Posted by: readsetu | ઓક્ટોબર 25, 2015

Kavysetu 205 Raksha Shukla

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ >  29 સપ્ટેમ્બર 2015

 

કાવ્યસેતુ 205  લતા હિરાણી

 

દરિયાએ કીધું તું

કાલ દરિયાએ કીધું તું કાનમાં

નદીઓનું પાણી મને ઓછું પડે, તારા આંસુઓ આપ મને દાનમાં

કાલ દરિયાએ કીધું તું કાનમાં…..

 

દરિયાએ હાથ જરા લંબાવ્યો, આંસુની ખારપ જઈ દરિયાને વળગી

દરિયાએ વાદળને પાણી આપી ને પછી રાખી એ ખારપને અળગી

તે દિથી દરિયો આ ક્યારા ભરે ને બધી ખારપ ઢોળે છે ખાનપાનમાં

કાલ દરિયાએ કીધું તું કાનમાં…..

દિયુએ દરિયાને માપ્યો તો મારી પણ આંખોએ એને જઈ ચાખ્યો

નદિયુની મીઠપને વ્હાલ કરી આંસુના ભેજનો મલાજો એણે રાખ્યો

આંસુની ઝળહળથી મોતી ડરે, વાત મછવારણ સમજી ગઈ સાનમાં

કાલ દરિયાએ કીધું તું કાનમાં….  રક્ષા શુક્લ

 

કવિ રક્ષા શુક્લનું આ ગીત શાળાના વિદ્યાર્થીઓએ પાસે ગવડાવો તો આ દરિયા અને નદીની વાત સરસ રીતે ગાય પણ એ એટલું સીધું સાદું નથી. એનું ઊંડાણ દરિયા જેટલું છે.  કવયિત્રીને જે કહેવું છે એના માટે એણે દરિયો અને નદી જેવા સાદા પ્રતીકો પસંદ કર્યા છે પણ કહેવાની વાતને એ બંને વચ્ચે અદભૂત કલ્પનોના દોરમાં પરોવી છે.

 

દરિયા જેવો દરિયો ઊઠીને કોઈના કાનમાં કહે, આંસુઓ દાનમાં માંગે એ જેવીતેવી વાત નથી. દરિયો સભર છે. એની પાસે પાણી અભરે ભર્યા છે. પોતાની ખારાશ એ એકબાજુ ધકેલીને વાદળને મીઠાશથી ભરે છે. અબજો જીવોનો એ પાલક છે. મોતી, પરવાળા અને અસંખ્ય કિંમતી દ્રવ્યોના ભંડાર સાચવીને બેઠો છે. અરે, એણે મસ્ત બનીને આ નાનકડી પૃથ્વીને પોતાના અનેક વિશાળ બાજુઓથી સમેટી રાખી છે. આ દરિયો છે !! મને સ્કૂલમાં ભણતા એ કવિતા યાદ આવે છે, ‘ખારાખારા ઊસ જેવા પાણી રેલમછેલ …’

 

આવો દરિયો દાન માંગે અને તેય આંસુઓનું ? અહી કવિનું કલ્પન છે. કેટલી યુનિક કલ્પના છે ! જીવનમાં ક્યારેક એવી ક્ષણોમાંથી માનવીને પસાર થવું પડે છે કે જ્યારે એના આંસુ પાસે દરિયોય નાનો લાગે, સૂકો લાગે. ઊછળતા દરિયાના અગાધ પાણી કરતાં આંસુની તાકાત કેટલાય ગણી વધી જાય ! આ આંસુના પૂર પૃથ્વીને ડૂબાડી દે તેવા ભયંકર હોય. પ્રલય સર્જી શકે એવા પ્રખર હોય. નાયિકાને લાગે છે કે આ આંસુઓ વહ્યા કરશે તો એમાં જાન નહીં, જહાન પણ ડૂબી જશે. કદાચ એટલે જ એના કલ્પનામાં દરિયાનો સાદ છે. આ હૃદયની વાત છે, અંતરની વાત છે, લોકોને એની સાથે કોઈ નિસ્બત નથી એટલે દરિયો પણ કાનમાં આવીને કહે છે, ‘તારા આંસુ આપ મને દાનમાં !’ છાતીમાં ઊઠતા ડૂમાના પહાડને દરિયો જ સંભાળી શકે.

 

દરિયાએ પોતાની છાતીમાં સમાવેલા આંસુની ખારાશ એની અંદર જ સમાઈ જાય છે. દરિયાની વાત જ ન્યારી. દેહ દરિયાનો ને દિલ પણ દરિયાનું ! એ ખારપને ક્યાંક ખૂણામાં સંતાડી મીઠપ હવાને સોંપી દે ! અખૂટ ખારા પાણીને દરિયાને દાનમાં દીધા પછી નાયિકાની હાલત શું છે ? પીડા પીછો નથી છોડતી. આંખના ક્યારા તોય ભરેલા રહે છે અને ખાવું-પીવું ખારું ઝેર બની ગયું છે. ઝળહળતા આંસુના તોરણ દિવસ-રાત મોતીની જેમ ચમક્યા કરે છે. જે સમજે છે એ સાનમાં સમજી જાય છે. આંસુની આમન્યા જાળવે છે. જે નથી સમજાતું એને સમજાવવાની જરૂર પણ ક્યાં છે ?

 

કવિએ અહીં જો ‘મને કાનમાં’ જેવા શબ્દોનો ઉપયોગ ન કર્યો હોત તો કદાચ જુદું જ ભાવવિશ્વ સર્જાત ! બની શકે કે એક સરસ પ્રકૃતિકાવ્ય ઉપસી આવે  ! પણ બે-ચાર વ્યક્તિવાચક શબ્દો ઉમેરીને કવિએ કમાલ કરી દીધી છે. પૂરા ગીતને ઊર્મીગીતમાં ઢાળી દીધું છે. જ્યાં આંસુ પાસે દરિયો નાનો લાગે એવી પીડામાંથી પસાર થવું એ જીવનની કદાચ મોટામાં મોટી અને દુખદમાં દુખદ ઘટના હોય ! જો કે કવિએ બધી જ સંવેદનામાંથી જાતે પસાર થવું જરૂરી નથી હોતું. કોઈની પીડાને એ અનુભવીને આલેખી શકે ! એટલે જ તો એ સર્જક છે !

 

 

 

 

  

   

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: