Posted by: readsetu | નવેમ્બર 23, 2015

Samvad 23

23.

હે પ્રભુ, હૃદયમાં ભરેલો પ્રેમ એ તારા આશિર્વાદ છે. પ્રેમ સાજાં થવાની અદભુત ઘટનાને જન્મ આપે છે. એ ઘાવમાં રેડેલી સાચી દવા જેવો છે જે ધીમે ધીમે ઘાને રૂઝાવે છે. પ્રેમની શરૂઆત વ્યક્તિની અંદરથી થાય છે. જમીનમાં વાવેલા બીજની જેમ માવજત અને કાળજીથી એ વિકસે છે. રોજના જીવનમાં નાની નાની એવી કેટલીય બાબતો હોય છે જેનાથી મનમાં ચીડ, ક્લેશ જન્મે. એમાંથી મારે બહાર નીકળવાનું છે. એ બાબતમાં સમજણ દાખવવાની છે. વિવેકથી વર્તવાનું છે. કુટુંબમાં સારી રીતે સાથે રહેવા માટે એકબીજાં માટેનો પ્રેમ, સહકાર જરૂરી છે. મારે અંગત નાની નાની ન ગમતી બાબતોને ભૂલી જવાની છે અને સૌના કલ્યાણ માટે કામ કરવાનું છે. તારા આશિર્વાદ મારી સાથે છે.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: