Posted by: readsetu | સપ્ટેમ્બર 15, 2015

Kavyasetu 202 Kusum Patel

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 202 > 8 સપ્ટેમ્બર 2015

કાવ્યસેતુ – લતા હિરાણી

એક પથ્થરને 
દિવસ રાત તરાશતાં તરાશતાં 
ક્યારેક..
આંખે કણી ઘૂસી જતી; 
છિણી -હથોડીના ઘા તો રોજની વાત!

ક્યારેક તો 
હું ભુખ્યો પણ રહ્યો છું અને ઉંઘ્યો પણ નથી..

તને 
આબેહુબ, સુંદર,અપ્રતિમ બનાવવા 
મેં 
મારા કષ્ટોને ભુલી, મારા કાળજાને કામે લગાડ્યું.

ને તું ?

રોજ 
નીતનવા રેશ્મી કપડા પહેરી 
નીતનવા પકવાનના થાળ સામે-
સ્થિતપજ્ઞ ઉભો છે….

તારે તો ..
તારા એરકંડિક્શનીંગ ઓરડામાં રહી તથાસ્તુ જ બોલવાનું હોય !

એનાથી ય તું ગયો ! ……… કુસુમ પટેલ વિવેકા

કવિતાનું શિર્ષક છે ‘ફરિયાદ’. મુખર ખરું જ. ફરિયાદ કરવી અને કર્યા જ કરવી એ મનુષ્યનો પ્રકૃતિગત સ્વભાવ છે. એટલે આરંભે આપણને એમ થાય કે સંબંધોની વાત હશે. હા, અહીં સંબંધોની જ વાત છે પણ ઈશ્વર સાથેના.  પ્રસ્તુત કવિતામાં કવિ એક શિલ્પીની વાત કરે છે. જેનું કામ મૂર્તિ બનાવવાનું છે. તે એક પત્થરની શીલામાંથી ઈશ્વરની મૂર્તિ કંડારી રહ્યો છે. પોતાના આ કાર્ય દરમિયાન એણે ન જોઈ ભૂખ કે ન જોઈ ઊંઘ. છીણી હથોડીના ઘા વાગવા, આંખોમાં કરચો ખૂંપી જવા જેવી વેદના સહી. અને એક સુંદર મૂર્તિ કંડારવામાં સફળ થયો. એને એમ કે ઈશ્વરને આકાર આપ્યો હવે બધા દુઃખ દર્દ દૂર થઇ જશે.  જે માંગીશ ઈશ્વર આપશે કે મૂર્તિનાં મો માંગ્યા દામ મળશે પણ એવું બન્યું નહિ.  ઈશ્વર તો રેશમી વાઘામાં સજ્જ, પકવાનોની સામે મીઠું મલકતો, સ્થિતપ્રજ્ઞ ઊભો છે. માનવીની ફરિયાદ યથાવત રહી કે ન તો ઈશ્વરે એનાં સામું જોયું કે ન તો ‘તથાસ્તુ’ ઉચ્ચાર્યું ! 

કવિની વાત અહી પૂરી થાય છે. રેશમી વાઘા અને પકવાનના નિર્દેશો કહે છે કે એણે ઈશ્વરને જ આ ફરિયાદ કરવી છે. પરંતુ કાવ્ય મેઘધનુષ જેવા હોય છે. કવિએ કલ્પ્યા પણ ન હોય એવા રંગો ભાવક એમાં જોઈ શકે, આનંદી શકે કે દુખી પણ થઈ શકે.

મૂળ મુદ્દો દરેક બાબતને કઈ દૃષ્ટિથી જોવી, એનું અર્થઘટન કેમ કરવું એ છે. હમણાં જ સામવેદ પર શ્રી ભાણદેવનું પુસ્તક વાંચ્યું. ‘સોમરસ’ અને બીજી અનેક વાતોનું એમણે જે અર્થઘટન આપ્યું છે કે એમના ચિંતનને દાદ દેવી પડે

ફૂલ એની જગ્યાએ ફૂલ જ છે પણ એમાં કોઈને હસતું બાળક દેખાય કે કોઈને પ્રિયતમાનો ચહેરો દેખાય એ જોનાર પર આધાર રાખે છે.

આ જ વાતને સંબંધોના કલેવરમાં જોઈએ. બે વ્યક્તિ જયારે જોડાય છે ત્યારે તો એ એકબીજાની આંખમાં સંપૂર્ણ હોય છે. એની આંખ સામે સમજો ઈશ્વર જ હોય છે. બહુ જલ્દી એ પથ્થરમાં પલટાઈ જાય છે અને આ દોષદર્શન બેયના હાથમાં છીણી-હથોડા પકડાવી દે છે. સમગ્ર જોર લગાવી દે તો એનું પરિણામ શું આવે ? કોઈનોય સ્વભાવ સંપૂર્ણપણે બદલી શકાતો નથી. માત્ર પોતે પોતાની શક્તિ ખોવાણી રહે છે. છીણી હથોડાના ઘા અને ઉડટી  કરચો બેયને વાગે છે. કોઈનું સંપૂર્ણ બદલાવાનું શક્ય જ નથી અને આ પ્રક્રિયા આખરે બેયને જુદા પાડીને જંપે છે  છે. પછી સહજીવનને બદલે માત્ર સહઅસ્તિત્વ બચે છે. રેશમી વાઘા અને પકવાન બચે છે. હૃદયની આર્દ્રતા અને પ્રાર્થનાનું સમર્પણ ખોવાઈ જાય છે. ‘તથાસ્તુ’ની ભાવનાથી શરૂ થયેલી યાત્રા ‘તું તું મેં મેં’ થી પૂરી થાય છે.

આ વાતને બીજા સંદર્ભે જોઈએ તો શું ઈશ્વરને સર્જી શકાય છે ખરો ? નહીં. જેને પથ્થરમાય ઈશ્વરના દર્શન થતાં હોય એ મૂર્તિને ઘડે તોય એ ભાવનાથી કે એને કદી ‘તથાસ્તુ’’ની અપેક્ષા હોય જ નહી. એને એક ઘાટ આપ્યાનો, ક્રુતિ રચ્યાનો પરમ આનંદ હોય. જેણે ધંધાદારી ભાવનાથી આ કામ કર્યું છે એને એના દામ પણ મળી જવાના. મને જે અનુભવાય છે એ આ છે કે જેને ‘તથાસ્તુ’ની કામના છે એને ખુલ્લી આંખેય કશું નહી મળવાનું અને જેને કોઈ કામના નથી એને બંધ આંખેય સદા ‘તથાસ્તુ’ જ છે ! એને ક્યાં મૂર્તિની જરૂર છે ? ઈશ્વર એની આસપાસ વસેલો જ છે.    

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: