Posted by: readsetu | મે 24, 2015

હું મૃત્યુ પામીશ

આ કાવ્ય છએક મહિના પહેલાં વોટ્સ એપ પર ખૂબ વાઇરલ બન્યું હતું. શ્રી સૌરભભાઈ શાહે મુંબઈ સમાચારમાં અને શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટે સંદેશની એમની કોલમમાં આ કાવ્ય ટાંકીને લેખ લખ્યો હતો. હવે ફરીએ વોટ્સ એપ અને ફેસબુક પર વાઇરલ બન્યું છે. લોકો ફોરવર્ડ કર્યે જ જાય છે…મને પણ પુષ્કળ મેસેજ આવે છે. મને ગમે છે કે મારુ કાવ્ય લોકોને ગમ્યું. સીધું સાદું છે. કોઈ કલ્પન નથી. પણ જીવનની સચ્ચાઈ અને અનુભવ છે.. કદાચ એટલે જ વધારે સ્પર્શે છે. કદાચ કોઇની થોડીક ક્ષણો બદલાઈ જાય !

 હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહીં શકું

તું હમણાં જ ફૂલો મોકલને !

હું મૃત્યુ પામીશ

અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહીં પડે

તું અત્યારે જ થોડું રડ ને !

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહીં શકું

તું બે શબ્દો હમણાં જ કહે ને !

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઇશ

જે હું જાણી નહીં શકું

તું હમણાં જ મને માફ કરી દે ને !

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહીં શકું

તું મને અત્યારે જ યાદ કર ને !

હું મૃત્યુ પામીશ

અને તને થશે

કે મેં એની સાથે થોડો વધુ સમય વીતાવ્યો હોત તો !

તું અત્યારે જ એવું કર ને !  …………. લતા હિરાણી

Advertisements

Responses

  1. એક ઈંગ્લિશમાં આવું જ કાવ્ય સાંભળેલ.ભાવ સુંદર છે.પણ હું મૃત્યુ પામીશ એવું નથી મૃત્યુ કોઈ ભાવિ ક્રિયા નથી (.It is a continue present tense.) સત્ય એ છે કે હું મરી રહ્યો છુ. જન્મથી મૃત્યુની શરુઆત થાય છે અને જેને આપણે મૃત્યુ કહીએ છીએ તે તો અંતિમ પળ હોય છે.

    • સાચી વાત છે શરદભાઈ. એમ જ કહેવાય પણ આ સામાન્ય, બોલચાલની ભાષા છે.
      આ કાવ્યનું કોઈએ ઇંગ્લીશમાં ટ્રાન્સલેશન પણ કરેલું… અને વોટ્સ એપ પર વહેતું મૂકેલું..
      આભારી તો ખરી જ.

  2. ખરે જ અસરકારક અભિવ્યક્તિ છે.   તારી દ્રષ્ટીએ મારી કવિતા વાંચવાની ઈંતેજારી છે. રાહ જોઉં છું. તું ક્ષેમકુશળ હોઈશ. તબિયત સાચવજે.   -રેખા

    • બસ હવે એકાદ અઠવાડિયામાં જ . પબ્લીશ થશે એટલે તરત અહી મૂકીશ..

    • આવતીકાલે જ. મંગળવાર છે ને !

  3. […] સેતુ .. લતા જ. હિરાણી બ્લોગમાંથી સાભાર  […]

  4. મને આ રચના વ્હોટ્સ એપ ફોરવર્ડ માં મળી . એકજ વાર વાંચી અને મન માં વસી ગઈ ! અત્યંત સુંદર 🙂

    • thank you Mayurbhai.

      2015-05-30 18:31 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

      >

  5. લતાબેન ખરેખર સરસ કાવ્ય છે, ઘણુંજ ગમ્યું, આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: