Posted by: readsetu | સપ્ટેમ્બર 15, 2015

Kavyasetu 203 Jayant Dangodara

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 15 સપ્ટેમ્બર 2015

કાવ્યસેતુ 203  લતા હિરાણી

એક ભૂરી આંખનું કાજ થયો

ને પવન પળમાં ભાતીગળ થયો.

છે હજી તો વાર ખૂબ વરસાદની

પત્ર કોની યાદમાં વાદળ થયો ?

ભીંતમાં ડૂબી ગયેલો જીવ આ

ભીંત ફાડીને પછી પીપળ થયો.

ઝીલવોતો એક પળ બસ સૂર્યને

ફક્ત આવા કારણે ઝાકળ થયો.

નામ-સરનામું તમારું જોઈને

આ ઠરેલો દીવડો ઝળહળ થયો… જયંત ડાંગોદરા

 ગઝલ સાહિત્યમાં કેટલાય કવિઓ નવા નવા ઉન્મેષ પ્રગટાવતા જાય છે. પ્રેમની ભાવના ચિરયૌવના છે અને કવિઓ એના બેસુમાર કલ્પનોથી કાવ્ય સાહિત્યને ઉજળું બનાવી રહ્યા છે.

કોઈની આંખનું કાજળ થવા હૈયું કેવું થનગનતું હોય છે. બે આંખ કોઈને ઉછાળે છે ને બેય કાંઠે છલકાવે છે. ભૂરી ભૂરી આંખોમાં રોપાયેલી કાજળની બે રેખાઓ કઈ પળે કોઈના હૃદયમાં સૂર્યોદય ખીલવે છે એની ખબર વહેતા પવનને જ પડે… ને ખબર પડે કે તરત ભાતીગળ બને. કેટલીય રંગબેરંગી ચૂંદડીઓ મનના આકાશમાં મેઘધનુષ રચવા માંડે !

છે હજી તો વાર ખૂબ વરસાદની, પત્ર કોની યાદમાં વાદળ થયો ?’ ઈમેઈલ, વોટ્સ એપ, ફેસબુકના ધોધમાર યુગમાં ‘પત્ર’ શબ્દ આપણને વાંચવોય વહાલો લાગે ! શું કહો છો ? પ્રેમમાં બારેમાસ મોસમ વરસાદની જ હોય છે. મિલન પણ ભીનું ને વિરહ પણ ભીનો. કાગળમાં લખાયેલ શબ્દ પણ છલકાતો જ. વાદળ, આકાશ, વરસાદ ને ફૂલોમાં ઊઘડતા રંગો બધુંય નાનકડા હૈયામાં ભરીને પત્રને તરાપે મુકામ પર પહોંચવા થનગનતો જીવ જોઈને રણનેય સરવર થવાના કોડ જાગે !

ભીંતમાં ડૂબી ગયેલો જીવ આ, ભીંત ફાડીને પછી પીપળ થયો. આ શેર સરસ થયો છે. પ્રેમમાં સમાજ ભીંત બનીને ઊભો રહે એ જુની વાત છે (આજેય એવા કિસ્સા ઓછા નથી હોતા પણ વાયરો હવે વધારે ખૂલીને વાય છે એ પણ સત્ય છે) ને પ્રેમીઓ ચાર ભીંતોમાં કેદ થવા પવનને થાપ દેતાં ફરે એ બીજી વાત છે. અહી ભીંત ઇન્કારની હશે,  નિરાશાની હશે, વિરહની હશે ? જે હોય તે પણ પ્રેમનું ઝનૂન ભીંત ફાડીને ઊગતા પીપળા જેવુ હોય છે એ નક્કી. એક બીજે રસ્તે જઈએ તો જીવનની જળોજથામાં ડૂબી ગયેલા જીવમાં એક દિવસ પરમ ચેતના પીપળાની જેમ ઊગી નીકળે એવુંય બને ! જો કે આ તો મારા વિચાર છે. કવિતા તો બસ એના રંગો ઢોળે છે. એમાં કઈ આકૃતિ જોવી એ નજર નજરનો સવાલ છે. કવિને કદાચ આવું અભિપ્રેત નયે હોય !

આના પછીનો શેર, ‘ઝીલવોતો એક પળ બસ સૂર્યને, ફક્ત આવા કારણે ઝાકળ થયો મને બહુ ગમ્યો. આ જરા ઝીણું કાંતી શકાય એવો થયો છે. જેની જિંદગી જ એક પળની છે એનું જન્મવું શું ને મરવું શું ? પણ ઝાકળની જિંદગી એક પળમાં સૂર્યનું વ્હાલ પામી અનંત બની જાય છે. હવામાં પ્રસરી, વાદળમાં ભળી, આકાશે વિસ્તરી, ધરતીમાં રોપાઈ જાય છે ને અબજો અણુ અણુમાં ઊગી નીકળે છે. સૂર્યની ઝંખનામાં જીવતા જીવને રાત નથી હોતી, સવારોસવાર એની આંખમાં અજવાળાની તરસ અંજાયેલી હોય છે.

ચાલો, ફરી ભૂરી આંખનું કાજળ થવાની તરસ તરફ વળીએ. ગમતા અર્થોની ગલીઓમાં ગોથાં ખાવાની ભાવકને આમ તો છૂટ છે પણ કવિના શબ્દોમાં સંતાયેલી શેરીઓનેય થપ્પો તો કરવો જ પડે ને ! છેલ્લો શેર, ‘નામ-સરનામું તમારું જોઈને, આ ઠરેલો દીવડો ઝળહળ થયો. ફરી પેલો પત્ર યાદ આવ્યો. પેલી ભીંતની વાત યાદ આવી. આમ તો ઠરેલ દીવડો ફરીથી ઝગે નહી પણ પ્રેમના જાદુનું કંઇ કહેવાય નહીં. એ કંઈ પણ કરી બતાવે ! ‘પ્રેમીકાને જોઈને મડદામાં સંચાર થયો’ એવું ક્યાંક વાંચ્યું હતું એટલે નામ-સરનામું જોતાં દીવડો ઝળહળ થઈ જાય એ કંઈ વધારે પડતું નથી. આશા રાખીએ કે આ નામ-સરનામું  fromમાં હોય અને કાગળ નાયકના નામે હોય ! બાકી આધાર કાર્ડનો કટકો આવો આધાર આપે નહી એય પાકકું !

   

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: