કરી લે છે

પરંતુ

પાંપણે કરફ્યુ જાહેર કરી દીધો છે

ખબરદાર !

જો કોઈ સગપણ બહાર ફરક્યું સુદ્ધાં છે તો ! … હિના મોદી

અછાંદસ કાવ્યની આ જ મજા છે. એક મજાનું સંવેદન એવી સરસ રીતે મુકાઇ જાય ! આમ જુઓ તો વાત સાવ સીધી લાગે પણ સમજવા જઈએ તો એના વળમાંથી ખૂલતાં જાય કેટલીય બારીઓ ! કેટલાય કમાડ ! અને એકાદામાંથી બહાર નીકળવા જઈએ ત્યાં બીજી ગુફા તૈયાર જ હોય ! તમે જ્યાં પહોંચો એટલો પ્રદેશ તમારો !

ચહેરો જ નહી, ચક્ષુ ચાડી ખાતાં હોય છે કે ભીતર શું ચાલી રહ્યું છે ! એટલે આંખને મનનું દર્પણ પણ કહી છે. આ દર્પણમાં કેટલાય પ્રતિબિંબ રચાતા રહે છે. સગપણ જીવવાની મજા છે. એ જીવનની જરૂરિયાત પણ છે. મનગમતું સગપણ બળબળતી બપોરે વડલાની શીળી છાંય કે આજના સમયમાં એસીની ઠંડક જેવુ હોય છે. હા, ફરક એટલો કે વડલો બીલ ન માંગે એટલે આ સગપણની વાતનું વડલા સાથે ઘેઘૂર સગપણ મળી આવે છે. 

એકલા એકલા આંખ છલકાય કે હોઠ મલકાય ત્યારે જરૂર અંદર કોઈ લપાઈને બેઠું હોય છે. એના સ્મરણે જ અંદર બધું અભરે ભર્યું હોય છે. સ્મરણને આમ જુઓ તો જરાય જગ્યા જોઈતી નથી હોતી ને આમ જુઓ તો એનાથી જ મન ભર્યું ભર્યું હોય છે. અંદર અડીને બેઠેલા એ સગપણની ભીનાશ પગથી માથા સુધી ફરી વળતી હોય છે.

મુદ્દાની વાત એ છે કે આવા સગપણ કેટલાના નસીબમાં ? સહુ કોઈ આવું ઝંખતું હોય છે.. પોતાના મનમાનીતાને ઝંખવું એ પ્રત્યેકનો મૂળભૂત અધિકાર છે. આવા સગપણ માટે મન ન તરસે એવું કોરું કોણ હોય ? પણ બહુ ઓછાને એ મળે છે. આવી મનની મિરાત પામ્યા છતાં, આવો વૈભવ પ્રાપ્ત થયા છતાં એને ક્યાંક ખૂણે સંગોપવું પડે એની પીડા ન કહી શકાય, ન સહી શકાય એવી જાલિમ હોય છે. લીલાછમ વનમાં રણની બપોર જગાવી દેતી હોય છે. એને આંખની ગોખલીમાં છુપાવવી કેટલી મુશ્કેલ હોય છે એ તો જેમને આ સહન કરવું પડ્યું હોય એ જ જાણે !

એક સમય એવો હતો કે સગાઈ પછી ભાવિ પતિને મળવા ન મળે અને ક્યાંક પ્રસંગે મળવાનું થાય તો આંખની ગોખલીમાં ચમક ન આવી જાય એનુંય ધ્યાન રાખવું પડે ! પણ એ સંતાડવાનો રોમાંચ કેવો હતો એય માણનાર જ જાણે ! હવે સમય બદલાઈ ગયો છે. આંખ તો શું અંગનેય સંતાડવાની જરૂર નથી રહી.. જવા દો, એ વાત જુદી છે.. આપણે ફરી સગપણે સંધાઈએ…

કવિ કહે છે, ‘આંખની ગોખલીમાં લપાયેલા સગપણ’ ! અહી ‘લપાયેલા’ શબ્દ બહુ ઊંડો ને લપસણો છે. કેટલું લપસવું, ક્યાં સુધી લપસવું એ ભાવક પર આધાર રાખે છે. લપાવાનું સગપણ માટે હોઇ શકે, જેને ખૂલવા નથી દેવાના. સગપણે આપેલી પીડા કે ખુશી માટે પણ હોઇ શકે, જેને જાહેર નથી થવા દેવાની. વાત ગંભીર છે. વિષય પણ ગંભીર છે પણ કવિએ એને ‘ખબરદાર’ અને ‘કરફ્યુ’ શબ્દથી હળવાશમાં લપેટી લીધા છે. આખા કાવ્યને ઘડીક જુદા મિજાજનો ટચ આપી દીધો છે.   

સગપણ પહેરી લીધા પછી નિયમોનું શાસન સ્વીકારવું પડે છે. ‘ખબરદાર’ કહેવાનો અધિકાર પણ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે, ભલે એ શબ્દો અંદર શૂળની જેમ ખૂંચે ! કરફ્યુનો કડપ ભલે ચીરી નાખે પણ અંદર ઊંડે સુધી લગાવવો પડે છે ! જાતે જ પોતાને જખ્મી કરવાની વાત છે આ, જેનો કોઈ ઉપાય નથી. અહી વપરાયેલા શબ્દો વાતને જેટલી સંકોચે છે એટલી જ વિસ્તારે પણ છે. બંધાયેલા સગપણના પિંડનું અનુસંધાન ઊંડે ધરબી દેવાની અઘરી વાત કવિએ અહી છેડીને છોડી દીધી છે.    

 

Advertisements

Responses

 1. Explanation is very Nice!!!

  • thank you Maulik.

   On Sat, May 23, 2015 at 10:21 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

 2. રસદર્શન ઘણીવાર કાવ્યથી પણ સરસ થઈ કાવ્યને વધુ અસરકારક બનાવે છે. બહુ જ ગમ્યુ.

  • Thank you Rekha..

   2015-05-23 20:54 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: