Posted by: readsetu | ઓગસ્ટ 16, 2015

Kavyasetu 197 Parita Patel

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 4 ઓગસ્ટ 2015

કાવ્યસેતુ 197    લતા હિરાણી   

દરરોજ સવારે હું માફી માગીને નીકળી જાઉં છું પંખીઓની

આજે નહીં, કાલે સાંભળીશ તમારાં ગીતો

કેમ કે રોજ ઉતાવળ હોય છે મને ટ્યૂશન જવાની.

દરરોજ હું માફી માંગુ છું એ લાલ દડાની

આજે નહીં, કાલે તારાં રૂપ જોઈશ

કેમ કે મને રોજ ઉતાવળ હોય છે, ઘરે જવાની.

દર શિયાળાની સવારે એ તડકાને હું કહું છું ‘માફ કર’

આજે નહીં, કાલે માણીશ તારી ઉષ્મા

કેમ કે રોજ મને ઉતાવળ હોય છે, શાળાએ જવાની.

દરરોજ એ ઠંડી સાંજની માફી માંગુ છું,

આજે નહીં, કાલે રમીશ તારા રંગો સાથે

કેમ કે રોજ મને ઉતાવળ હોય છે….. પરિતા પટેલ (ધોરણ નવ, નવસારી)  

તા.29 જૂન 2015 – ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ આયોજિત ‘બાલકવિસમ્મેલન’માં સરકારી શાળાઓના 16 બાલકવિઓને સાંભળવાની તક મળી. કવિતાઓ સરસ અને એમની વય અનુસાર હતી પણ આ કવિઓનો જુસ્સો, આત્મવિશ્વાસ સાચે જ કાબિલેદાદ હતો. નવસારીની ધોરણ નવમાં ભણતી નાનકડી પરિતાની આ કવિતા તમને પણ ગમશે.

આ એ વય છે જેમાં આગળની પેઢી દફતર ઉલાળતાં ઉલાળતાં નિશાળે જતી અને આવીને શેરીમાં ભાઈબંધ, બહેનપણીની સાથે રમવામાં મશગુલ થઈ જતી. ઉતાવળ કે સમયનો અભાવ જેવા શબ્દોથી એ પરિચિત નહોતી. ટ્યૂશન રાખે એ ઠોઠ હોય, ડબ્બા કહેવાય. 

આજે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. બાળકોને ન તો શેરીમાં રમવાનો સમય છે, ન કુદરતને ખોળે મ્હાલવાનો ! સવારમાં ઊઠી દૈનિક ક્રિયા પતાવી ન પતાવી ત્યાં તો ભાગવાનું હોય, કાં સ્કૂલે અથવા ટ્યૂશને. બાળકની બોચી ઝાલીને આ બેય આગળપાછળ જમાદારની જેમ ઊભા જ હોય. આ બે જાણે ઓછાં પડતાં હોય એમ જુદી જુદી પ્રવૃતિઓના ક્લાસ વળી ચોટલી તાણતાં દોડે ને દોડાવે ! ચારેકોર હરીફાઈ હરીફાઈ. બાળક આનાથી વધુ તેજસ્વી બને છે કે કેમ એ તો વળી રહસ્ય છે. સ્કૂલમાં શિક્ષક અને ઘરે માબાપ, રેસના ઘોડાની જેમ દોડાવ્યા જ રાખે ત્યારે જે સામાન્ય બાળક છે એ બિચારાણા હાલ જોવા જેવા થાય !

આ મૂંઝવણને બહુ સરસ અને સ્પર્શી જાય એવી રીતે પરીતાએ રજૂ કરી છે. સવારમાં પંખીના મધુરા ટહૂકા એ સાંભળી શકતી નથી, કોયલનું કૂહુ કે કાબરનો મીઠો કલબલાટ માણવા માટે સમય તો જોઈએ ને ! ક્યાં છે સમય ? માંડ તૈયાર થાય ત્યાં તો ટ્યૂશને જવાનો ટાઈમ થઈ જાય છે ! ‘સોરી, ડિયર આજે નહીં, કાલે સાંભળીશ તમારાં ગીતો.’ એની સાથે રમવાની રાહ જોતો લાલ દડો… એને પણ ‘સોરી’ જ કહેવું પડે છે. ‘આજે નહીં કાલે !’

શિયાળાના કૂણા કૂણા તડકામાં બેસવાની કેવી મજા ? વહેલી સવારમાં ફળિયામાં ખાટલા પર બેસી તડકાના ગરમાવાથી ઠંડી ઉડાડતાં ઉડાડતા કાં તો શેરડીના સાંઠા ચૂસવાની મજા કે દાદીમાના માલીશની મજા, રઘવાયા થઈને સ્કૂલે કે ટ્યૂશને દોડતા આજના બાળકના નસીબમાં ક્યાંથી ? ઊઘડતી હૂંફાળી સવાર કે મજાની નરવી નમણી સાંજની ઠંડક, આ બધા સામે બાળકે ફટાફટ હાથ હલાવી ‘બાય’ કહીને નીકળી જ જવાનું છે. એવીય પરિસ્થિતી છે કે જ્યાં બાળકને, પોતે શું ગુમાવ્યું છે એનીય ખબર નથી… આકાશના રંગો, પંખીના ગાન, વાદળની સંતાકૂકડી, નદી-સરોવરના નૃત્ય… આ બધું એની આસપાસ હોય છે અને એ કશાની પાસે નથી હોતું કેમ કે રોજ એને ઉતાવળ હોય છે…..

આવી સરસ મજાની સંવેદના અનુભવી, કાવ્ય સ્વરૂપે વ્યક્ત કરવા માટે પરીતાને આપણે બધાએ વ્હાલ મોકલવું જોઈએ. ટાંચા સાધનોમાં ઊછરતા સરકારી શાળાના બાળકોના તેજને આપણે નવાજવું જોઈએ. ઉત્સાહના ફુવારાથી ઊભરાતી નવી પેઢીને, એનામાં રહેલી કલાને અભિવ્યક્ત થવા માટે આમ પ્લેટફોર્મ મળે, એ માત્ર એની શક્તિનું જ નહીં, આપણી ભાષાનું, આપણાં સંસ્કારોનું, આપણાં વારસાનું જતન છે, સંવર્ધન છે.

Advertisements

Responses

  1. very well said Parita.I appreciate your originality.

  2. parita patel ne khas abhinandan!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: