Posted by: readsetu | જુલાઇ 28, 2015

kavyasetu – 195 parul barot

કાવ્યસેતુ > દિવ્ય ભાસ્કર > 21 જુલાઇ  2015

કાવ્યસેતુ 195   લતા હિરાણી

સપનું અધૂરું આવે પાંપણની પાલખીમાં

ભીનાશ દોડી આવે ઝાકળની પાલખીમાં

સંભાવના જીવનની સાચી પડે સદાયે

રાતો ઘૂંટાઈ આવે કાજળની પાલખીમાં

છે ધારણા અનોખી ને નોખી મનની વાતો

વિચાર બસ ફરે છે કારણની પાલખીમાં

સંવેદનાની ઝીણી દોરી જરા પકડતાં

અર્થો અહી ઘુંટાતા ભારણની પાલખીમાં

આપ્યા ઘણા ખુલાસા સાથે ઘણા પુરાવા

ઇતિહાસ લઈ ઊભો છે તારણની પાલખીમાં … પારૂલ બારોટ

‘પાલખી’ શબ્દ ઉચ્ચારતાં જ મન ભારઝલ્લું થઈ જાય છે. મનમાં નવોઢાથી નનામી સુધીનું ચિત્રણ પાલખી શબ્દ સાથે જોડાઈને ઉપસી આવે છે !  ક્યાંક વચ્ચે અશક્ત વૃદ્ધજન પણ ઝબકી જાય છે પણ કવિને શું અભિપ્રેત છે ? ચાલો શેરોની પાલખીમાં બેસી ગઝલના શબ્દોમાં સફર કરીએ…. કોઈક મુકામે જરૂર પહોંચીશું….

‘પાંપણની પાલખીમાં સપનું’ … મસ્ત વાત છે, નહીં ? પાંપણની પાલખીમાં બેઠેલું સપનું ફૂલ જેવું સુંદર અને કોમળ અનુભવાય છે મિત્રો….. આપણી પાંપણો અધીરી થઈ જાય આવા સપનાં માટે… પણ કવિ લખે છે, ‘અધૂરું’ ! હવે હું વિચારું છું, આંખોને બધાં સપના જોવાની છૂટ છે.. અલબત્ત એ કદી છૂટ માંગતી નથી, જે જોઈએ એ લઈ જ લે છે, એ વળી જુદી વાત છે. સપનું રંગીન હોય ને સંગીન પણ હોય ! પાંપણે એનો બોજ ઉઠાવ્યા વગર છૂટકો નથી… કવિ ‘સપનું અધૂરું’ કહી અટકી ગયા છે… પણ આપણે પૂરું જોઈ લેવાનું… સવાલ નથી, રંગીન જ… હવે આ સપનું જોયા પછી જો ઝાકળની પાલખીમાં બેસીને ભીનાશ ટપકતી હોય તો જરા આગળ વિચારીએ. ‘ઝાકળ’ શબ્દ બહુ મજાનો છે. પૂરો પોઝીટીવ. એમાં સુખની જ ભીનાશ હોય ! એટલે લાગે છે, કવિનું સપનું ભલે અધૂરું રહ્યું, છે રંગીન, એમાં ના નહીં !

હવે આ બીજા શેરમાં ટ્રેક જરા જુદો છે, જોઈ લો શેર !

સંભાવના જીવનની સાચી પડે સદાયે

રાતો ઘૂંટાઈ આવે કાજળની પાલખીમાં

પાલખી આવી પણ કાજળની, જેમાં રાતો ઘૂંટાઈને આવે છે એવી ! ભાવકો, જરા ગંભીર થઈ જાઓ. વાત થોડી સંગીન છે. કાજળ અને રાત, બંને શબ્દો, અહીં જે રીતે વપરાયા છે એમાં મને સુખનો સંદર્ભ લાગતો નથી. જીવનમાં જે જે કલ્પનાઓ કરી હોય, અનુમાનો કર્યા હોય એ કદાચ સાચા પડી રહ્યા છે.. લાગે છે, આ અનુમાનો કાળી રાતોના છે… આમેય બધાંના જીવનમાં કાળી રાતોના ભારણ ભર્યા જ હોય છે એટલે આપણે જલ્દીથી જઈએ ત્રીજા શેર ઉપર..  

છે ધારણા અનોખી ને નોખી મનની વાતો

વિચાર બસ ફરે છે કારણની પાલખીમાં

અહીંયા ચિંતકનો તટસ્થ ભાવ પમાય છે. મનની વાતો છે, ધારણાઓ છે… વિચારોમાં એના કારણો શોધાયા કરે છે. જડે છે ને ખોવાય છે… ફરી જડે છે ને વળી ખોવાય છે, ફર્યા કરે છે આ ચક્કરમાં… આપણાં સૌની જિંદગી આ ઝૂલામાં ઝૂલ્યા જ કરે છે.. એમાંથી સાચા સંત, મહાત્માઓ સિવાય કોઈ છૂટી નથી શકતું એટલે ચિંતા ન કરવી…  

લો, પછીના શેરમાં પણ કંઈક આવી જ રજૂઆત આવી ગઈ. 

‘સંવેદનાની ઝીણી દોરી જરા પકડતાં

અર્થો અહી ઘુંટાતા ભારણની પાલખીમાં.

સંવેદના વગર તો કાવ્ય રચાય જ કેમ ? અને એની દોરી અત્યંત નાજુક હોય એ પણ ખરું જ ખરું. સીધા મનમાં ભરો કે એને પાલખીમાં ખભે લઈને ફરો, અર્થોના ભાર વહ્યા વગર છૂટકો નથી ! થોડીક સંવેદના શબ્દો સાથે સાંગોપાંગ અંદર ઉતરી જાય છે ત્યારે કવિતા જન્મે છે.. એ ક્ષણોનો ભાર હોય છે ને જન્મ્યા પછી એના ઉછેરનોય… કોઈ વિકલ્પ નથી, ઉચક્યા સિવાય ! અલબત્ત અર્થોનો ભાર, એને વહેવાનો ભાર મીઠો હોય છે એની ના નહીં, બિલકુલ પોતાના બાળકની જેમ…

અને આપણી સફર આ છેલ્લા શેર સુધી પહોંચી ગઈ..  

આપ્યા ઘણા ખુલાસા સાથે ઘણા પુરાવા

ઇતિહાસ લઈ ઊભો છે તારણની પાલખીમાં.

આખીયે ગઝલને આ સેતુની પાલખીમાં બેસાડી તમારી વચ્ચે ફેરવી… ખુલાસા આપ્યા, પુરાવાય આપ્યા. કંઇ કેટલીય વાતો બીજી પણ કરી. હવે તમે જે તારણ કાઢો એ મને મંજૂર.. અલબત્ત આ મારી વાત છે દોસ્તો…

છેલ્લા શેરનો આસ્વાદ તમારી ઉપર છોડું છું.. મન થાય તો મને મેઈલ કરજો… 

 

Advertisements

Responses

 1. wow great!! first even says everything!!

  • thank u…

   On Wed, Jul 29, 2015 at 10:35 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

 2. છે ધારણા અનોખી ને નોખી મનની વાતો

  વિચાર બસ ફરે છે કારણની પાલખીમાં

  સંવેદનાની ઝીણી દોરી જરા પકડતાં

  અર્થો અહી ઘુંટાતા ભારણની પાલખીમાં

  nice!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: