Posted by: readsetu | ઓક્ટોબર 10, 2015

Samvad : 10

10.

હે પ્રભુ, સરળતા એ તારી નિશાની છે એટલે જીવન જો મુશ્કેલ બની જાય તો એનો અર્થ એ કે હું તારાથી દૂર છું. મારે જલ્દી તારી પાસે પાછા આવવાનું છે. નાનાં બાળકની જેમ સરળ બનવાનું છે. તેં બનાવેલી આ કુદરત કેવી છે ! એક બીજ આખી પ્રક્રિયામાંથી પસાર થાય છે. એણે પોતે કંઇ કરવાનું હોતું નથી, બસ થવા દેવાનું હોય છે. મારે પણ એમ જ કરવાનું છે. જેમ પ્રભાત થતાં ફૂલ આપોઆપ ખીલે કે પંખી ઇંડામાંથી પાંખ ફડફડાવતું બહાર નીકળે એમ જ… મારે હળવા થઇ બધું તારા પર છોડી દેવાનું છે કેમ કે જીવનમાં જેટલો ભાર હશે એટલું કામ ઓછું થશે. જીવનને કુદરત સાથે વહેવા દઉં અને બધાં કામો સહજ રીતે, સરળતાથી અને આનંદથી કરું. મારું જીવન તારા થકી સંવાદમાં રહે, કશાય વિરોધ વગરનું રહે એ જ પ્રાર્થું.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: